________________
૪. પ્રકીર્ણ રચનાઓ
૨૧૩
હુનરકળા વધારવા વિઝ૨૮
આ રચનામાં હુનરઉદ્યોગ વધારવા પર કર્તાએ ભાર મૂક્યો છે. દેશની આબાદી જેવી હોય તે સારા ઉદ્યોગે દેશમાં હોવા જોઈએ, તેથી જે હુનર નિર્બળતાને પામ્યા હોય તેને સબળ કરવા કર્તાએ વિનંતી કરી છે. આ એક જ મુદ્દા પર જુદી જુદી રીતે કવિએ ૩ર પંક્તિમાં, સવૈયા છંદમાં સમજાવ્યું છે. અને તેમ કરવામાં નીચેની પંક્તિને ધ્રુવપંક્તિ બનાવી છે.
ઈશ રીઝશે આપ ઉપરે, રહેશે જગમાં અવિચળ નામ ”
“ખરો શ્રીમંત કોણ : ૨૯
આ પણ શ્રીમદ્દનું સુધારાને લગતું, સવૈયામાં લખાયેલું, ૩૪ પંક્તિનું પર્વ છે. તેમાં મણે જણાવ્યું છે કે, પિસે તે ઘણું પાસે હોય છે, તે બધા નહિ પણ તેને સારા માર્ગે વાપરનાર જ સાચે શ્રીમંત કહેવાય. ધન વાપરવાને સાચે માગ કર્યો તેનો નિર્દેશ તેમણે આ પદ્યમાં કર્યો છે. ઓષધશાળા સ્થાપવી, મેટી શાળા બંધાવવી, દેશના હુન્નર ઉદ્યોગ વધારવા, પુસ્તકાલયો સ્થાપવાં વગેરે લોકહિતનાં કાર્યોમાં ધન વાપરનાર સાચે શ્રીમંત બની શકે છે, પરંતુ લગ્ન કે જમણ કે એવા રિવાજ પાછળ પિસા ખરચવાથી લોકહિત થતું નથી. તેથી તેવા ખર્ચ કરનાર વ્યક્તિ સાચા શ્રીમંત તરીકે ગણાઈ શકે નહિ, તેમ કર્તાએ આ પદમાં બતાવ્યું છે.
આ તથા “શ્રીમંત જનોને શિખામણ” એ પદ્યનું મંતવ્ય લગભગ એકસરખું જ છે. એકાદ વર્ષને અંતરે લખાયેલાં એ બે પદ્યો વચ્ચેનું સામ્ય જુઓ :–
“શાળા વૈદ્ય તણું બહુ કરજે ગામેગામ.”
હુન્નર વધવા દેશમાં, નાણું ખર્ચો યાર.” “કન્યાઓને વાસતે, કરે સ્કૂલ શ્રીમંત.” – શ્રીમંત જનોને શિખામણ૩૦
ઓષધશાળા સ્થાપી પોતે, રાખે છે જે નિત્યે નામ.” ધર્માલય કરવાને ખર્ચે, બંધાવે વિશાળ નિશાળ, બાળ અને બાળાએ ભણશે, શીખી લેશે સારા ચાલ,” હુનર માટે પણ કરશે, ઉપાય એ ધનને સરદાર.” – ખરો શ્રીમંત કોણ ?૩૧
આ બંને પદ્યની ઉપરની પંક્તિઓ સરખાવતાં ખ્યાલ આવશે કે વિચારોની દષ્ટિએ આ પદ્યમાં કાંઈ નવીનતા નથી. વળી “ અરે શ્રીમંત કેશુ?” એ પદ્યની રજૂઆત પણ સામાન્ય જણાય છે.
૨૮. “સુબેધસંગ્રહ", પૃ. ૬૩. ૨૯. એજન, પૃ. ૬૩. ૩૦. એજન, પૃ. ૬૨. ૩૧. એજન, પૃ. ૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org