________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૫૭ છે. પરંતુ ગુજરાતીમાં જોવા મળતી તત્ત્વચમત્કૃતિ આ સરળ ગદ્યાનુવાદમાં જોવા ન મળે તે સ્વાભાવિક છે. વળી, ક્યારેક ક્યારેક ગૂઢ તાની વાતોને ઉતારતાં તેમને નડતી મુશ્કેલી પણ જણાયા વિના રહેતી નથી.
* આત્મસિદ્ધિશાસ્ત્ર અને અંગ્રેજી અનુવાદ પણ બે વ્યક્તિઓ તરફથી પ્રાપ્ત થાય છે. ઈન્દોર હાઈ કોર્ટના જજ, રાવ બહાદુર જે. એલ.જનીએ પ્રત્યેક દેહરાને અંગ્રેજી ગદ્યમાં તરજુમે આ છે; અને આનો બીજો અંગ્રેજી પદ્યાનુવાદ શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીએ કર્યો છે. શ્રી જે. એલ. જેની તરજુમે ઈ. સ. ૧૯૨૩માં “The Atma-Siddhi of Shreemad Rajchandra” એ શીર્ષક નીચે પુસ્તકાકારે પ્રગટ થયો છે. સરળ અંગ્રેજી ભાષામાં “આત્મસિદ્ધિ”ના દોહરાને સમજાવવાનો તેમનો પ્રયત્ન સ્તુત્ય છે. પરંતુ જૈન પારિભાષિક શબ્દોનો અનુવાદ કરવામાં પડતી મુશ્કેલીને લીધે એ અનુવાદ જોઈએ તેટલે વિશદ નથી બની શક્યો. જોકે ભાવાર્થ થોડા વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન તેમણે કર્યો છે, તેમાં પણ તેઓ બહુ સફળ થયા છે તેમ કહી શકાય નહિ. તેમ છતાં માત્ર અંગ્રેજી ભાષા જાણનાર અને ગુજરાતીમાં “આત્મસિદ્ધિ” નો આસ્વાદ ન માણી શકનારને તે ઉપયોગી થાય તેવો તે બન્યું જ છે. શ્રીમની વાણી અનુભવની હતી, તેથી તેમના લખાણમાંથી જે અનુભવને રણકાર અને છાપ ઊઠે છે તે તેના અનુવાદમાંથી ન ઊઠે તે સ્વાભાવિક છે. શ્રી જૈનીએ કરેલ અનુવાદનો એક નમૂન જોઈએ : “ આત્મસિદ્ધિ” ના ૧૧પમાં દોહરાનું તેમણે આ પ્રમાણે ભાષાંતર કર્યું છે ?
“ When the false identification of the soul with the body ceases, thou dost no karma, nor dost thou enjoy (the fruit) thereof. This is the secret of True Religion."18 મૂળ દેહર આ પ્રમાણે છે –
છૂટે દહાધ્યાસ તે, નહી કર્તા / કર્મ,
નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીએ કરેલા “આત્મસિદ્ધિના અંગ્રેજી પદ્યાનુવાદની બાબતમાં પણ એમ જ બન્યું છે. ૧૫ પારિભાષિક શબ્દોના અનુવાદની મુશકેલી તેમને પણ નડી છે. વળી, ગદ્યને બદલે પદ્ય હોવાથી ચરણનાં લય અને બંધારણને કારણે એ મુકેલી વધે તે સમજાય તેમ છે. આ ઉપરાંત ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષા પરનો આ છે કાબૂ આ પદ્યાનુવાદને બહુ સફળ નથી બનવા દેતે, એ પણ જોઈ શકાય છે. તેના એક-બે નમૂના જોઈએ. “આત્મસિદ્ધિના ૧૧૫ મા દોહરાને તેમણે આ પ્રમાણે અનુવાદ કર્યો છે –
98. “The Atma-Siddhi of Shreemad Rajchandra ", Page 19. ૧૫. આ અનુવાદ “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી માર્ચ થ' પૃ. ૧૪૪ ૫ર છપાયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org