________________
૧૩. શ્રીમને અન્ય વ્યક્તિઓ પર પહેલો પ્રભાવ
દિવસ શ્રીમદ્દ સાથે ગાળ્યા હતા. તેમાંના લગભગ ૧૦ દિવસ તેઓ ઈડરના પહાડોમાં વસ્યા હતા. ત્યાં શ્રીમદે તેમને ઉત્તમ બેલ આપ્યો હતો, જે ફળદાયી થયા હતા. તે વિષે શ્રી સોભાગભાઈએ વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના રોજ એક પત્રમાં શ્રીમદને લખ્યું
હતું કે –
આ કાગળ છેલ્લે લખી જણાવું છું.....હવે આ પામર સેવક ઉપર બધી રીત કૃપાદૃષ્ટિ રાખશે......દેહ ને આત્મા જુદી છે. દેહ જડ છે, આત્મા ચેતન્ય છે. તે ચેતનને ભાગ પ્રત્યક્ષ જુદે સમજમાં આવતું નહોતે, પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફાટ જુદા દેખાય છે. અને રાત – દિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આ૫ની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે.....વગર ભયે, વગર શાસ્ત્ર વાંચે, થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેને ઘણે ખુલાસે થઈ ગયા છે. જે ખુલાસો પચીસ વર્ષે થાય એ નાતે તે થોડા વખતમાં આપની કૃપાથી થયે છે.”૮ ૪
ઉપરના પત્રથી સ્પષ્ટ થાય છે કે શ્રી ભાગભાઈને સમ્યગ્દર્શન થયું હતું એટલું જ નહિ, આત્મદશા વિશેષ વર્ધમાન થઈ હતી. સમ્યગ્દર્શન થાય પછી વધુમાં વધુ પંદર ભવે મુક્તિ થાય છે, એવું શાસ્ત્રવચન છે. આમ શ્રી સભાગભાઈના ભવકટિ થતાં તેઓ સમીપમુક્તિગામી બન્યા હતા. આ બધું થવામાં શ્રીમદ્દની અસર મુખ્ય કારણભૂત હતી, તેને સ્પષ્ટ સ્વીકાર શ્રી ભાગભાઈ એ ઉપરના પત્રમાં કરેલો જણાશે. તે પછી શ્રીમદ્ સમાધિમરણ કઈ રીતે થાય તે જણાવતા ત્રણ પત્ર વિ. સં. ૧૯૫૩ના જેઠ માસમાં શ્રી ભાગભાઈને લખ્યા હતા, જે ત્રણે પત્રો કઈ પણ મુમુક્ષુએ સમાધિમરણ માટે વિચારવા યોગ્ય છે. તેમાં શ્રી બનારસીદાસજીના “સમયસાર નાટક”માંથી કેટલાંક અવતરણે લઈ સમજાવ્યાં છે, આ અવતરણો સ્વભાવ જાગૃતિ, અનુભવઉત્સાહદશા, સ્થિતિદશા, પરમપુરુષદશાવર્ણન વગેરેને લગતાં છે. આ ઉપરાંત દેહની અનિત્યતા અને અગત્ય બતાવતાં જેઠ સુદ ૮ ના પત્રમાં શ્રીમદ્દ શ્રી ભાગભાઈને લખ્યું છે કે –
પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેના સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગાપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસવરૂપ જાણે, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું કે જેથી ફરી જન્મમરણનો ફેરે ન રહે. તે દહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મેક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. ”૮ ૬
કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. ઘણું નમ્ર ભાવથી ખમાવું છું.”૮૭ ૮૮. “શ્રીમદ્ રાજચંદ્રજીવનકળા”, આવૃત્તિ ૫, પૃ. ૧૨૪. ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પત્રાંક : ૭૨૯, ૭૮૦ અને ૭૮૧ ૮૬ ૮૭. એજન, આ ૭૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org