________________
૧૩. શ્રીમના અન્ય વ્યક્તિએ પર પડેલા પ્રભાવ
૫૫
66
ઘણા ધર્માચાર્યાના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યા છું. દરેક ધર્મના આચાયોને મળવાના પ્રયત્ન મેં કર્યા છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈ એ પાડી તે ખીજા કાઈ નથી પાડી શકયા. તેમનાં ઘણાં વચનેા મને સેાંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તે મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમના આશ્રય લેતો. ૨૧
ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પર આટલી ઘેરી છાપ પાડનાર શ્રીમની મહત્તા કેવી હશે ! શ્રીમદ્દ તથા ગાંધીજીના પરિચય આ રીતે વિકસતો જતો હતો, તે વખતે પારખંદરના અબ્દુલા શેઠ નામના એ મુસ્લિમ વેપારીએ પેાતાની દક્ષિણ આફ્રિકાની પેઢીના વ્યાપારી કૈસ અંગે, એક વર્ષ માટે પગારદાર વકીલ તરીકે આફ્રિકા આવવાની ગાંધીજી પાસે માગણી કરી. મુંબઈની કોર્ટમાં એક વખત નિષ્ફળ ગયેલા ગાંધીજીએ એ વાત સ્વીકારી લીધી, અને વિ. સ. ૧૯૪૯ના ઉનાળામાં તેએ એકલા આફ્રિકા ગયા. ત્યાં બંને પક્ષ વચ્ચે સમજૂતી કરાવી ગાંધીજીએ હાથમાં લીધેલું કામ એક વર્ષમાં સફળતાથી પૂરું કર્યું".
મળેલી સફળતાથી ગાંધીજીની પ્રતિષ્ઠા જામી, અને તેમની લાકપ્રિયતા વધવા લાગી. તેથી સૌ મિત્રોએ પેાતાના ધર્મની ભૂખીએ ગાંધીજી સમક્ષ મૂકી, તેમની પાસે પેાતાના જ ધર્મ શ્રેષ્ઠ છે, એવુ' પ્રતિપાદન કરવા લાગ્યા અને પેાતાના ધર્મ સ્વીકારવા ગાંધીજીને લલચાવવા લાગ્યા. તે વખતે ગાંધીજી ખ્રિસ્તી મિત્રોના કેટલાક ગુણુાને લીધે તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા હતા. વળી, હિં‘દુધર્મનાં કેટલાંક અનિષ્ટો તેમની નજર સમક્ષ હતાં, એટલે તે ધર્મની અપૂર્ણતા પણ તેમને ખૂંચતી હતી, તેથી તેઓ ધર્મ પરિવર્તન કરવાની ઇચ્છાવાળા બની ગયા હતા; જેથી તેમના મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રા તેમના ધર્મ બાબત ચિંતા કરવા લાગ્યા. પરંતુ તેમણે એવા નિશ્ચય કરેલા કે જ્યાં સુધી હિંદુધર્મ પૂરેપૂરા સમજાય નહિ, જ્યાં સુધી હિંદુધના દેખાતા દોષો અને અનિષ્ટોની ખાતરી થાય નહિ, ત્યાં સુધી ધર્મ પરિવર્તન ન કરવું. આમ તેમના જીવનમાં ધર્મમંથનના કાળ શરૂ થયા. આ સમયે તેમણે હિંદના અગ્રગણ્ય ધર્માચાર્યાં સાથે ધર્મની બાબતમાં પત્રવ્યવહાર કર્યો. પાતાની મુસીબતો તેમની સમક્ષ રજૂ કરી, અને માર્ગ દર્શન માંગ્યુ. બધામાં શ્રીમનું સ્થાન મુખ્ય હતુ.... ગાંધીજીએ તેમને ર૭ પ્રશ્નો પૂછ્યા હતા, જેના ઉત્તરેા સરળ, સમાધાનકારક ભાષામાં શ્રીમતૢ આપ્યા હતા. આજે પણ એ પ્રશ્નોત્તર વાંચતાં ઘણા ખુલાસા થાય તેમ છે. આ ઉત્તરા મેાકલવાની સાથે શ્રીમદ્ “ષદનસમુચ્ચય ”, “ મણિરત્નમાલા ”, “માક્ષમાળા વગેરે 'થા વાંચવાની ભલામણ પણ ગાંધીજીને કરી હતી. ગાંધીજીએ એ સં મનન કર્યુ અને તેમના મનનુ તેથી ઘણે અંશે સમાધાન થયું. તે વિશે ગાંધીજીએ લખ્યું' છે કે :--
""
७४
“ તેનું પરિણામ એ આવ્યું કે હું તે મળે એમ છે, એવા મનને વિશ્વાસ
<<
૨૧. આત્મકથા
Jain Education International
ભાગ ૨, પ્રકરણ ૧,
66
શાંતિ પામ્યા. હિંદુધ માં મને જે જોઈ એ આવ્યા. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ શ્રીમદ્ અને ગાંધીજી '', પૃ. ૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org