________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે
ઇત્યાદિ ૧૪ ગુણસ્થાનની અપેક્ષાએ ૧૪ પ્રકારે જીવના ભેદ થાય ત્યાં સુધી વર્ણવ્યું છે. અને એ રીતે વધતાં વધતાં અનેક પ્રકારે જીવ ગણી શકાય એમ જણાવ્યું છે. “ ઉત્તરાધ્યનસૂત્ર”ના ૩૬મા અધ્યયનમાં જીવન પ્રકાર આ પ્રમાણે વર્ણવેલા છે. તેને અનુવાદ કરવાનું શ્રીમ ચાલુ કરેલું, જે અપૂર્ણ રહેલ છે. તે થોડું આગળ વધારી ટૂંકાણમાં જણાવાયું છે.
પોતાના પૂર્વ ભવોનું જ્ઞાન તે જાતિસ્મરણજ્ઞાન. પોતાના પૂર્વભવો યાદ કરવાનાં પૂરતાં સાધન ન હોવાને લીધે, તથા પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, ન દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને જીવને પૂર્વભવનું જ્ઞાન થતું નથી. પણ જેમ બાલ્યકાળના પ્રસંગે મોટપણે કેટલાકને યાદ નથી રહેતા, તેથી બાલપણું ન હતું તેમ કહી શકાય નહિ, તેમ અમુક કારણસર પૂર્વભવનું જ્ઞાન ન થાય તો પૂર્વ ભવ નથી એમ કહી શકાય નહિ. આમ દૃષ્ટાંત દ્વારા શ્રીમદે જાતિસ્મરણુજ્ઞાન કેને થાય, કઈ રીતે થાય, તે સમજાવ્યું છે. અને એના અનુસંધાનમાં તેમણે આત્માના અસ્તિત્વ અને નિત્યત્વનાં પ્રમાણે આપેલાં છે. એ જ પ્રમાણે વિભાવદશાને લીધે મતભેદ પડવાથી મોક્ષમાર્ગ અગમ્ય બન્યું છે, અને મતભેદની કડાકૂટ જવા દઈ આત્મા અને પુદગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તે મોક્ષમાર્ગ સરળ પણ છે, એ પ્રમાણે બતાવી મોક્ષમાર્ગનું અગમ્યપણું તથા સરળપણું કઈ અપેક્ષાથી છે તે તેમણે સમજાવ્યું છે.
“ વ્યાખ્યાન સાર – ૨”માં સમંતભદ્રાચાર્યના “દેવાગમસ્તોત્ર અને પહેલ શ્લોક “તત્વાર્થસૂત્ર”ની “સર્વાર્થસિદ્ધિ” નામે ટીકાની પહેલી ગાથા, “ દશવૈકાલિકસૂત્રની પહેલી ગાથા તથા “આચારાંગસૂત્ર”ના સાતમા અધ્યયનની નવમી ગાથાની ટૂંકાણમાં સમજણ આપેલી છે. આ ઉપરાંત તેમાં આનંદઘનજી, બનારસીદાસજીનાં પદોમાંથી તથા “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ”માંથી લીધેલાં પદ્યાવતરણો પણ જોવા મળે છે. ક્યારેક તેનાં ભાવાર્થ કે સમજણ પણ અપાયેલ છે.
આમાં કેટલીક વખત નાનાં નાનાં સુવાક્યો જેવાં કે, “જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલાં ન હોય.”૪૦ શાંત પણ પ્રાપ્ત કરવામાં જ્ઞાન વધે છે.” ૪૧ વગેરે મળે છે. પણ આવાં વચને કરતાં આમાં જૈન પરંપરામાં બનેલા બનાવો, જનમાર્ગની સમજણ આપતી ક્રિયા વગેરે વિશેનાં વચનોને સંગ્રહ વધુ જોવા મળે છે. તદુપરાંત તીર્થકર પ્રભુપ્રણીત માર્ગ, કર્મ અને તેના પ્રકાર, ક્ષાયિક ચારિત્રનાં લક્ષણ, આયુષ્યપ્રકૃતિ, ગતિ જાતિ આદિના ભગવટાના પ્રમાણનો આધાર, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી થતા લાભ વગેરે અનેક તો વિશે ઉતારાયેલી બબે પંક્તિની કંડિકાઓનો પણ આમાં સમાવેશ થાય છે; ઉદાહરણ તરીકે – “ આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશ્યને ક્ષત્રિય સાથે મેળવ્યા.”૪૨ “સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ
૪૦, “ શ્રીમદ્ રાજચંદ્ર ', અગાસ આવૃત્તિ, પૃ. ૭૬ ૨. ૪૧. એજન, પૃ. ૭૬૪, ૪૨. એજન, પૃ. ૭૬૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org