________________
શ્રીમતી જીવનસિદ્ધિ પૂ. ગાંધીજીએ કરેલા શ્રીમદ્દના વર્ણન પરથી આપણે જાણી શકીએ છીએ કે શ્રીમદ વ્યવહારમાં રહેવા છતાં પણ કેટલા વૈરાગી તથા સંયમી હતા ! અને તેમના એ વૈરાગ્યની છાપ તેમના મુખ પર ફેટામાં દેખાય છે તેમાં કશું આશ્ચર્યજનક નથી. ગાંધીજી જ નહિ, શ્રીમના પરિચયમાં આવનાર બીજી બધી વ્યક્તિઓ પણ એ જ જણાવે છે કે શ્રીમદમાં ઘણું કંઠમાધુર્ય હતું, ગમે ત્યારે વાત કરે ત્યારે સામા માણસને તેમને સાંભળ્યા કરવાની ઈચ્છા કદી તૃપ્ત જ ન થાય. અને એ ગુણ તેમની તત્ત્વ સમજાવવાની શક્તિમાં ઘણું વધારે કરતે હતા, એમ ઘણુનું જણાવવાનું થયેલ છે. શ્રીમકની રહેણીકરણીમાં તથા વાણીમાં વ્યક્ત થતી ઊંડા વૈરાગ્યની છાપ લલ્લુજી મહારાજ, ગાંધીજી, સભાગભાઈ વગેરે તેમના પરિચયમાં આવનાર વ્યક્તિઓ પર પણ ઘેરી પડી હતી, એ પરથી શ્રીમદ્દની રગેરગમાં વ્યાપેલા વૈરાગ્યને કંઈક ખ્યાલ આવશે.
એ વૈરાગ્ય ધીરે ધીરે શ્રીમદના જીવનમાં વધુ ને વધુ ઘેરે બનતે ગયે હતે. શ્રીમદ શરીર પ્રતિ પણ ખાસ લક્ષ આપતા ન હતા, તેથી વધુ ને વધુ કુશ થતું ગયું હતું. તેમનું વજન ઘટતાં ઘટતાં વિ. સં. ૧૫૬માં ૬પ પોંડ થઈ ગયું હતું, અને વિ. સં ૧૯૫૭માં, તેમના અવસાન પહેલાં બે મહિને ૪૫ પોંડ થઈ ગયું હતું. તેમ છતાં તેમને વૈરાગ્ય અને તેમનું મનોબળ એટલાં બધાં દઢ હતાં કે તેમની એ કૃશતાનો કેઈ ખ્યાલ તેમના મુખ પરથી આવી શકતા નથી. વિ. સં. ૧૯૫૬ની સાલમાં લેવાયેલા શ્રીમદ્દના બે ફાટા મળે છે, તેમાં તેમના શરીરનાં હાડકહાડકાં સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં એક ફેટામાં તેઓ પદ્માસન વાળી કાઉસગમાં ટટ્ટાર બેઠા છે, તો બીજા ફોટામાં સ્થિર ઊભા છે. તેમના જેવી દેહની કૃશતા હોય તે પથારીમાં સીધા સૂઈ પણ ન શકાય. તેને
ટલા ટટ્ટાર બેસવું કે ઊભા થવુ તે તેમના દઢ મનોબળની પ્રતીતિ કરાવે છે. આ બંને ફોટામાં તેમના મુખ ઉપર વીતરાગતા ફેલાયેલી છે, અને આંખોમાં અદભુત શાંતિ છે. આ બધા સાથે મુખ પર સૌમ્યતા અને પ્રકુલિતતા પણ દેખાય છે, જેથી તેમને શરીર અને દુનિયા કેઈ સાથે નહિ પણ માત્ર આત્માનંદ સાથે જ સંબંધ હતું તેની પ્રતીતિ થાય છે. આ બંને ફેટામાં એક પતડી સિવાય કઈ પણ જાતનું વસ્ત્ર શરીર પર નથી. શ્રીમન્નાં આ બધાં વિશિષ્ટ લક્ષણ તથા ભાવો આપણું પર જિનગીની છાપ પાડે છે.
શ્રીમદનું ગાંધીજીએ આપેલું વર્ણન, તેમના ઉપલબ્ધ ફોટાઓ, તેમનું લખાણ વગેરે તેમના આધ્યાત્મિક વિકાસની રૂપરેખા દર્શાવે છે. તે દિવસે દિવસે સંસારથી છૂટતા જતા હતા, અને મોક્ષની નજીક પહોંચતા જતા હતા. તેમનાં વાણું, વર્તન સર્વ સંયમાથે હતાં. “ અપૂર્વ અવસરમાં તેમણે ભાવલી “સંયમના હેતુથી ચોગપ્રવર્તન”ની ભાવના સાકાર કરવા તેઓ પૂર્ણપણે પ્રયત્નશીલ હતા.
શ્રીમદ સંસારમાં જ રહ્યા હતા, છતાં આત્માર્થ સાધવાની એક પણ તક તેઓ જતી કરતા નહિ. શ્રીમદ મુંબઈમાં રહેતા ત્યારે તેમનું જીવન એક જવાબદાર વેપારી ગૃહસ્થનું રહેતું, તેથી તેઓ ચારે બાજુને પૂર્ણ પણે વિચાર કરીને વર્તતા અને પ્રત્યેક કાર્યમાં સારાસારના વિવેક મુજબ નિર્ણય લેતા. તેમની અંતરંગ શ્રેણી આત્માર્થ પ્રતિની હતી, છતાં જરૂર પડયે વ્યાવહારિક કાર્યોમાં પણ તેમાં ભાગ લેતા. પણ તેમાં કયાંયે રસપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org