________________
૧. જીવનરેખા
કામ ન કરતા; તે કાર્ય પણ અન્ય આત્માને પિતા તરફથી દુઃખ ન પહોંચે એ જ હેતુથી તેઓ કરતા. શ્રીમદ્ પોતાની બહેનનાં લગ્ન વખતે પણ પિતાની આજ્ઞા અનુસાર વર્તવાનું વલણ રાખ્યું હતું, તેમને એ લગ્ન-પ્રસંગ ઉપર વવાણિયા જવાની ઈચ્છા હતી નહિ. પણ તેમ કરે તો માતાપિતાને દુઃખ થાય એ ખ્યાલથી તેમણે એ પ્રસંગમાં ઉદાસીનભાવે ભાગ લીધો હતો. તેમનું ચિત્ત એટલું બધું કેમળ હતું કે કઈ પણ આત્માને પિતાનાથી બને ત્યાં સુધી દુખ ન પહોંચે તેને સતત ખ્યાલ રાખતા. વેપારકાર્યમાં પણ તેમનું વર્તન પ્રામાણિક તથા સમજદાર વ્યક્તિ તરીકેનું રહેતું. મુંબઈમાં હોય તે સમયે લાંબો ડગલો, ધતિ આદિ પહેરતા, પણ તે બહ સફાઈદાર રાખવાની તેમને ચીવટ નહોતી. તેઓ તે આત્માનંદમાં જ મગ્ન રહેતા, અને બાહ્ય દેખાવ વિશે ઉદાસીન રહેતા. વળી, ખાવાપીવામાં બાળવયથી જ વિદેહી દશા હતી. અમુક વર્ષો સુધી તો તેઓ બધે ખોરાક લેતા હતા, પણ જેમ જેમ સંયમ વધતો ગયો તેમ તેમ અમુક લીલોતરી, અમુક અનાજ વગેરે છોડતા ગયા હતા. વળી, જૈન આચાર પ્રમાણે પાંચ-પરબી લીલેરી વગેરેનો પણ એમને ત્યાગ હતો.
પરંતુ તેમનું સાચું સંયમી જીવન તે તેઓ મુંબઈની બહાર નિવૃત્તિ અર્થે જતા ત્યારે જોવા મળતું. વિ. સં. ૧૯૪૬ પછીથી લગભગ દરેક વર્ષે પર્યુષણ કે દિવાળીના અરસામાં તેઓ મુંબઈ બહાર રહેતા. તેમાંથી થોડે વખત તેઓ વવાણિયામાં તેમનાં માતાપિતા પાસે, અને બાકીને સમય ફાળજ, કાવિઠા, ઈડર તથા ચરોતરના અન્ય પ્રદેશમાં વિચરતા. એ રીતે શ્રીમદ્દ વિ. સં. ૧૯૪૬માં અષાડ માસથી આ માસ સુધીના ચાર માસ મોરબી, વવાણિયા, ખંભાત તથા તેની આસપાસના પ્રદેશમાં રહ્યા હતા. વિ. સં. ૧૯૪૭ના ભાદર તથા આસે એ બે માસ રાળજ તથા વવાણિયા ક્ષેત્રે ગાળ્યા હતા. વિ. સં. ૧૯૪૮ના કારતક સુદથી માગસર સુદનો એક માસ વવાણિયા, મોરબી તથા આણંદ વચ્ચે પસાર કર્યો હતો. વિ. સં. ૧૯૪ત્માં ભાદરવા માસમાં આઠ દસ દિવસ માટે તેઓ પેટલાદ તથા ખંભાત ગયા હતા. વિ. સં. ૧૯૫૧ને શ્રાવણથી આ સુદ સુધી લગભગ બે માસને સમય શ્રીમદ્ વવાણિયા, રાણપુર, ધર્મજ આદિ સ્થળોએ પસાર કર્યો હતો. અને તેઓ મુંબઈ બહાર સૌથી લાંબો સમય રહ્યા હોય તો તે વિ. સં. ૧૯૫૨ના શ્રાવણ સુદથી વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ સુધીને લગભગ દસ માસનો સમય. આ બધે સમય તેમણે વવાણિયા, રાળજ, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ, મેરબી, સાયલા, ઈડર, કાવિઠા વગેરે સ્થળોએ ગાળ્યો હતો. છૂટાછવાયા થઈને લગભગ ત્રણેક માસ શ્રીમદ્દ ઈડરમાં વસ્યા હતા. વિ. સં. ૧૯૫૪માં પણ તેઓ લગભગ ચારેક માસ મુંબઈ બહાર રહ્યા હતા. તેમાંથી શ્રાવણ વદથી બીજા આ સુદ સુધીના ત્રણ માસને સમય તેમણે કાવિઠા, ઉત્તરસંડા, ખેડા, વસે, આદિ સ્થળેએ પસાર કર્યો હતો. વિ. સં. ૧૯૫૫માં પણ માગસર સુદથી વૈશાખ સુદ સુધીના પાંચ માસનો સમય તેમણે ઈડર, મોરબી, વવાણિયા સ્થળોએ માન્યો હતે. આ વર્ષ આસપાસથી તેમણે વેપારમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, તેથી તેઓ ઘણે સમય અન્ય ક્ષેત્રે વસી શકે તેમ હતું. વિ. સં. ૧૯૫૬માં પણ શ્રીમદ્ ઘણે સમય મુંબઈ બહાર રહ્યા હતા, તે સાલના ચિત્ર સુદથી વિ. સં. ૧૫૭ના કારતક સુધી ધરમપુર, અમદાવાદ, વવાણિયા, મોરબી, વઢવાણુ વગેરે સ્થળેએ તેઓ ફર્યા હતા, અને વિ. સં. ૧૫૭ના કારતક માસથી પોષ માસ સુધી મુંબઈમાં રહી, પોષ વદમાં ત્યાંથી નીકળી તીથલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org