________________
૬. અપૂર્વ અવસર
૩૫૭
ઘણા અલ્પ સમય રહે છે. પ્રત્યેક ગુણસ્થાન જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ'તર્મુહૂર્તની હાય છે, તેથી આત્મા શ્રેણી માંડે એટલે કે પેાતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય ત્યારથી શરૂ થયેલા તેના વિકાસ કેવળજ્ઞાનની પ્રાપ્તિએ અટકે છે, અથવા તે ઉપસમ શ્રેણીમાં આત્માનું ૧૧મા ગુણુસ્થાનેથી પતન થાય છે. ઉપશમ શ્રેણીવાળા સાધક પાતાનાં ઘાતી કર્મોને ઉપશમાવતા ઉપશમાવતા ૧૧મા ગુણસ્થાને પહેાંચે છે, અને ત્યાં કર્માંના પ્રબળ ઉદયને લીધે તેનું પતન થઈ તે છ, ચેાથે, અથવા પહેલે ગુણસ્થાને અટકે છે, ક્ષેપક શ્રેણીવાળા સાધક પાતાનાં કર્મોના ક્ષય કરતા કરતા દશમાથી ૧૨મા ગુણસ્થાને આવી, ૧૩મે ગુણસ્થાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ક્ષપક શ્રેણીમાં કર્મના ક્ષય થતા હાવાથી તે ઘાતીકાં ફરી કદી ઉદયમાં આવી શકતાં નથી. ક્ષપક શ્રેણીની આવી સમતા હૈાવાથી શ્રીમદ્ તેની ઇચ્છા કરતાં ૧૬મી કડીમાં લખે છે કેઃ
હું એમ પરાજય કરીન
ચારિત્રમાહના, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો;
શ્રેણી ક્ષક તણી કરીને આતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. ” અપૂર્વ ૧૩
પહેલી ૧૨ કડીમાં વર્ણવ્યા પ્રમાણે ચારિત્રમેહ કર્મન જીતીને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને આવું અને ત્યાંથી ક્ષપકશ્રેણીના માર્ગે જઈ ને અનન્ય ચિંતન દ્વારા મારા અતિશય શુદ્ધ સ્વભાવન પ્રાપ્ત કરુ', એવા અપૂર્વ અવસર મેળવવાના અભિલાષ શ્રીમદ્દે આ કડીમાં વ્યક્ત કર્યા છે.
"" નામના
આ કડીની પહેલી બે પંક્તિમાં શ્રીમદ્ ચારિત્રમોહને હંફાવીને “ અપૂર્વ કરણ ગુણસ્થાન આવવાની ભાવના સેવે છે. કરણ એટલે આત્માનાં પરિણામ. અપૂર્વ એટલે પૂર્વ નહિં કરેલ તે. આ ગુણસ્થાને આત્માને પૂર્વ કદી ન કર્યા હાય તવા ભાવા પ્રગટે છે તેથી તે “ અપૃ કરણ ” ગુણસ્થાન કહેવાય છે. અહીં મુનિ કષાયના સંપૂર્ણ ક્ષય કરવા માટે પ્રબળ પુરુષા ઉપાડે છે, અને આત્માનુ શુદ્ધ સ્વરૂપ પ્રગટથા પછી જ તે પુરુષાર્થ છૂટે છે.
આઠમા ગુણસ્થાને આવ્યા પછી શ્રીમદ્ની ક્ષપકશ્રેણીએ ચડીને અનન્ય ચિંતન દ્વારા પોતાના અતિશય શુદ્ધ સ્વભાવ પ્રગટાવવાની અભિલાષા પાછળની બે પક્તિએમાં ઘણી યેાગ્યતાથી મુકાયેલી છે.
આઠમા ગુણસ્થાનથી જીવ ઉપશમ અને ક્ષપક એ બેમાંથી એક શ્રેણીએ ઊંચે ચડે છે. ઉપશમ શ્રેણીવાળેા ૧૧મા ગુણસ્થાનથી અવશ્ય લથડે છે, ત્યારે ક્ષપક શ્રેણીવાળા ૧૩મા ગુણસ્થાન સુધી સીધેા પહાંચી જાય છે તે આપણે જોયું. ક્ષપક શ્રેણીની આવી સમતા હાવાથી શ્રીમદ્દ તે જ શ્રેણી ઇચ્છે તે સ્વાભાવિક છે. શ્રી કાનજીસ્વામીના શબ્દોમાં
Jain Education International
“ આ ક્ષેપક શ્રેણી એટલે શુક્લ ધ્યાનના પ્રથમ પાયા. આ ગુણશ્રેણીમાં સમયે સમયે અનંતી વિશુદ્ધિ વધતી જાય છે.”૬પ્રવચને '', પૃ. ૭૪.
૬૮. “ અપૂર્વ અવસર પરનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org