________________
૨૩૫
૫. આત્મસિદ્ધિયા
આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ
છે ભક્તા, વળી મેક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ.”૮૩ શ્રી સિદ્ધસેન દિવાકરના “સમ્મતિત પ્રકરણ”માં, હરિભદ્રાચાર્યના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના “અધ્યાત્મસાર” આદિ શાસ્ત્રગ્રંથોમાં આત્માનાં આ છ પદ દર્શાવવામાં આવ્યાં છે.
“સમ્મતિતર્ક પ્રકરણ” માં તૃતીય ખંડના ૫૪, ૫૫ એ બે કલાકમાં શ્રી સિદ્ધસેન દિવાકરે આત્મા વિશે નાસ્તિત્વ આદિ છ પક્ષેનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છે પક્ષેનું સમ્યફપણું નીચે પ્રમાણે બતાવ્યું છે –
"णास्थि ण णिच्ची ण कुणइ कयण वेएइ जत्थि णियाण ।
त्थि य मोक्खोवाओ छ म्मिच्छत्तरस ठाणाई ॥" " अस्थि अविणासधम्मी करेइ वएइ अस्थि णिवाण ।।
अस्थि य मोक्खोवाओ , स्सम्मत्तस्स ठाणाइ' ॥" શ્રી સિદ્ધસેન દિવાકરના અહીં જણાવ્યા પ્રમાણે, આત્મા નથી, તે નિત્ય નથી, તે કંઈ કરતો નથી, તે કરેલ કર્મ વદત નથી, તેને નિર્વાણ નથી અને મોક્ષને ઉપાય નથી –– એ છ મતે મિથ્યાજ્ઞાનનાં સ્થાનકો છે. આત્મા છે, તે અવિનાશી છે, તે કરે છે, તે વેદ છે, તેને નિર્વાણુ છે અને મોક્ષને ઉપાય છે – એ છે મતો સમકિતનાં સ્થાનકે છે.
સમ્મતિત પ્રકરણમાં આ પદોને વિસ્તારથી સમજાવેલાં નથી. માત્ર ઉપર જોયું તેમ અસ્તિનાપતિનું નિરૂપણ તેમાં કરેલું છે. શ્રીમદે આ છએ પદને તર્ક તથા અનુભવથી સિદ્ધ કરીને સમજાવ્યાં છે. - શ્રી યશોવિજયજીએ તેમના “અધ્યાત્મસાર ”ના સમકિત અધિકારમાં આત્મા નથી, એ આદિ નાસ્તિત્વ સૂચક છ પદોને મિથ્યાત્વનાં સાધન ગણાવતાં લખ્યું છે કે –
" नास्ति नित्यो न कर्ता च न भोक्तात्मा च निवृतः ।।
तदुगायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि पट् ॥”४३ આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, ભક્તા નથી, મુક્ત નથી, અને તેનો ઉપાય નથી – એ છ મિથ્યાત્વનાં સ્થાનકો છે એમ શ્રી યશોવિજયજીએ અહીં જણાવ્યું છે. તેમણે એ છ પદનું અસ્તિત્વ બતાવતો ગ્લાક ર નથી, પણ તે છત્યે પદને સિદ્ધ કરતા શ્લોક તેમણે “સમક્તિ અધિકાર” અને “આત્મજ્ઞાન અધિકાર માં રચ્યા છે, જેમાંના કેટલાકની છાયા “આત્મસિદ્ધિ”માં પણ જોવા મળે છે.
શ્રીમદે પિતાના સાહિત્યમાં આ છ પદના ઉલ્લેખ સૌ પ્રથમ વિ. સં. ૧૯૪૬ ના ભાદરવા માસમાં ધર્મેચ્છક ભાઈ ખીમજીને લખેલા એક પત્રમાં કર્યો છે :
૪૩. “અધ્યાત્મસાર', સમકિત અધિકાર, કલોક ૬૦, પૃ. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org