________________
૩. મેક્ષમાળા
એ પછી છ પદ અને નવ તત્વની વિચારણા કરવા પ્રેરે તેવા “હું કેણુ છું? કયાંથી થયો ?” આદિ પ્રશ્નો રજૂ કરતી પંક્તિઓ તેમણે રચી છે. તે વિશે વિસ્તારથી આગળ કહેવાઈ ગયું છે.૬૩
આત્મિક જ્ઞાનના સિદ્ધાંતે માન્ય કરવામાં કયા પુરુષનું વચન માનવું તે સૌથી અગત્યનો પ્રશ્ન છે. કારણ કે કોઈ ખોટી વ્યક્તિમાં શ્રદ્ધા જડ બની જાય છે તેનાથી લાભ થવાને બદલે નુકસાન થાય છે. અને તેથી જેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તેવી વ્યક્તિનું જ વચન માનવાની ભલામણ કરતાં લખ્યું છે કે –
નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.” આમ માનવદેહની દુર્લભતા, કુટુંબ, ધન, વૈભવ, આદિનાં સુખની ક્ષણિકતા, તે બધાના મોહમાંથી આત્માને મુક્ત કરે, તેને મુક્ત કરવાનો ઉપાય, તેમ કરવામાં કોની સહાય લેવી વગેરે બાબતોની કમસરની વિચારણા આ કાવ્યમાં ઓપ્યા પછી, તે સર્વને ઉદ્દેશ તેમણે એક જ પંક્તિમાં જણાવ્યું છે –
“રે! આત્મ તારે ! આત્મ તારે! શીધ્ર એને ઓળખે.” ઉપર જણાવેલી સર્વ વસ્તુઓનું પ્રયોજન આત્માને તારવા માટેનું છે, તે અંતમાં તેઓ જણાવે છે. આમ અહીં પ્રત્યેક વસ્તુની ગોઠવણી તથા વિચારણે એટલી સુંદર થઈ છે કે તે શ્રીમદનાં ઉત્તમ કાવ્યોમાંનું એક ગણાય છે. ઘણી જગ્યાએ તે પ્રાર્થનામાં પણ બેલાય છે. માત્ર ૧૭ વર્ષની વયે રચાયેલું આ કાવ્ય, નાની વયમાં પણ શ્રીમદે કેટલી જ્ઞાનપ્રૌઢતા મેળવી હતી તેને આપણને ખ્યાલ આપે છે.
જિનેશ્વરપ્રણીત ધર્મ શ્રેષ્ઠ છે એવું તેમણે “મોક્ષમાળામાં પ્રતિપાદન કર્યું છે. તે જિનપ્રભુની વાણી કેવી છે તેનું વર્ણન શ્રીમદ્દ “જિનેશ્વરની વાણી” નામના ૧૦૭માં પાઠમાં કર્યું છે. મનહર છંદની માત્ર આઠ જ પંક્તિમાં તેમણે વર્ણન સમાપ્ત કર્યું છે, છતાં તેમાં ઘણું ગુણોને સમાવેશ કરી દીધો છે. જિનપ્રભુની વાણીમાં જેને અંત ન આવી શકે તેટલા પ્રકારના અર્થ રહેલા છે, એટલા જ પ્રકારના નય પણ રહેલા છે, અને તે આખા જગતનું હિત જ કરવાવાળી છે. વળી, મેહને પણ તે હરી લે છે. આથી ભવસમુદ્ર પાર કરવા મોક્ષ અપાવનાર પણ છે. આવા આવા અનેક ગુણવાળી વાણીને
પટે જે ઉપમાનેા ઉપચાગ કરવા જઈ એ તે પણ તેમાં મતની અલ્પતા જ રહેલી દેખાય છે તે બતાવતાં શ્રીમદે લખ્યું છે કે:--
ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે.” ૬૩. જુઓ આ પ્રકરણમાં પૃ. ૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org