________________
૩૫૬
શ્રીમદની છષનસિદ્ધિ સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદગલ એક સ્વભાવ છે.” અપૂર્વ ઉપરની પંક્તિઓમાં જોઈ શકીશું. શ્રીમદે ચોથી કડીથી શરૂ કરેલું મુનિના આત્મચારિત્રનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. ગૃહસ્થવેશમાં હેવા છતાં પિતાને વર્તતા ઉત્કટ ભાવચારિત્રને લીધે શ્રીમદ્ મુનિદશાને આદર્શ અહીં રજૂ કરી શક્યા છે. દર્શન મેહનો નાશ અને સમક્તિની પ્રાપ્તિ થતાં ચારિત્રમોહને ઉદય નબળા પડવા લાગ્યો હતો તે ત્રીજી કડીમાં બતાવ્યું છે. તે પછી ચારિત્રમેહનો નાશ કરવા માટે કેટલો ભગીરથ પુરુષાર્થ કરવો જરૂરી છે તે તેમણે ૧૨મી કડી સુધી બતાવ્યું છે. શ્રીમદે પોતાનું ધ્યેય પાંચમી કડીમાં બતાવ્યા પ્રમાણે “નિજ સ્વરૂપમાં લીન ” થવાનું બાંધ્યું છે. અને તે પૂર્ણ કરવા મન, વચન અને કાયાના યુગમાં આત્મસ્થિરતા; રાગદ્વેષરહિતપણું, પ્રમાદરહિતપણું, કષાયજય સયંમ સમભાવ આદિ ગુણ ઇરછયા છે. અને તે ગુણોની પ્રાપ્તિ માટે નિર્ગથ મુનિનું નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતવન આદિ લક્ષ સાથેનું ઉત્કટ દ્રવ્યચારિત્ર પાળવાની સાથે ઘેર પરિષહ કે ઉપસર્ગ સમભાવે સહેવાની તૈયારી પણ તેમણે કરી છે. એટલે કે તેમણે ઉત્કૃષ્ટ દ્રવ્ય અને બાવચારિત્રનું પાલન પોતાની આત્મશુદ્ધિ માટે આવશ્યક ગયું છે. ગૃહસ્થ દશામાં રહીને પણ આવી ઉત્તમ ભાવના શ્રીમદ્દ ભાવી શક્યા છે તે જ તેમની ઉચ્ચ આધ્યાત્મિક દશા બતાવે છે.
અહી કાવ્યના પૂર્વ વિભાગ પૂર્ણ થાય છે. તેમાં શ્રીમદે પોતાના નિર્ચથ થવાની ભાવનાનું, નિર્ચ થનાં લક્ષણેનું, સમ્યગ્દર્શનનું અને સાતમે ગુણસ્થાને વર્તતા નિગ્રંથ મુનિનાં આત્મચારિત્રનું વર્ણન આપેલ છે.
ઉત્તર વિભાગ
આ કાવ્યના પૂર્વ વિભાગમાં ચોથાથી સાતમા ગુણસ્થાન વર્તતા જીવની દશાનું વર્ણન અપાયેલું છે, ત્યારે ઉત્તર વિભાગમાં આઠમાથી ચૌઢમાં ગુણરસ્થાન સુધીની જીવની દશાનું વર્ણન અપાયું છે. તેના ત્રણ વિભાગ પાડી શકાય : ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન અને મોક્ષવર્ણન.
ક્ષપકશ્રેણી - મિહનીય કર્મના બે પ્રકાર છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ દર્શન મેહ નાશ પામે ત્યારે સમકિત થાય છે, અને ત્યારથી ચારિત્રમેહનો ઉદય નબળે થવા માંડે છે. પૂર્વ વિભાગમાં બતાવ્યા પ્રમાણેને પુરુષાર્થ કરવાથી સાધક સાતમાં ગુણસ્થાનના અંતભાગમાં આવી જાય છે. તે પછીથી સાધકના ગુણસ્થાનની બે સ્પષ્ટ શ્રેણું પડી જાય છે ઃ ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણી.
સાતમે ગુણસ્થાને ચારિત્રમોહની ૨૫ પ્રકૃતિને ૬ ૭ ક્ષયોપશમ થયા પછી સાધક આઠમે ગુણસ્થાને આવે ત્યારે શ્રેણીની શરૂઆત કરે છે. ૮થી ૧૨ ગુણસ્થાનમાં આત્માની સ્થિત ૬૭. ૨૫ પ્રકૃતિ : ક્રોધ, માન, માયા, લોભની દરેકની અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની
અને સંજવલને પ્રકૃતિ એટલે કુલ ૧૬ કપાય, અને હાર, રતિ વગેરે ૯ કષાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org