________________
શ્રીમદની જીવનસિદ્ધિ જિતેન્દ્રિયતા અને પાઠ, મનને વશ કરવા વિષે ઘણાં ઉપગી સૂચને આપત, નિબંધરૂપે લખાયેલો છે. પરમાર્થમાર્ગમાં રહેવા માટે ઈન્દ્રિય પર કાબૂ હવે આવશ્યક છે. આ પાંચે ઈનિદ્ર, એક મન વશ થતાં કાબૂમાં આવી જાય છે. તેથી ઈન્દ્રિયોને વશ કરવા માટે મનને વશ કરવું જોઈએ. મનને વશ કરવું કેટલું કઠિન છે તે વિશે “ઉત્તરાધ્યયન સૂત્ર” માંથી ઉદાહરણ લઈને તેમણે લખ્યું છે કે –
“દસ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનાર બહુ દુર્લભ છે, અને તે દસ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે.”૪૨
આ વિષે તેમણે બીજા ઉદાહરણ પણ આપ્યાં છે. અંતમાં મનને જીતવાની ચાવી બતાવતાં તેમણે લખ્યું છે કે –
તે જે દરિછા કરે તે ભૂલી જવી, તેમ કરવું નહિ. તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ ગઈ છે ત્યારે આપવા નહિ. ટૂંકામાં આપણે એથી દોરાવું નહિ, પણ આપણે એને દોરવું, અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે.”૪૩ આમ ઈન્દ્રિયજયને તેમણે અપાર સુખ મેળવવાની ચાવી રૂપે ગણાવ્યું છે.
એ જ રીતે બ્રહ્મચર્યના પાલનને પણ તેમણે એટલું જ અગત્યનું ગણેલ છે. બ્રહ્મચર્યને મહિમા તથા લાભ દર્શાવતા સાત દેહરા શ્રીમદ્ “બ્રહ્મચર્ય વિશે સુભાષિત” નામના ૩૪મા પાઠમાં રચ્યા છે. તેમાં બ્રઢચર્ય પાલનથી સંસારક્ષય થાય છે તે જણાવતાં લખ્યું છે કે –
“એક વિધ્યને જીતતાં, જો સૌ સંસાર,
નૃપતિ જીતતાં છતિએ, દળ પુર ને અધિકાર ”૪૪ વિષયથી જ્ઞાન તથા ધ્યાનને નાશ થાય છે, અને સાથે સાથે બીજી અનેક રીતે પણ નુકસાન થાય છે, તેથી નવ વાડ વિશુદ્ધિથી બ્રહ્મચર્ય પાલન કરવાથી મન, દેહ વગેરે કલ્પવૃક્ષ સમાન બને છે, અને બીજા પણ કેટલાક લાભ થાય છે તે અહીં બતાવી બ્રહ્મચર્યને મહિમા ગાવે છે.
બ્રહ્મચર્યની નવ વાડ વિશુદ્ધિ એટલે શું? –તે શ્રીમદે “બ્રહ્મચર્યની નવ વાડ” નામના ૬લ્મા પાઠમાં સમજાવ્યું છે, કે –
બ્રહ્મચર્યરૂપી ઝાડને પિષણ આપનારી નવ વિધિ તે નવ વાડ એવું રૂપક લઈને બ્રહ્મચર્ય પાળવા માટે આચાર, જલદી સ્મૃતિમાં રહી જાય તે રીતે આ છે.
૪૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૭. ૪૩. એજન, પૃ. ૧૦૮. ૪૪. એજન, પૃ. ૮૨.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org