________________
૧. જીવનરેખા
મુખપાઠ કરતા. ત્યાંથી આવીને ડે. પ્રાણજીવનદાસને ત્યાં જમતા, અને રાત્રે ડુંગર પર જતા કે ચંદન ગુફામાં બેસીને ચિંતન કરતા. સાંજે ચાર વાગ્યે જંગલમાં જાય ત્યારે તેઓ લલ્લુજી આદિ મુનિઓ સાથે સત્સંગ પણ કરતા. આ પહેલાં પણ વિ. સં. ૧૯૫૨માં શ્રીમદ્ ત્રણ માસ ઈડરમાં રહ્યા હતા.
અન્ય સ્થળોએ તેઓ રહેતા ત્યારે પણ ખૂબ સંયમી રહેતા. તેમની સેવામાં જે કોઈ હોય તેની પણ સેવા તેઓ લેતા નહિ, સૂવા માટે ગાદલાને ઉપયોગ કરતા નહિ. વળી,
જ્યાં ડાંસ, મરછર આદિને ઉપદ્રવ હોય ત્યાં જઈ નિર્લેપભાવે બેસી ધ્યાન ધરતા. અને કઈ આવીને તેમને ઝીણું વસ્ત્ર ઓઢાડી જાય છે તે પણ કાઢીને તે જીવથી થતા પરિષહ શાંતિથી સહેતા. એકલા એકલા નિર્જન સ્થળોમાં જઈ તેઓ ગાથાઓ બોલ્યા કરતા કે આત્મચિંતન કરતા. ખાવા-પીવામાં પણ સાવ નિઃસ્પૃહ રહેતા. કેટલીક વખત, કેઈ સૂઝત આહાર૧૧૦ આપે તે જ લેતા, માગતા નહિ, અર્થાત્ મુનિ જેવો સંયમ પાળતા. વિ. સં. ૧૯૫૪માં તેઓ વસેથી એક માઈલ દૂર આવેલા ચરામાં રહ્યા હતા, ત્યારે તો માત્ર બે રૂપિયાભાર લોટની રોટલી, તથા થોડું દૂધ એટલું દિવસમાં એક વખત વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહિ. કેટલીક વખત દૂધ તથા ઘીમાં બનાવેલ શાકભાજીને જ આહાર તરીકે ઉપયોગ કરતા. વસ્ત્ર માટે પણ તેવા જ નિઃસ્પૃહ રહેતા. સામાન્ય રીતે આવાં ક્ષેત્રોમાં તેઓ એક પંચિયાનો ઉપયોગ કરતા, અને તેના છેડા બંને ખભા પર રહેતા.
શ્રીમદ આમ સર્વ રીતે નિઃસ્પૃહી બની શક્ય હોય ત્યાં સુધી એકાંતનું સેવન કરતા. પરંતુ જેટલો સમય નિવૃત્તિક્ષેત્રમાં હોય તે બધો સમય તેમ થવું કઠિન હતું. તેમના સમાગમના ઈચ્છક સેભાગભાઈ અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ આદિ મુનિઓ, તેઓ જે જગ્યાએ હોય તે જગ્યાએ આવતા અને દિવસને અમુક ભાગ તેમના સમાગમમાં ગાળતા. આ ઉપરાંત તેઓ જે ગામમાં હોય તે સ્થળે પણ ઓળખાઈ જતા, અને તેથી આસપાસના લોકો પણ તેમને ઉપદેશ સાંભળવા આવતા. અમુક અમુક સમયે શ્રીમદ્ તેમને પણ સતેષતા.
શ્રીમદની ઉપદેશ આપવાની શૈલી પણ એટલી સરસ હતી કે લોકો મુગ્ધ બનીને સાંભળ્યા કરતા. વળી તેમનું કંઠમાધુર્ય એવું અજબ હતું કે સાંભળનારની તે માટેની તૃષ્ણ છીપે જ નહિ. આ અનુભવ ગાંધીજી, મલુકચંદભાઈ, પૂજાભાઈ ભટ્ટ, છોટાલાલ માણેકચંદ વગેરેને થયે હતો. અને એનું પરિણામ એ આવતું કે તેઓ જ્યારે ઉપદેશ આપે ત્યારે ત્યાં લોકોને એટલો ભરાવો થતો કે જે સ્થળ હોય તે નાનું પડતું, અને ઘણાને ઊભા રહીને સાંભળવાનો વખત આવતો. તેમના ઉપદેશની બીજી ખૂબી એ હતી કે અમુક પ્રશ્નો પૂછવાનું ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, અને
૧૧૦. સૂઝત આહાર : અમુક લીલોતરી, કંદમૂળ આદિના ઉપયોગ વિનાની, અગ્નિથી દૂર રહેલી, પોતાના માટે ન બનાવેલી હોય તેવી, આવા અનેક નિયમાનુસાર બનાવેલી રસોઈ કઈ વ્યક્તિ પોતાના ભાગમાંથી આવે તે આહાર. મુનિઓને આ આહાર લેવાની આજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org