________________
૧૩. શ્રીમન્ન અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ
દોરી રહ્યા હતા..મારે હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધે. તેની ખૂબી હું સમજવા લાગ્યા.”૨૩
શ્રીમદે લખેલા ઉત્તરે વાંચીને ગાંધીજીના મનનું કેટલું સમામાન થયું હતું તે આ અવતરણ બતાવે છે. ગાંધીજીએ શ્રીમદ્દને પૂછેલા પ્રશ્નો તાત્વિક તેમજ વ્યાવહારિક એમ બંને પ્રકારના છે. પ્રશ્નો પૂછવામાં ગાંધીજીની વિચક્ષણતા જોઈ શકાય છે. આરંભમાં “આત્મા શું છે?” એ પ્રશ્નથી શરૂઆત કરી, તેને લગતા અન્ય પ્રશ્નો જેવા કે “તે શું કરે છે? કર્મ શું છે?” વગેરે પ્રશ્નો મૂક્યા છે. તે પછી તેઓએ ઈશ્વર, તેનું જગત્કર્તાપણું, મોક્ષ, કર્માનુસાર ગતિ વગેરે વિષે જાણવાની જિજ્ઞાસા બતાવી છે. તે પછી ગાંધીજીએ અમુક ચક્કસ ધર્મ વિશેના પ્રશ્ન મૂક્યા છે; જેમ કે, – આર્યધર્મ તે શું? વેદ કોણે કર્યા? ગીતા કોણે બનાવી? વગેરે. આ પછી ગાંધીજી પોતાના મંથનપ્રશ્નો પર આવે છે. તેમાં તેમણે શ્રીમદ્દને ખ્રિસ્તી ધર્મ બાબત અને તેના કેટલાક પ્રચલિત મત બાબત અભિપ્રાય આપવા જણાવ્યું છે. અને છેલ્લે ગાંધીજી શ્રીમદ્દને કેટલાક વ્યવહારુ પ્રશ્ન, ધાર્મિક દષ્ટિએ પૂછે છે. દાખલા તરીકે – અનીતિમાંથી સુનીતિ થશે ખરી? સર્પ કરડવા આવે ત્યારે તેને કરડવા દેવો કે મારી નાખવો? વગેરે. આમ જોઈએ તે ગાંધીજીએ પૂછેલા પ્રશ્નમાં વ્યવસ્થિતપણું, વકીલ તરીકેની ચોકસાઈ વગેરે જોવા મળે છે.
ગાંધીજીએ શ્રીમદ્દમાં જે વિશ્વાસ મૂકીને તેમને અભિપ્રાય ઈછયો હતો, તે વિશ્વાસને સા, કરે તેવા ઉત્તરો શ્રીમદે આપ્યા હતા. તે ઉત્તરો વાંચીને હિંદુ ધર્મની શ્રદ્ધા વધતાં. ગાંધીજી ખ્રિસ્તી ધર્મ અપનાવતા અટકી ગયા હતા. શ્રીમદની કેવી અદ્દભુત અસર!
શ્રીમદે ગાંધીજીના પ્રશ્નોના ઉત્તર, વ્યવસ્થિત રીતે આપ્યા છે. તેમાં કોઈ જગ્યાએ પરસ્પર વિરોધી કે કયાંય પણ તેમની માન્યતા વિશે સંદેહ ઊભો કરે એવું એક પણ વિધાન આવતું નથી; તેમના વ્યવસ્થિત વિચારોમાં વિશદતા પણ એટલી જ રહેલી છે.
આત્મ વિષેના ઉત્તરમાં શ્રીમદે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભકતૃત્વ, અને મોક્ષ એ પાંચ પદ સરળ, સચોટ તથા મિષ્ટ ભાષામાં સમજાવ્યાં છે. જીવ કઈ અપેક્ષાથી ઈશ્વર કહેવાય તથા ઈશ્વરને જગકર્તા કહેવાથી કયા કયા દોષો તેમાં આવે છે તે વિશે તર્કબદ્ધતાથી તેમણે બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે. કર્મ રહિત સ્થિતિ તે મોક્ષ, અને જેમ જેમ કર્મ છૂટતાં જાય તેમ તેમ જીવને તેને ખ્યાલ આવતાં, તેને મોક્ષ થશે કે કેમ તે પણ કહી શકાય તે બાબત જૈન ધર્મના પારિભાષિક શબ્દોના ઉપયોગ વિના ગાંધીજીને ત્રીજા તથા ચોથા પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્દે સમજાવ્યું છે. જીવની કમનસાર ગતિ કઈ રીતે થાય છે તે પછીના ત્રણ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું છે. અહીં સુધીની આત્માને લગતી બાબતેં વિષે શ્રીમકે જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર, છતાં કેઈને પણ ગળે ઊતરે તેવી પ્રતીતિકર ભાષામાં લખ્યું છે.
૨૩. “આત્મકથા ”, ભાગ ૨, પ્રકરણ ૧૫, “શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org