________________
પર
શ્રીમદની જીવનસિદ્ધિ આમ ઘણે અંશે ધર્મ ઓતપ્રોત થઈ ગયું હોવાને લીધે તેમનાં સર્વ આચરણ, લખાણ વગેરે સત્યથી ભરેલાં, નિખાલસ, નિરાડંબર, સરળ અને હૃદયસ્પર્શી બન્યાં હતાં.
આમ છતાં બંનેમાં એક મુખ્ય તફાવત હતો, તે બતાવતાં ગાંધીજી પોતે જ લખે
આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્દ અસંસારી હતા. આપણને અનેક ચોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી.”૩૦
આમ થવાનું મુખ્ય કારણ બંનેના દયેયને ભેદ હતે. શ્રીમદે આત્મકલ્યાણને પિતાનું દયેય બનાવ્યું હતું. ગાંધીજીએ સામાજિક કલ્યાણને પોતાના ધ્યેય તરીકે સ્વીકાર્યું હતું. આથી, આત્મકલ્યાણના દૃષ્ટિબિંદુથી વિચારીએ તો, શ્રીમદ્દની કક્ષા ગાંધીજી કરતાં ઘણી ઊંચી હતી. જેને ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પણ મહાન ગણે છે, તે શ્રીમદ્દ આપણા માટે ઘણું ઘણું મહાન વ્યક્તિ બની રહે તે સ્વાભાવિક છે.
શ્રીમદ્દ અને અંબાલાલભાઈ
શ્રી અંબાલાલભાઈ શ્રીમદ કરતાં ઉંમરમાં બે વર્ષ નાના હતા. તેમના પિતાશ્રીનું નામ મગનલાલ હતું, પણ તેમના માતામહ લાલચંદભાઈને પુત્ર ન હોવાથી તેમણે અંબાલાલભાઈને દત્તક લીધા હતા. આથી અંબાલાલભાઈ ખંભાતમાં શ્રી લાલચંદભાઈને ત્યાં ઊછર્યા હતા અને તેઓ અંબાલાલ લાલચંદને નામે ઓળખાતા હતા. તેમની ન્યાતના શ્રી માણેકલાલભાઈના પુત્ર છોટાલાલ, સુંદરલાલ અને ત્રિભોવનભાઈ સાથે અંબાલાલભાઈને મિત્રતા હતી. તેમને લીધે તેઓ ત્રણ પણ શ્રીમના સમાગમમાં આવ્યા હતા.
વિ. સં. ૧૯૪૫ના વૈશાખ માસમાં શ્રી અંબાલાલભાઈ તથા શ્રી છોટાલાલભાઈ કઈ લગ્ન પ્રસંગે અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓ લગભગ તેમની જ ઉંમરના શ્રી જેઠાભાઈના પરિચયમાં પણ આવ્યા હતા, તેથી તેઓ તેમને ત્યાં ઘણી વખત જતા. જ્યારે વરઘોડો નીકળવાનો હતો ત્યારે અંબાલાલભાઈ તથા અન્ય ભાઈઓ જૂઠાભાઈને વરડામાં જવા બેલાવવા આવ્યા. નાની વયમાં જ વૈરાગ્યવંત બનેલા જૂઠાભાઈ એ વખતે શ્રીમદના આવેલા પત્રોનું વાચન કરતા હતા, તેથી તેમના વિશે કંઈક કહેવાની સ્વાભાવિક ઊર્મિ જ ઠાભાઈને થઈ આવી. પણ મનને પાછું ખેંચતાં તેઓ એટલું જ બોલ્યા કે “ ક્યાં પ્રતિબંધ કરૂ?. અસંબદ્ધ રીતે ઉચારાયેલું આ પ્રશ્નાર્થ વાક્ય અંબાલાલભાઈ આદિથી સમજી શકાયું નહિ. તેથી તેને ખુલાસે તેમણે જૂઠાભાઈને આગ્રહપૂર્વક પૂછો. તેના ઉત્તરમાં જૂઠાભાઈએ શ્રીમદ્દના વિશે વાત કરી અને શ્રીમદ્દના આવેલા કેટલાક પત્ર વાંચવા આપ્યા. તે વાંચતાં
૩૦. ગાંધીજીની પ્રસ્તાવના, “શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org