________________
૩. મેક્ષમાળા,
જન દર્શનમાં બતાવેલાં પાંચ મહાવ્રતમાં “બ્રહ્મચર્ય” એ ચોથું વ્રત છે. એ વ્રત સંપૂર્ણપણે પાળવા માટેના કેટલાક નિયમ શાસ્ત્રમાં આપ્યા છે. તેમાં બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ આદિની વસ્તીવાળા વિસ્તારમાં ન જવું, શંગાર સંબંધી કથા ન કરવી, સ્ત્રી સાથે એકાસને ન બેસવું, સ્ત્રીનાં અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું, માખણ, ઘી આદિ પૌષ્ટિક ખોરાક ન લે વગેરે મળી નવ પ્રકારના નિયમોને સમાવેશ થાય છે. તે સર્વને શ્રીમદે સરળ ભાષામાં આ પાઠમાં સમજાવ્યા છે, અને તે સાથે બ્રહ્મચર્યનું મહત્ત્વ પણ બતાવ્યું છે.
આમ શ્રીમદ્દે ચારિત્રપાલનમાં પિષણરૂપ થાય તેવા – દયા રાખવી, નિયમો લેવા, પ્રતિક્રમણ તથા સામાયિક કરવાં, નવકારમંત્રનો જાપ કરવો, બ્રહ્મચર્ય પાળવું, પ્રમાદ, કષાય આદિનો ત્યાગ કરવો વગેરેનો બંધ કરતા “સર્વ જીવની રક્ષા”, “યત્નો”, ૮૮ પ્રમાદ વગેરે પાકોની રચના કરી છે.
આમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે તની સમજણ આપતા પાઠે શ્રીમદ્ રહ્યા છે.
સહાયભૂત પાઠ
સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રને લગતા પાઠે ઉપરાંત શ્રીમદે તે ત્રણે અંગે સમજવામાં સહાયભૂત થાય તેવા કેટલાક પાઠની પણ રચના કરી છે. આપણે સર્વમાન્ય ધર્મ શું છે? માનવદેહની અગત્ય શી? કર્મની વિચિત્રતા કેવી છે ? ઉત્તમ ગૃહસ્થ કોણ? તૃષ્ણ કેવી છે? વિવેક એટલે શું ? – વગેરે વિષે ધર્મની વિચારણામાં સહાયકારી થાય તેવા પાઠો શ્રીમદ્દ રચ્યા છે.
સર્વમાન્ય ધર્મ ” નામના બીજા પદ્યપાઠમાં આ પુસ્તકના કે દ્રવતી વિચારને શ્રીમદ્ સ્પર્શ કર્યો છે. તેમાં વ્યવહારધર્મનું સૌપ્રથમ અને સૌથી અગત્યનું લક્ષણ “દયા” કહી તેને મહિમા વર્ણવ્યો છે. બધા જ ધર્મને માન્ય એવું દયા નામનું તત્ત્વ જિનેશ્વરપ્રણીત ધર્મનું મુખ્ય લક્ષણ છે તે અહીં સ્પષ્ટતાથી કહ્યું છે. જીવમાં દયા હોય તે જ સત્ય, શીલ, દાન વગેરે અન્ય ગુણે પણ શોભે છે. દયા વિના તે ગુણે ટકી શકતા નથી; આમ દયાને ધર્મનું મૂળ કહી, જૈનધર્મમાં તેની કેવી સૂક્ષમતા છે તે બતાવતાં તેમણે લખ્યું છે કે, “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.”૪૫ આવી સૂક્ષમતાથી દયા પાળનાર “તે જન પહોંચે શાશ્વત સુખે.”૪ ૬ પોતાના આ કથનના સમર્થનમાં શ્રીમદે જ શાંતિનાથ પ્રભુનું ઉદાહરણ આપ્યું છે. આમ અહીં તેમણે ધર્મના સૌથી અગત્યના અને સર્વને માન્ય એવા “દયા” તત્ત્વનું સરળ પદ્યમાં નિરૂપણ કર્યું છે.
કર્મના ચમત્કાર” નામના ત્રીજા પાઠમાં જગતમાં દેખાતી જાતજાતની અસમાનતા પ્રત્યે શ્રીમદ્ વાચકનું લક્ષ દોર્યું છે. કઈ પણ બે મનુષ્યમાં બુદ્ધિ, વૈભવ, આકૃતિ, વાચા આદિ અંગે કોઈ પણ રીતે સમાનતા જોવામાં આવતી નથી, તે જગતમાં જોવા મળતા
૪૫. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org