________________
૩૭૬
શ્રીમદની અવનસિદ્ધિ આદિ સૂત્રોની ગાથાઓની છાયા જોવા મળે તે સ્વાભાવિક છે. અને તેનો નિર્દેશ પ્રસંગોપાત્ત અહીં પણ કર્યો છે, એનો અર્થ એમ નથી કે જ્યાં ભાવની સમાનતા દેખાય છે ત્યાં જ તેની અસર છે. આ આખા કાવ્યમાં સૂક્ષ્મ રીતે જૈન આગમે, સૂત્ર વગેરેમાં નિરૂપેલા આચારવિચાર આદિની છાયા પથરાયેલી છે જેની કોઈ પણ વાંચનારને પ્રતીતિ આવી શકે છે. શ્રીમદ સ્વીકારેલ આદર્શ ઊંડાણથી જોઈએ તો તેમાં શ્રી તીર્થંકરપ્રભુનો જ આદર્શ જણાશે. આમ છતાં શ્રીમદની સાચી મહત્તા તો તેમણે પોતાના આદર્શને કેટલી કુશળતાથી નિરૂપ્યો છે, તેમાં છે. બાહ્ય તેમ જ આંતર ગંથિ છૂટવાથી આવતી જીવની નિગથદશા, તે દશામાં જીવને પ્રવર્તતી ઉદાસીનતા, મન, વચન અને કાયાના યોગની અવિચળ આત્મસ્થિરતા વગેરે એટલાં ક્રમસર અપાયેલાં છે કે એક પણ સ્થિતિ વિશે એવું નથી લાગતું કે તે અગ્ય સ્થાને છે.
આ પ્રત્યેક પરિસ્થિતિને એગ્ય રીતે વ્યક્ત કરતા શબ્દો પણ તેમણે જ્યા છે. ભાષાની મુશકેલી તેમને ક્યાંયે નડતી હોય તેવું આ કૃતિમાં લાગતું નથી. આ કાવ્યની દશમી કડીમાં “સમભાવ” અર્થ વ્યક્ત કરતાં એમણે “સમદર્શિતા”, “સ્વભાવ નહિ ન્યૂનાધિકતા”, “શુદ્ધ સ્વભાવ”, એમ ચાર જુદા જુદા શબ્દો યોગ્ય સંદર્ભમાં રજૂ કર્યા છે. તે શબ્દોને સૂકમ અર્થ તેમના લક્ષ બહાર નહોતે, અર્થાત્ અહીં પ્રત્યેક શબ્દ સૂક્ષમ અર્થમાં પણ યોગ્ય નીવડ્યો છે. જેના પરિપાટી અનુસાર રચાયેલા આ કાવ્યમાં શ્રીમદ્ જન પારિભાષિક શબ્દોનો છૂટથી ઉપગ કર્યો છે. તે પારિભાષિક શબ્દોની સમજણવાળાને તો આ કાવ્ય વિશેષ આસ્વાદ્ય બને તેવું છે, અલબત્ત, એ પૂરતા અધિકારની તેમાં જરૂર છે ખરી. નિગ“થ, સંયમ, દર્શનમેહ, ચારિત્રમેહ, પરિષહ, ઉપસર્ગ, પ્રતિબંધ, ક્ષીણમેહ, ગુણસ્થાન, અપૂર્વકરણ આદિ અનેક જૈન ધર્મના પારિભાષિક શબ્દોને આ કાવ્યમાં ઉપયોગ થયો છે. અને તેનો અર્થ સમજવાથી આ કાવ્યનો સાચો આનંદ માણી શકાય છે. અને યોગ્ય અધિકારી તે તેમાંથી અનેક અર્થ તારવી શકે તેવી ક્ષમતા ધરાવતું આ અપૂર્વ કાવ્ય શ્રીમદે એક જ બેઠકે લખ્યું છે, તે હકીકત તેમની આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા માટે આશ્ચર્ય ઉપજાવે છે. ગૃહસ્થાવસ્થામાં રહીને, સંસારની બધી જવાબદારી અદા કરતાં કરતાં, અંતરંગમાં આટલી ઉરચ શ્રેણી રાખવી તે કઈ અસામાન્ય વ્યક્તિનું જ કામ છે. આ કાર્ય શ્રીમદ સફળતાપૂર્વક પાર પાડયું હતું. તેમની એ અંતરગ શ્રેણી પ્રત્યે કોઈ પણ સમજુ માનવી માનથી મસ્તક નમાવે!
અંતમાં, ટૂંકમાં કહી શકાય કે શ્રીમદ્દનું બીજું સાહિત્ય ન હોય તો પણ માત્ર “અપૂર્વઅવસર” એ એક જ કાવ્ય પણ શ્રીમદ્દના કવિત્વની અને ઝળહળતા વૈરાગ્યની પૂરી સાક્ષી આપી શકે તેમ છે. આ કાવ્ય વિશે પંડિત સુખલાલજીએ અભિપ્રાય આપ્યો છે કે –
આ પદ્યનો વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદામ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે, વાંચનારને પણ તે શાંતિ આપે છે. જન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી... “ અપૂર્વ અવસર” એ ભજનમાંની ભાવનાવાળે આહંત સાધક –એકાંત આધ્યાત્મિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકને ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળું દેખાય છે.”૧૦૩ ૧૦૩ “શ્રીમદ્ રાજચંદ્ર – એક સમાલોચના', “ શ્રી રાજચંદનાં વિચારને, ૫. ૧૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org