________________
શ્રીમદની જીવનસિદ્ધિ વલસાડ, વઢવાણ, રાજકેટ, મોરબી વગેરે સ્થળોએ રહ્યા હતા. અને એ જ સાલમાં ચિત્ર માસમાં રાજકેટ મુકામે, શ્રીમદ્દ દેહાંત થયે હતો. આમ શ્રીમદ્દ સંસારમાં રહીને પ્રત્યેક વર્ષના અમુક મહિના મુંબઈ બહાર નિવૃત્તિક્ષેત્રમાં આત્મશ્રેયાર્થે ગાળતા હતા.
પિતે જે સ્થળોએ જાય તે તે સ્થળોએ બને ત્યાં સુધી તેઓ ગુપ્ત રહેવા પ્રયત્ન કરતા. અને એકાંતમાં રહી સ્વાધ્યાય, મનન, ધ્યાન આદિમાં પોતાને સમય પસાર કરવાની તેઓ મહેચ્છા સેવતા. ગુપ્ત રહેવાના પિતાના સતત પ્રયત્ન છતાં તેઓ વારંવાર ઓળખાઈ જતા. અને તેઓ જે સ્થળે જાય તેની આસપાસનાં ગામડાંઓમાંથી લો કે તેમને ઉપદેશ સાંભળવા આવતા. શ્રીમદ્દ તેમને નિરાશ ન કરતાં બંધ કરતા, અને સર્વનું કલ્યાણ થાય તેવી ભાવના સેવતા. લોકોના ઘસારાથી બચવા તેઓ ઘણી વખત જંગલમાં કે પહાડોમાં પણ ચાલ્યા જતા, પણ ત્યાંયે લોકો તેમને કેડે મૂકતા નહિ! આવી જગ્યાએ એમના તરફથી અપૂર્વ બંધ થતું, તેથી મુમુક્ષુઓને તે વિશેષ આનંદ થતે, એટલે તે તકને લાભ તેઓ ચૂકતા નહિ.
શ્રીમદ્દ જ્યારે નિવૃત્તિક્ષેત્રોમાં વસતા ત્યારે તેમનું જીવન વિશેષ સંયમી બનતું. તેઓ એક ઉચ્ચ કેટિના ત્યાગીનું જીવન જીવતા. તેઓ વવાણિયા હોય ત્યારે ભરબપોરે, સાંજે કે રાત્રે ગમે તે સમયે એકલા ત્યાંની આસપાસની કેઈ તલાવડીએ જઈને ધ્યાનમાં બેસી જતા; બીજા કેાઈ ક્ષેત્રમાં હોય ત્યારે પણ આસપાસના કેઈ નિર્જન સ્થળમાં જઈને બેસી જતા અને કેટલીકવાર તો કલાક સુધી જંગલમાં કે કોઈ વૃક્ષ નીચે બેસીને સૂત્રની ગાથાઓ બેલ્યા કરતા. વિ. સં. ૧૫રમાં શ્રીમદ્ કાવિઠામાં ઝવેર શેઠના મેડા ઉપર ઊતર્યા હતા. શ્રીમદ્ ત્યારે રોજ રાત્રે કેઈને કહ્યા વિના જગલમાં ચાલ્યા જતા, તેથી તેમની ખબર રાખવા શેઠે લલ્લુભાઈ કરીને એક બારૈયાને રાખ્યો હતો. તેને દાદર પાસે જ સુવાડતા. પણ શ્રીમદ્દ તો રાત્રે એકબે વાગ્યે જંગલમાં ચાલ્યા જ જતા. પેલે ચોકીદાર જાગીને જુએ તો શ્રીમદ્દ ન દેખાય, એટલે બધાને ઉઠાડે. અને પછી બધા ફાનસ લઈને ગોતવા નીકળે તો તેઓ મીઠુજીના કૂવા પર ધ્યાનમાં બેઠેલા દેખાય !૧૦૯ આમ રાત્રે પણ તેમને ઘણી ઓછી ઊંઘ હતી. દિવસના તેઓ કાવિઠાની ચારે બાજુ આવેલી તલાવડીઓમાંથી કેાઈ તલાવડી પર જઈને બેસતા. તેઓ ચાલતા ત્યારે પોતાના શરીર તરફ જરા પણુ લક્ષ ન રાખતા, અને અન્ય જીવના રક્ષણ માટે ખૂબ ઉપગ રાખતા, અને જ્યાં જીવજંતુ ન હોય તેવી ધૂળવાળી કે રેતવાળી જગા જ બેસવા માટે પસંદ કરતા. કાંટા, ઝાંખરાં આદિમાંથી પસાર થાય અને લોહી નીકળે, ખરે તડકે ખુલે પગે ચાલવાથી પગમાં ફોલ્લા ઊપડે, ગમે તે થાય, પણ તેઓ ઉદાસીન રહેતા, એ તેમની સાથે રહેનારાઓમાંના ઘણાને અનુભવ હતા.
વિ. સં. ૧૫૫માં ઈડર દેઢ માસ રહ્યા તે વખતે પણ તેઓ મધ્યાહે ગઢ ઉપર દેવદર્શન કર્યા પછી, અમાઈ ટૂંકરૂઠી રાણીનું માળિયું કહેવાય છે ત્યાં એકાંતમાં બેસીને જ દશયતિધર્મ વગેરે વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઊતરતા અને જગલમાં પથ્થર પર બેસીને તેઓ “ઉત્તરાધ્યયન ” “સૂયગડાંગ” “દશવૈકાલિક આદિ સૂત્રોને
૧૦૯. “શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org