________________
શ્રીમની જીવનસિદ્ધિ ઉપદેશ આપવાનો પૂરો થાય ત્યારે કોઈને કંઈ પ્રશ્ન પૂછવાને રહે નહિ.૧૧૧ એ સાથે તેમની વાણીમાં પૂર્વાપર અવિરોધ રહેતું. તેમણે આપેલા બેધને કેટલેક ભાગ “ ઉપદેશછાયા) ઉપદેશનેધ, વ્યાખ્યાનસાર આદિ શીર્ષક નીચે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે.
ઉપદેશ આપતા હોય ત્યારે, વાર્તાલાપ કરતા હોય ત્યારે કે એકલા બેઠા હોય ત્યારે પણ તેમની મુખમુદ્રા તન શાંત રહેતી. તે વિશે શ્રી મલચંદભાઈ લખે છે કે –
સાહેબજીની મુખમુદ્રા તદ્દન વિષય કષાય રહિત અને શાંત હતી, અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહિ–કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય તેમ જ લાગતું ! તેઓ વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહિ, આ ખંડ ઉપયોગ રાખતા. તથા વાતની સંકલન અદ્દભુત લાગતી. ખાતાં, ઊઠતાં, બેસતાં તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. ૧ ૧ ૨
આવો અનુભવ રણછોડભાઈ, ધારશીભાઈ આદિ અનેક ભાઈઓને થયેલ. તેમના મુખ પર અંતરાનંદની છાયા હમેશાં દેખાતી.
મુંબઈમાં પણ શ્રીમદ સંયમી જીવન જીવતા, પરંતુ તેઓ વનક્ષેત્રોમાં વસતા ત્યારે તેમનું જીવન અધિક સંયમી બનતું. તેઓ કોઈ પણ જાતનો હર્ષશેક કરતા નહિ, અને ઉદયભાવ પ્રમાણે વર્તી માત્ર આત્મામાં લીન રહેતા. તેમાંથી જે આત્મશક્તિ પ્રગટતી તેનું તેજ હંમેશા તેમને મુખ પર છવાયેલું રહેતું.
શ્રીમને સમ્યગ્દર્શન થયું હતું? સમ્યગ્દર્શન એટલે આત્મા જડથી જુદો પડે છે એવી નિષ્ઠા થવી તે. પરિણામે આત્માનું યથાર્થ જ્ઞાન થાય છે. જેણે શુદ્ધ, ચિત ઘન, આનંદસ્વરૂપી વગેરે ગુણોવાળે આત્મા સ્પષ્ટ દેહથી ભિન્ન અનુભવ્યો હોય તે સમ્યગ્દશી અને સમ્યજ્ઞાની કહેવાય છે. આ આત્માનો અનુભવ જેને ન થયો હોય તે મિથ્યાદષ્ટિ છે.
જન સિદ્ધાંત પ્રમાણે અનંતાનુબંધી કષાયે અને મિથ્યાત્વને ક્ષય કે પશમ થાય અને આત્મા વિશે ભેદજ્ઞાન થાય ત્યારે જીવ થે ગુણસ્થાનકે આવ્યો કહેવાય. સમ્યગ્દર્શન થયા પછીથી એટલે કે ચોથે ગુણસ્થાનકે આવ્યા પછીથી તે સંપૂર્ણ જીવનમુક્ત થાય ત્યાં સુધીની તેવા જીવની વર્તના અન્ય જીવો કરતાં જુદા પ્રકારની હોય છે. તેનું પ્રત્યેક કાય સંસારથી મુક્તિ પામવા માટેનું હોય છે, તેથી તેને સર્વમાં ઉદાસીનભાવ વતતે હોય છે,
૧૧૧. જુઓ શ્રી છોટાલાલ માણેકચંદ, મલકચંદ, આદિએ વર્ણવેલા પિતાના અનુભવે, “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ,” પૃ. ૧૦૪, ૧૧૦ આદિ.
૧૧૨. “ શ્રીમદ્ રાજચંદ્ર : અધ શતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૧૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org