________________
૧૩. શ્રીમદ અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ
૬૧૩ ઘણી ના હોવા છતાં તેઓ અને મુનિ મેહનલાલજી ત્યાં રહ્યા. રાત્રે બંને સ્મરણમંત્રની માળા, ભક્તિ વગેરેમાં સમય પસાર કરવા લાગ્યા. થોડી વાર પછી વીજળીના કડાકાના જેવા ભયંકર અવાજ થવા લાગ્યા, પણ તે તરફ ધ્યાન ન આપતાં મુનિઓએ ભક્તિ ચાલુ રાખી. કેટલાક સમય પસાર થયા પછી એ ઉપદ્રવ શાંત થઈ ગયો. સવારે ગુફાની બહાર આવી એ અવાજ થવાનું કારણ તપાસ્યું તે કઈ કારણ જણાયું નહિ. બીજી રાત પણ તેઓએ ત્યાં ગાળી. તે રાતે આગલી રાત કરતાં ઓછા ઉપદ્રવ થયેા હતો.
પછી જૂનાગઢથી વિહાર કરી તેઓ ધંધૂકા આવ્યા, અને ત્યાં જ વિ. સં. ૧૯૬૦નું ચોમાસું કર્યું. ત્યાં અંબાલાલભાઈ વગેરે તેમના સત્સંગ માટે થોડા દિવસ આવ્યા હતા. તે પછી મુનિઓ ખંભાત પધાર્યા ત્યાં સર્વને મેળાપ થતાં તેઓ શ્રીમદે આપેલા બેધ પર વિચાર કરવામાં સમય ગાળતા હતા. ત્યાંથી મુનિ આદિ વટામણ ગયા, અને પાછળથી શ્રી અંબાલાલભાઈ પ્લેગના રોગમાં નશ્વર દેહ છોડી ગયા. તે પછી થોડા જ વખતમાં વિ. સં. ૧૯૬૧માં – પરમથુત પ્રભાવક મંડળ” તરફથી “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ એથી શ્રી લલ્લુજી મુનિને ઘણે આનંદ થયો, કારણ કે અત્યાર સુધી તેમની પાસે શ્રીમદના છેડા પત્રે જ વાંચવા-વિચારવા માટે હતા પણ હવે તેમનું ઘણું સાહિત્ય ઉપલબ્ધ બન્યું. તેમને માટે તે ઉપકારી પણ હતું.
વિ. સં. ૧૯૬૧નું ચોમાસું વડાલીમાં કર્યા પછી, વિ. સં. ૧૯૬૨નું ચોમાસું તેમણે ખેરાળમાં કર્યું. તે પછી તેમના સમાગમમાં શ્રી રત્નરાજ મહારાજ નામે એક મુનિ આવ્યા. જેમ જેમ સમય પસાર થતા ગયા તેમ તેમ તે મુનિને લધુ મહારાજમાં વિશેષ શ્રદ્ધા થતી ગઈ. અને તેમના મેળાપ પણ વારંવાર થવા લાગ્યા. લાલુજી મહારાજને તે સર્વને એક જ બંધ આપવાને હતું કે, “ શ્રીમદ એ સાચા ગુરુ છે, અને તેમને શ્રદ્ધવાથી જીવને સંસારરોગ મટશે.” જે તેમના પત્રે, ઉપદેશ, આચરણ વગેરેમાંથી પ્રત્યક્ષ થાય છે.
મુનિએ વિ. સં. ૧૯૬૩નું ચોમાસું વસોમાં, વિ. સં. ૧૯૬૪નું ચોમાસું બેરસદમાં, વિ. સં. ૧૯૬૬નું પાલીતાણામાં અને વિ. સં. ૧૯૬૭નું ખંભાતમાં કર્યું. બા બધાં વર્ષ તેમણે પોતાની ભક્તિ દઢ કરવામાં ગાળ્યાં. તેનો લાભ લોકોને પણ મળત; તેમાંથી કેટલાકને તે જિંદગીભર ચાલે તે ભક્તિને રંગ લાગ્યો.
શ્રીમદ, દેવકરણજી મુનિ, અંબાલાલભાઈ વગેરેના વિયોગ થયા પછી લલ્લુજી મહારાજની સ્થિતિ વિકટ બની હતી. વળી, તેમની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. અનેક રોગોએ તેમના શરીરમાં દેખા દીધી હતી. તેમને સારણગાંઠ, હરસ વગેરે રોગોને લીધે બાહ્ય ચારિત્ર પાળવામાં ખૂબ મુશ્કેલી નડવા લાગી. તેમાં વળી વાના ઉપદ્રવથી બંને પગ ઝલાઈ ગયા, એટલે મકેલી વધી. અંતરંગ વલણ વીતરાગતા તરફ હોવાને લીધે આ જાતનું વિદન તેમનાથી સહેવાતું નહોતું, તેથી જંગલમાં એકાંતમાં ચાલ્યા જવાની ઈચ્છા રહેતી હતી, પણ બધું સમતાથી સહેતા હતા. જેન લેકે તરફથી સતામણું પણ વિશેષ થતી હતી, પણ તેમના અંતરમાં સમતા અને ક્ષમા ભરી હોવાને લીધે, તેમણે તે વિષે કદી કોઈને કશું કહ્યું ન હતું. માત્ર તેમના પર આવેલા મુમુક્ષુઓના પત્રો પરથી કે મુમુક્ષુએ કરેલી વાતો પરથી થોડું થોડું જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org