________________
૫૩૩
૧૧. શ્રીમદના ઉપદેશની લખાયેલી ને
સમતિ મેળવવાને પુરુષાર્થ કરતી વખતે પ્રાપ્ત થયેલા માર્ગમાં જે કંઈ ન સમજાય, કંઈ શંકા જેવું લાગે, તે ત્યાં જ અટકી ન રહેતાં આગળ વધવું, કારણ કે જ્ઞાનની શુદ્ધતા થતાં તે શંકા આપોઆપ ટળી જાય છે, તેમ શ્રીમદે જણાવ્યું છે. આ માટે તેઓએ એક વ્યાવહારિક ઉદાહરણ આપ્યું છે. જેમ કેઈ ગામ જતી વખતે માર્ગમાં કાંટામાં ફાળિયું ભરાઈ જાય, અને તે પુરુષાર્થથી જલદી નીકળી ન જાય તે ફાળિયા માટે ત્યાં બેસી રહેવા કરતાં ફળિયું છોડી ચાલતા થવું વધુ હિતકારી છે, તેમ કેઈ નાની શંકાના સમાધાન માટે ત્યાં જ અટકી રહેવા કરતાં આગળ વધવું વધુ હિતકારી છે, તેમ શ્રીમદ્ માર્ગદર્શન આપ્યું છે.
મોક્ષમાર્ગમાં પ્રવર્તવું એ મોટા ભાગ્યની વાત છે. પણ જીવ જે જે પુરુષાર્થ કરે છે તનું ઉત્તમ ફળ મેળવવું હોય તો તેની સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા અનુસાર થવી જોઈએ. પોતાના સ્વછંદથી થયેલી ક્રિયાને કંઈ પણ લાભ થતો નથી, ઊલટાનો ગેરલાભ થાય છે. સ્વછંદને દોષ મટાડવા માટે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું છે, અને તેમ કરવા માટે પ્રથમ ઉપદેશ લેવાનો છે, કોઈને ઉપદેશ આપવાનો નથી. આમ કરવામાં નથી આવતું ત, સ્વચ્છેદથી ચાલતાં જીવની વૃત્તિઓ શાંત થવાને બદલે ઉન્માદી થઈ જાય છે અમે વિશેષ કર્મબંધ થાય છે, પણ જીવ જે જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તો તેના કર્મની નિર્જર થાય છે. જ્ઞાનીના આ માહાસ્ય ઉપર શ્રીમદે ઠેકઠેકાણે ભાર મૂક્યો છે.
પ્રવૃત્તિ કરતાં બીજી કોઈ પણ બાબતમાં શંકા થાય તે થવા દેવી, પણ આત્માનાં છ પદમાં તે કદી શંકા કરવી જ નહિ, અને તે વિશે તે જ્ઞાનીએ જેમ જાણ્યું છે તેમ જ છે, તેવી શ્રદ્ધા રાખવી. આ શ્રદ્ધાના બે પ્રકાર છેઃ ઓઘશ્રદ્ધા અને વિચારપૂર્વકની શ્રદ્ધા.
સાચી વિચારપૂર્વકની શ્રદ્ધા આવતાં સમતિ થાય છે. સમકિત વર્ધમાન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન આત્માથી પ્રગટે છે; તે દહથી નિપજાવી શકાતું નથી. જેને મતિ કે શ્રુત જ્ઞાન ન હોય તેને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાતું નથી. પણ તે જ્ઞાન મળતાં, જીવની કક્ષા ધીરે ધીરે આગળ વધતાં, કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાય છે. અને પછી તો એક સમય એવો આવે છે કે જ્યારે જીવ પોતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
આમ આત્મા, સમતિ, કેવળજ્ઞાન, મોક્ષમાર્ગ, કર્મ વગેરે મુખ્ય મુદ્દાઓની વિચારણા ઉપરાંત શ્રોતા સમુદાયને થતી કેટલીક શંકાઓનું સમાધાન પણ “ વ્યાખ્યાનસાર – ૧માં જોવા મળે છે, જેમ કે - નિગોદમાં તથા કંદમૂળમાં અનંત જીવ કઈ રીતે હોઈ શકે ? પુદગલનું અચિંત્ય સામર્થ્ય કઈ રીતે સમજાય ? ગુણ અને ગુણી વચ્ચે શું ભેદ છે? નયભેદ કઈ રીતે છે?--- વગેરે શંકાઓનું સમાધાન કરતી સમજણ અહીં અપાયેલી છે. આ ઉપરાંત કર્મનું સ્વરૂપ, કાળ, ક્રિયા, જાતિસ્મરણજ્ઞાન, કષાય આદિ વિશેની શ્રોતાગ્ય માહિતી એમાં અપાયેલી છે.
* વ્યાખ્યાનસાર – ૧”માં તત્ત્વના ઘણું ઘણું વિષ પર શ્રીમદ્દની શાસ્ત્રોક્ત વિચારણા જોવા મળે છે, એ પરથી તેમના બહોળા શાસ્ત્રજ્ઞાનને તથા તેમના આત્માનુભવને આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org