________________
૩, મોક્ષમાળા
સમ્યફચારિત્રના બંધ માટે બાર ભાવના, બ્રહ્મચર્ય, સત્સંગ, પરિગ્રહ સંકેચા, રાત્રિભોજન ત્યાગ, પ્રત્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, પ્રમાદ, રાગ, માનાદિને ત્યાગ વગેરે વિષે પાઠ જાયા છે.
આ બધા પાઠમાં જૈન ધર્મના મહત્વના સિદ્ધાંતનું નિરૂપણ થયેલું છે, સાથે સાથે ધાર્મિક ક્રિયાઓનું નિરૂપણ પણ થયેલું છે. અને એ બધાં અંગોને પુષ્ટિ આપે તેવાં “માનવદેહ”, “ઉત્તમ ગૃહસ્થ”, “ખરી મહત્તા”, “ધર્મના મતભેદ* આદિ પાંઠા તેમણે રચ્યા છે; વચ્ચે વચ્ચે પદ્યો પણ મૂક્યાં છે.
આ સિદ્ધાંત અને ક્રિયાઓના નિરૂપણના સમર્થન માટે તેમણે શાસ્ત્રોમાંથી લીધેલી કથાઓને છૂટથી ઉપયોગ કર્યો છે. આમ મોક્ષમાર્ગને બંધ કરવા તેમણે તેમાં જરૂરી ત્રણે અંગે વિવિધ રીતે સમજાવ્યાં છે.
સમ્યગ્દશન
આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી તે અનાદિકાળથી જન્મમરણ કરતે કરતો ભટક્યા કરે છે. તેને પોતાના સ્વરૂપનું સાચું દર્શન થાય તો તે સંસારનાં દુઃખથી છૂટવાને પુરુષાર્થ કરે, અને અંતમાં અવ્યાબાધ મોક્ષસુખને ભક્તા થાય તેમ શાસ્ત્રો જણાવે છે. સાચું દર્શન થયા વિના જીવ સાચે પુરુષાર્થ આદરી શકે નહિ, કારણ કે જે વસ્તુને તેને ખ્યાલ જ ન હોય તેની પ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં તે વેગ કઈ રીતે લાવી શકે? આથી મોક્ષ મેળવવામાં સમ્યગ્દર્શન એ સૌથી અગત્યનું તથા પ્રથમ સાધન ગણાયું છે.
આ સમ્યગ્દર્શન પામવા માટે જીવને કેઈ ને કેઈ નિમિત્તની જરૂર રહે છે જ. અને તેમાં સદૈવ, સધર્મ, સલ્લુરુ, સત્સંગ વગેરે મહત્વનાં સાધનો છે. તે સર્વને સમજાવતા પાઠની શ્રીમદ્ યોજના કરી છે.
જીવની અનાથતા મટાડવા માટે, ત્રણ ત – સદૈવ, સધર્મ અને સલૂરુ - ની અગત્ય શ્રીમદ્ “ોક્ષમાળા”માં વિશેષ બતાવી છે.
નિગ્રંથ આગમ”માં વર્ણવાયેલા “સદૈવ ”ના સ્વરૂપને શ્રીમદ્ “મેક્ષમાળા”ના આઠમા પાઠમાં ટૂંકાણમાં વર્ણવ્યું છે. આગમમાંથી લીધેલા સદૈવના કેટલાક ગુણને, જેમ કે કેવળદર્શનનું પ્રગટીકરણ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ, દયા, શાંતિ, ક્ષમા અને નીરાગીત્વ, સંસારના વૈભવવિલાસની કિચિત પણ માયા નહિ, હાસ્ય, રતિ, કામ, રાગદ્વેષ આદિ અઢાર દૂષણોથી રહિતપણું વગેરેને સત્સંવના ગુણે તરીકે તેમણે ગણાવ્યા છે. અને તે સર્વ ગુણને ઉત્તમ સૂત્રો દ્વારા વિશેષપણે જાણવાની ભલામણ શ્રીમદે આ પાઠમાં કરી છે. તેઓ કોઈ ધર્મને નહિ પણ ગુણોને પ્રાધાન્ય આપે છે, તે અહીં જોઈ શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org