________________
શ્રીમદના જીવનસિદ્ધિ તેમ કર્તાએ ૪૧ મા દોહરામાં સ્પષ્ટ કહ્યું છે. આમ એમણે આત્માર્થનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખ્યું છે.
આત્મસિદ્ધિશાચ”ના વાચનના અધિકારી તરીકે શ્રીમદે ઉપર જણાવેલા આત્માથી જીવનાં લક્ષણો ધરાવતી વ્યક્તિને જ સ્વીકારી છે, કારણ કે આવા આત્માથી જીવની સુવિચારણાની પુષ્ટિ માટે તથા મોક્ષમાર્ગની સમજ આપવા માટે શ્રીમદે આ ગ્રંથમાં આત્માનાં છ પદ દર્શાવી તેની સિદ્ધિ, ગુરુ-શિષ્યના સંવાદરૂપે, પોતાની અનુભવસિદ્ધ વાણીમાં, શાસ્ત્રના આધારે, કરી છે. જે જીવમાં એ લક્ષણો ન હોય તે શ્રીમદ્દે કરેલી શાસ્ત્રીય ચર્ચા વાંચ્યાથી મોક્ષમાર્ગ માટે જરૂરી એવી સુવિચારણું ઉત્પન્ન ન થાય અને તેથી તે જીવને મોક્ષમાર્ગ સુલભ ન લાગે.
આત્માનાં છ પદની શાસ્ત્રીય ચર્ચારૂપ આ ગંભીર વિષયને શ્રીમદે “આત્મસિદ્ધિમાં સરળ ભાષામાં નિરૂપ્યો છે, છતાં તેમાં એટલાં ગૂઢ તનું નિરૂપણ તેઓ કરી શક્યા છે કે તેમના ૧૪૨ દેહરા વિસ્તારથી સમજાવવા માટે શ્રી કાનજીસ્વામીને પુસ્તકનાં ૬૦૦ પાનાં, કે શ્રી ભેગીલાલ શેઠને ૪પ૦ પાનાં ઓછાં લાગ્યાં છે. અને એ બધાએ આપેલી સમજતી જોતાં ખ્યાલ આવે છે કે શ્રીમદ્ આ દેહરામાં કેટલે તત્ત્વ સંભાર મૂક્યો છે. તેમ છતાં આ શાસ્ત્રની ખૂબી એ છે કે તેનું નિરૂપણ એટલી સરળ ભાષામાં થયું છે કે કોઈ પણ મુમુક્ષુ તેમાંથી કંઈ ને કંઈ તે જરૂર મેળવે.
દયારામના “રસિકવલ્લભ”ને સમજવા જેમ ભાગવત સંપ્રદાયના ગ્રંથને અભ્યાસ જરૂરી છે, અખાભગતનું “અખેગીતા ” સમજવા જેમ વેદાંતનું જ્ઞાન આવશ્યક છે, તેમ
આત્મસિદ્ધિશાસ્ત્રનો વિષય તર્ક પ્રધાન, દાર્શનિક અને જન સાંપ્રદાયિક હોવાને લીધે તેનું ગૌરવ માણવા જેના પરિભાષાની અને જન તત્ત્વજ્ઞાનની થોડી સમજણ હોવી અગત્યની છે. શ્રી ભેગીલાલ શેઠે લખ્યું છે કે –
એમાં દર્શનને સાર છે, આધ્યાત્મિક જીવનનું પરમ ઉત્કૃષ્ટ રહસ્ય છે, આત્મધર્મને અગમ્ય મર્મ છે. મતાગ્રહને તેમાં સ્થાન નથી, સંપ્રદાયની તેમાં ગંધ નથી, વિરોધને અવકાશ નથી. સત્ય સમજવાની જેને જિજ્ઞાસા છે, સાચા સ્વાધીન અખંડ સુખને જે અભિલાષી છે અને આત્મિક શાંતિની જેને અપેક્ષા છે તેને આ શાસ્ત્ર પરમ હિતકારી થશે તેમાં સંદેહ નથી.”૪૨
આવું ઉત્તમ શાસ્ત્ર વાંચવા તથા સમજવા માટે શ્રીમદે માત્ર ચાર જ વ્યક્તિને અધિકારી શા માટે ગણી હતી તે આ ઉપરથી સમજાશે. આ અધિકાર બતાવ્યા પછી શ્રીમદ મુખ્ય વિષય ઉપર આવે છે.
આમાનાં છ પદ
આત્મસિદ્ધિ માં શ્રીમદ્ આત્માનાં છ પદ આ પ્રમાણે દર્શાવ્યાં છે – ૪૨. “આત્મસિદ્ધિશાસ્ત્ર', ભોગીલાલ શેઠ, પ્રસ્તાવના, પૃ. ૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org