________________
૫૩૪
શ્રીમદ્દનવનસિદ્ધિ ખ્યાલ આવે છે. આમ આ લખાણમાં શ્રોતાએ શ્રીમદના વ્યાખ્યાનમાંથી પિતાને જે ઠીક લાગ્યું હોય તે જ ઉતાર્યું હોવાને લીધે તેમાં શ્રીમદનું સર્વાગીણ પાસું જોવા મળતું નથી, એ જ કારણે “ઉપદેશનાંધ” અને “ઉપદેશછાયા ”માં ગ્રંથ કે ગ્રંથકાર વિશેના અભિપ્રાય, અંગત અને વ્યક્તિગત પ્રસંગો, તત્કાલીન બનાવો વગેરે વિશેની નૈધ જોવા મળે છે, તેને અહીં અભાવ દેખાય છે. આ ઉતારનાર શ્રોતાએ માત્ર તત્વની વાતો તથા તે વિશેના અભિપ્રાયને જ લક્ષમાં રાખીને નેધ કરી છે.
વ્યાખ્યાન સાર – ૨
વિ. સં. ૧૯૫૬ના અષાડ-શ્રાવણ માસમાં શ્રીમદ્દ મોરબી હતા તે વખતના તેમના ઉપદેશની, તથા તેમને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરોની ને બીજા કોઈ મુમુક્ષુ ભાઈએ કરેલી તે “ શ્રીમદ રાજચંદ્ર' ગ્રંથમાં “ વ્યાખ્યાનસાર – ૨” નામ આપવામાં આવી છે.
* વ્યાખ્યાન સાર–૨”માં મિતિ પ્રમાણે સાર ઉતારાયેલ છે. વળી, તેમાં તત્ત્વની સમજણ, શબ્દોના અર્થો, સુવાકયો વગેરે નાના ટાંચણરૂપે મળે છે. આમ “ઉપદેશછાયા”ની જેમ “ વ્યાખ્યાનમાર-૨”ની નોંધ પણ વ્યવસ્થિત રીતે થયેલી છે. આ નોંધ ત્રીસ દિવસ સુધી અપાયેલા બંધની છે, તેથી તેના ૩૦ વિભાગ પાડવામાં આવ્યા છે, પ્રત્યેક દિવસને એક વિભાગ રાખવામાં આવ્યા છે.
આ વિભાગમાં મુખ્યત્વે સુભાષિત જેવાં વાક્ય, તાત્વિક બાબતની ટૂંકાણમાં સમજણ, સૂત્રની ગાથાની સમજણ, અન્ય ગ્રંથોમાંથી પદ્ય અવતરણ, કોઈ કોઈ ગ્રંથ અને ગ્રંથકાર વિશેની સમજણ, શબ્દોના અર્થ વગેરેનો સમાવેશ થયેલો છે. પણ આ બધું ખૂબ ટૂંકાણમાં ઉતારી લેવાયેલું છે; વિસ્તાર તો બહુ થોડા મુદ્દા વિશે જ જોવા મળે છે, તેથી પ્રત્યેક વસ્તુ એકબીજાથી સ્વતંત્ર હોય એવી છાપ આપણું મન ઉપર પડે છે.
જીવના પ્રકાર, જાતિસમરણશાન, આત્માના અસ્તિત્વ અને નિત્યત્વના પ્રમાણ, મોક્ષમાર્ગની સરળતા અને અગમ્યતા, દેહ અને આત્માની ભિન્નતા, “દેવાગામસ્તોત્ર” અને “ તત્ત્વાર્થસૂત્ર”ની ટીકા “સર્વાર્થસિદ્ધિ”ની પહેલી ગાથાની સમજણ આદિ વિશે થોડી વિસ્તારથી સમજણ અપાયેલી છે; બાકી તો પ્રત્યેક મુદ્દા વિશે બેચાર વાક્યથી વધારે લંબાણ નથી. આમ જોઈએ તો “ વ્યાખ્યાનસાર – ૨”માં પણ પ્રકીર્ણ વિષય વિશે શ્રીમદ્દના વિયારે જ જોવા મળે છે. અને એમાં અમુક મુદ્દા વિશે વ્યવસ્થિત વિચારણું રજૂ થઈ હોય એવું જોવા મળતું નથી.
જીવના શ્રીમદે બે પ્રકાર બતાવ્યા છે ? સિદ્ધ અને સંસારી. શાસ્ત્રના આધારે સિદ્ધ જીવના તેમણે તીર્થ, અતીર્થ, તીર્થકર, અતીર્થકર, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ વગેરે મળી કુલ ૧૫ ભેદનાં નામ જણવ્યાં છે, ત્યારે સંસારીના એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે એમ વધતાં વધતાં અનેક પ્રકારે ભેદ ગણાવ્યા છે. તેમાં તેમણે ઉપયોગ લક્ષણે એક પ્રકારે, ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે, લિંગ અપેક્ષાએ ત્રણ પ્રકારે, ગતિ અપેક્ષાએ ચારે પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org