________________
૨૫૬
શ્રીની અષનસિદ્ધિ * આત્મસિદ્ધિશાસ્ત્રના અનુવાદ અને અભ્યાસ
કરવાની વૃત્તિ ન ર મૂકી શકાય નહીમાં છે. આ ઉપરાવજીભાઈ દેસાઈ,
વિ. સં. ૧૯૫૨માં “આત્મસિદ્ધિની રચના થઈ. તે શાસ્ત્રની એક નકલ શ્રી અંબાલાલભાઈને શ્રીમદે આપી હતી. એ શાસ્ત્ર વાંચ્યા પછી પેલાને કે અર્થ સમજા છે તે જાણવા માટે અંબાલાલભાઈ એ તેને ગદ્યાનુવાદ કરીને શ્રીમદ્રને તપાસવા મોકલ્યો હતું. આ અનુવાદ તેમણે માગશર સુદ ૧૨ પહેલાં, એટલે કે “આત્મસિદ્ધિ”ની રચના પછી લગભગ બે માસમાં કર્યો હતેા. વિ. સં. ૧૯૫૩ના માગસર સુદ ૧૨ના રોજ શ્રીમદે અંબાલાલભાઈને તે વિશે લખ્યું છે કે, “આત્મસિદ્ધિની ટીકાનાં પાનાં મળ્યાં છે. ૧૩ તે પરથી અનુમાન કરી શકાય કે વિ. સં. ૧૯૫૩ના માગસર સુદ ૧૨ પહેલાં અંબાલાલભાઈએ એ અનુવાદ પૂર્ણ કરી શ્રીમદને પહોંચાડ્યો હતો. એ અનુવાદ શ્રીમની દૃષ્ટિ તળેથી નીકળી ગયો હતો, પણ તેની કક્ષા શ્રીમદ્દને કેવી લાગી હતી તે વિશેનો તેમનો અભિપ્રાય જાણવા મળતું નથી. પણ શ્રીમદે તે અનુવાદ તપાસ્યા હોવાથી તેમાં ગંભીર કે નાની કેઈ જાતની ભૂલ રહેવા પામી ન હોય તે નિઃશક છે. એથી જ શ્રી અંબાલાલભાઈએ કરેલ ગયાનુવાદ શ્રીમદ્દના “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની સાથોસાથ જ લગભગ બધી જગ્યાએ સ્થાન પામતો રહ્યો છે.
તે પછી મનહરલાલ કડીવાલા, ભેગીલાલ શેઠ આદિ કેટલીક વ્યક્તિઓએ “આત્મસિદ્ધિ”ની ગાથાઓનો સ્વતંત્ર ગાભાવાર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં અનુવાદ કરવાની વૃત્તિ કરતાં તે ગાથાઓ ટૂંકાણમાં સમજાવવાનું વલણ વિશેષ દેખાય છે. એથી અનુવાદની કોટિમાં તેને મૂકી શકાય નહિ. અને તેઓએ આપેલો ભાવાર્થ પણ મુખ્યત્વે અંબાલાલભાઈએ કરેલા અનુવાદના અનુસંધાનમાં છે. આ ઉપરાંત આ શાસ્ત્રની કડીઓને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન પૂ. શ્રી કાનજીસ્વામી, જે. ગિ. શેઠ, રાવજીભાઈ દેસાઈ, બ્રહ્મચારીજી વગેરેએ કર્યો છે. વળી પંડિત સુખલાલજી, મનસુખભાઈ રવજીભાઈ, બ્રહ્મચારીજી, પ્રો. દિનુભાઈ પટેલ, મુકુલભાઈ કલાથી વગેરેએ વિવેચનંરૂ૫ લેખો પણ “આત્મસિદ્ધિ” વિશે લખ્યા છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર”ના ઉપર જોયા તે ગુજરાતીમાં થયેલા ગદ્યાનુવાદ ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ તેના ગદ્ય કે પદ્યમાં અનુવાદ થયેલા છે. હાલમાં તેના હિંદી, અંગ્રેજી, સંસ્કૃત તથા મરાઠી એ ચાર ભાષામાં અનુવાદ મળે છે.
* આત્મસિદ્ધિશાસ્ત્રના હિંદીમાં બે વ્યક્તિઓએ કરેલા અનુવાદ મળે. છે શ્રી ઉદયલાલ કશીવાલ અને શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રી, એ બંનેએ હિંદી ગદ્યમાં જ અનુવાદ કર્યો છે. શ્રી ઉદયલાલ કશલીવાલે “આત્મસિદ્ધિ અને હિંદી ગદ્યાનુવાદ વિ. સં. ૧૯૭૬માં પ્રગટ કર્યો છે, અને શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ કરેલો હિંદી અનુવાદ તેમણે કરેલા “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથના હિંદી અનુવાદના પુસ્તકમાં આપ્યો છે. વિ. સં -૧૯૪૪માં પ્રગટ થયેલા પુસ્તકમાં આખા ગ્રંથનું હિંદી ભાષાંતર થયેલું જોવા મળે છે. ગુજરાતી ભાષા ન જાણનારા હિંદીભાષીઓ માટે આ બંને અનુવાદ “આત્મસિદ્ધિશાસ્ત્રના અભ્યાસ માટે ઠીક ઠીક ઉપયોગી થાય તેમ
૧૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org