________________
૪૪૪
શ્રીમની જીવનસિદ્ધિ જેમાંથી આત્માના વૈરાગ આદિને પોષણ મળે તે સશાસ્ત્ર છે. પણ તે શાસ્ત્રો મુખપાઠે હોય તેથી જ બસ નથી થઈ જતું. તે પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી, શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કરેલ હોય, તે જ શાસ્ત્ર યોગ્ય રીતે વાંચ્યાં કહેવાય. શ્રીમદ્દ લખે છે તેમ –
“શાસ્ત્રોનાં પાનાં ઉપાડવાં અને ભણવાં તેમાં કાંઈ અંતર નથી – જે તત્ત્વ ન મળ્યું છે, કારણ કે બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડડ્યાં તેણે કાયાએ બે ઉપાડયો, ભણી ગયા હતા તેણે મને બે ઉપાડ્યો ..શાસ્ત્રાભ્યાસને નિષેધ કરવાને હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને નિષેધ કરીએ છીએ.”૪ ૭
આમ શાસ્ત્રોને સાચા અર્થમાં સમજીને, તેને હૃદયગત કરીને તેનો પરિચય ઠેઠ બારમા ગુણસ્થાન સુધી અવલંબનરૂપ છે તેમ શ્રીમદ્દે અનેક જગ્યાએ કહ્યું છે.
મુમુક્ષુ-મુમુક્ષતા મોક્ષને ઈચ્છક તે મુમુક્ષુ. તેનામાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા હોય છે, અને તેથી જ તે –
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહિ, પણ રૂડું હોય તે જ આચરે.૪૯ આમ મુમુક્ષુ જીવની વર્તના સામાન્ય જનથી જુદા પ્રકારની હોય છે.
મુમુક્ષને સંસારમાં મારાપણું હોય નહિ, જેને સંસારનું સ્વરૂપ વારંવાર, ક્ષણેક્ષણે, કારાગૃહ જેવું ભાસ્યા કરે તે મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. આ મુમુક્ષુ સંસારથી મુક્ત થવા ઈછા કરે છે. અને તેથી સંસારમાં, આરંભ, પરિગ્રહ, વિભવ વગેરેથી જેમ બને તેમ દૂર રહે છે. સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસાસ્વાદ આદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યંગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહી છે. આરંભ-પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિશે પોતાપણાનું અભિમાન મંદ થાય છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થાય છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન એકદમ નિવૃત્ત થઈ જતું નથી, તેથી તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વતાં હોય છે તેને જ્ઞાનીને અર્પણ કરવામાં આવે છે, અને તે દ્વારા જીવ પોતાનું પિતાપણું ઘટાડવા માટે પ્રયત્ન કરે છે. આવા મુમુક્ષુ જ્યાં આરંભ-પરિગ્રહની ઉપાધિ અલ્પ હોય તેવા ક્ષેત્રમાં આજીવિકા માટે વસવાનું પસંદ કરે છે. અને તેનું સમગ્ર વર્તન આત્માના હિત માટે જ થતું હોય છે.
૪૭. “શ્રીમદ્ રાજચંદ્રનાં વિચારનો”, પૃ રર. ૪૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃતિ ૧, આંકઃ ૧૯૪, ૫૮, ૪રર, ૪૯૫ વગેરે. ૯. એજન – અંક ૨૭૪; અને “શ્રીમદ્ રાજચંદ્ર '', આવૃત્તિ ૫, ખંડ ૧, પૃ. ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org