________________
૬. અપૂર્વ અવસર
૩૭૫
સમય સુધી તેમણે શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવ્યુ' નહોતું તે સિદ્ધ વાત છે, કારણ કે એક વખત તે પદ મળ્યા પછી જીવનું પતન થતું નથી. અને અહીં ૨૧ મી કડીમાં તા તે પદ મેળવવાની ભાવનાને જ પાતે “ મનારથરૂપ ” ગણાવી છે, અર્થાત તે પદ પ્રાપ્ત થયું નથી તે બતાવ્યુ છે. એટલે કે શ્રેણી માંડવા પછીના આત્માના વિકાસ કરવાના તેમને બાકી હતા, એટલે તે ભવિષ્યકાળની વાત છે તેમ કહી શકાય.
આમ
અપૂર્વ અવસર ’’માં શ્રીમની આંતરિક સ્થિતિનાં બે સ્વરૂપ આપણને જોવા મળે છે. આ કાવ્ય શ્રીમની આંતરિક સ્થિતિ વ્યક્ત કરતું કાવ્ય હાવા છતાં, તે કોઈ પણ અધિકારી જીવને આસ્વાદ્ય બની શકે તેવુ છે. તેમાં જે વિકાસક્રમ નિરૂપિત થયેલા છે તે કેાઈ પણ જીવને એકસરખી રીતે લાગુ પડી શકે તેવા છે ભલે પછી તે પેાતાની જાતને લક્ષમાં રાખીને નિરૂપાયા હોય. આ જ શ્રીમદ્રના કાવ્યત્વની ખૂબી છે. સાચા કવિ એ જ કે જે પેાતાના અંગત અનુભવને “સામાન્ય જનના ” અનુભવમાં પલટાવીને રજૂ કરી શકે. એ ન્યાયે શ્રીમને સાચા કવિ કહી શકાય. આથી તા પૂ. સંતબાલજી યાગ્ય જ લખે છે કે ~~ ‘રસારમાર્જ.... વાય' જાચ્યમ્' કે ‘ ધ્વન્યામાથ્ય' ગમે તે કાવ્યલક્ષણ લઈ એ પણ તેઓ હાડાહાડ કિવ હતા. ગદ્ય અને પદ્ય બંનેમાં રસઝરી નિરતર વહેતી.''૧૦૦
શ્રીમદની આ કવિત્વશક્તિથી પ્રભાવિત થઈને શ્રી કાનજીસ્વામીએ કહ્યુ` છે કેઃ
:
“ આ કાવ્યના એકે એક શબ્દની પાછળ ગંભીર ભાવાર્થ રહેલા છે. ’૧૦૧
એગણત્રીશ વર્ષની યુવાન વયે શ્રીમદ્રે સેવેલા મનારથના સામ્રાજ્યનુ નિરૂપણ આ કાવ્યમાં જોવા મળે છે. સામાન્ય રીતે એ વયે ધન, વૈભવ, સત્તા, કુટુ'બ, સાંસારિક સુખા વગેરે મેળવવાની આકાંક્ષા હોય, પણ શ્રીમદને તા એ વયે તેસના ત્યાગની અને મેક્ષપદ મેળવવાની આકાંક્ષા હતી તે આપણે આ કાવ્યમાં જોઈ શકીએ છીએ. તે જ તેમના ઉચ્ચ વૈરાગ્ય બતાવે છે. તેમના એ વૈરાગ્ય વિશે પૂજ્ય ગાંધીજી આ કાવ્યની પહેલી બે કડી ટાંકીને લખે છે કેઃ
“ જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણ ક્ષણે તેમનામાં જોયેલા. ’૧૦૨
ઇચ્છેલું મેાક્ષપદ મેળવવા માટે, નિગ્રંથ મુનિ થઈ દ્રવ્ય તેમ જ ભાવથી શુદ્ધ આત્મચારિત્ર પાળવાના માર્ગ શ્રીમદ્ આદર્શરૂપ ગણ્યા છે. તે ચારિત્ર પાળતી વખતે સામાં આવતાં સંકટો દૂર કરવાના ઉપાય પણ તેમણે આ કાવ્યમાં વિચારી લીધા છે. અને તે બધાનું નિરૂપણ તેમણે ૧૯ કડીએ સુધીમાં કર્યું છે.
શ્રીમદ્ કરેલુ‘ મોક્ષમાર્ગનું વર્ણન જૈન આગમ અને સૂત્રો અનુસાર છે, આથી કેટલીક ૫ક્તિઓમાં ઉત્તરાધ્યયનસૂત્ર', આચારાંગસૂત્ર ’”, “ દશવૈકાલિકસૂત્ર ”, “ ઠાણાંગસૂત્ર ક
((
95
..
૧૦, • સિદ્ધિનાં સાપાન '', ૧૦૧, અપૂર્વ અવસર પરનાં
પ્રસ્તાવના પૃ. ૧૨.
.
પ્રવચના '', પૃ. ૬૫.
૧૦૨ “ગાંધીજીની પ્રસ્તાવના, પ્ર. ૩'', શ્રીમદ્ અને ગાંધીજી, પૃ. ૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org