________________
૧૩. શ્રીમદ્ન અન્ય વ્યક્તિએ પર પડેલા પ્રભાથ
અંબાલાલભાઈ ને તથા બીજા ભાઈ આને પણ શ્રીમદ્ પ્રતિ શ્રદ્ધા થઈ. અને શ્રીમદ્દના સમાગમ સત્વર થાય તેમ તેએ ઇચ્છવા લાગ્યા. આમ લગ્નનિમિત્તે અમદાવાદ આવેલા હૈાવા છતાં શ્રી અ‘બાલાલભાઈ જૂઠાભાઈના નિમિત્તે ધર્મની લગની લઈ ખભાત ગયા. સાથે તેઆ જૂઠાભાઈ પર શ્રીમના લખાયેલા પત્રોની નકલ પણ પેાતાના ઉપયાગ માટે લેતા ગયા.
ખભાત ગયા પછી તેમણે શ્રીમને ખ'ભાત પધારવાની વિનતિ કરતા ઉપરાઉપર પત્રો લખ્યા. અને સાથે સાથે તેમાં એવી વિનંતિ પણ કરી કે જો શ્રીમદ્ સંજોગવશાત્ ખંભાત આવી શકે તેમ ન હેાય તે તેમના સમાગમ માટે વવાણિયા કે મુંબઈ આવવાની અનુમતિ માલવી. છેવટે અનુકૂળતાએ ખંભાત આવવાનું બનશે તેવા પત્ર શ્રીમદ્ તરફથી મળતાં તેમને સાષ થયેા હતા.
૫૩
અબાલાલભાઈ આદિ ભાઈ એ સ્થાનકવાસી સ`પ્રદાયના હતા, તેથી નિયમિતપણે ઉપાશ્રયે જતા. પરંતુ જૂઠાભાઈના સમાગમ થયા પછી તેઓ ત્યાં વ્યાખ્યાનમાં બેસવાને બદલે કેાઈ એકાંત જગ્યાએ બેસી શ્રીમના પત્રો ઉતારી લાવ્યા હતા તે વાંચતા તથા વિચારતા. તેમની આવી વર્તણૂક જોઈને તે વખતે તે ઉપાશ્રયમાં રહેલા શ્રી લલ્લુજી મહારાજે ધ સ્નેહથી તે બાબત તેમને પૂછ્યું. અંબાલાલભાઈ એ જવાબમાં તેમને શ્રીમદ્નની વાત કહી સ`ભળાવી કે તેએ સવ આગમના જ્ઞાતા છે, અને આપણી બધી શંકાઓનુ સમાધાન કરી આપે છે. આ સાંભળી લલ્લુજી મહારાજને શ્રીમદને મળવાની ખૂબ ઉત્કંઠા થઈ, કારણ કે કેટલાક પ્રશ્નોની ખાખતમાં તેમના ગુરુ પણ તેમને સંતાષકારક પ્રત્યુત્તર આપી શકયા નહાતા. આથી તેમણે અંબાલાલભાઈ ને એ પુરુષના મેળાપ કરાવી આપવા વિનતિ કરી, જે અંબાલાલભાઈ એ માન્ય કરી.
વિ. સ‘. ૧૯૪૬માં શ્રીમદ્ અંબાલાલભાઈના આગ્રહને માન આપી ખંભાત આવ્યા અને તેમને ત્યાં જ ઊતર્યા. એ વખતે અ’બાલાલભાઈ શ્રીમદ્દને સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં શ્રીમદ્ અને લલ્લુજી મહારાજના મેળાપ થયેા. તેમની પાસે મહારાજની ઘણી મુશ્કેલીએ દૂર થઈ, તેથી તેમને માટે મહારાજને એટલા બધા પૂજ્યભાવ થયા કે તેમણે શ્રીમને ત્રણ દંડવત્ નમરકાર કર્યા. તે પછીથી તેમના શ્રીમદ્ માટેના પૂજ્યભાવ દિવસે દિવસે વધતા ગયા. અને તેને લીધે તેમના અંબાલાલભાઈ સાથેના સંબંધ પણ ગાઢ બન્યા, કારણ કે મુનિ પેાતાને થતા કોઈ પણ પ્રશ્ન શ્રીમદને અંબાલાલભાઈ મારફત જ પુછાવતા.
વિ. સં. ૧૯૪૬ના શ્રીમના સમાગમ પછી અંબાલાલભાઈનુ જીવન શ્રીમમય જ બન્યુ હતું. તેઓ પૂર્વના સંસ્કારી, ઉત્તમ ક્ષયાપશમવાળા, સેવાભાવી અને એકનિષ્ઠ ભક્તિવાળા હતા. શ્રીમદ્ જ્યારે જ્યારે ચીતરમાં આવતા ત્યારે તેએ શ્રીમદ્રની પાસે રહી તેમને માટે બધી જાતની સગવડ કરતા. વળી, જે કાઈ મુમુક્ષુ આવે તેની તેઓ તન, મન અને ધનથી સેવા કરતા. આમ તેમનુ' જીવન વિશેષ વૈરાગ્યમય બનતું ગયું હતું. એના પિરણામે કેટલીક વખત એવુ' પણ બનતું કે તેઓ શ્રીમદ્ની સેવામાં એવા રત બની જતા કે પેાતાનાં પત્ની કે માતાપિતા સાથે પણ કશા સબધ રાખતા નહિ. તેમની આવી
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org