________________
२४४
શ્રીમદ્દની જીવનસિદ્ધિ પરંતુ ઘર્મ કે ચિંતનને લગતી તેમની રચનાઓ વાંચીએ છીએ ત્યારે શ્રીમદની થેડી જુદી છાપ આપણા પર પડે છે. આત્મા, ધર્મ વગેરે વિશે તેમણે કેટલું વાંચ્યું, વિચાર્યું અને અનુભવ્યું હશે તેને ખ્યાલ એ કૃતિઓ વાંચતાં આપણને આવે છે. ભાષાની સરળતા, યોગ્ય શબ્દની પસંદગી, વિચારની સ્પષ્ટતા વગેરે ગુણોની સાથે ચિંતનનું ઊંડાણ અને ઘેરા વૈરાગ્યની છાપ પણ તેમાં જોવા મળે છે. તેમની નાની વયની આ સિદ્ધિ આશ્ચર્યકારક છે.
ગવમાં તેમણે નિબંધ, લે, દષ્ટાંત, અનુવાદ વગેરે પ્રકારમાં લખ્યું છે. તેમાં, “ભાવનાબેધ” અને “મોક્ષમાળા” એ બે ઉત્તમ પ્રકારની તેમની રચનાઓ છે, અને તે સિવાયની પ્રત્યેક ગદ્યકૃતિ, અપૂર્ણ રહેલી જોવા મળે છે. આથી ગદ્યકાર તરીકે તેમનો સાચો પરિચય તો એ બે કૃતિઓમાં જ થાય છે. આ બધાં લખાણમાં ધર્મ કે દ્રસ્થાને રહેલ જોઈ શકાય છે. અને ગદ્ય પણ મધુર, સ્પષ્ટ, ભાવવાહી તથા સંક્ષેપવાળું છે. તેમાં ક્લિષ્ટતા કે દુર્બોધતા કચચે જોવા મળતી નથી. સાથે સાથે વિચારેનું ઊંડાણ પણું જોવા મળે છે. આથી તે તેમણે આ લખાણ શા માટે અધૂરાં રાખ્યાં હશે એ એક પ્રશ્ન થઈ પડે છે. આ વિશે એક અનુમાન એ થાય છે કે, પરમાર્થ દૃષ્ટિએ જોતાં શ્રીમદને પોતાની ધારી કક્ષાનાં તે નહિ લાગ્યાં હાચ, તેથી અપૂર્ણ મૂક્યાં હશે અથવા તો બીજુ' અનુમાન એ કરી શકાય કે, તેમણે પૂર્ણ કરેલી રચનાઓ ચગ્ય કાળજીને અભાવે ખંડિત બની ગઈ હોય.
તેમ છતાં પણ વીસ વર્ષની ઉંમર પહેલાં રચાયેલું તેમનું જે કંઈ સાહિત્ય, ઉપલબ્ધ થાય છે તે બતાવે છે કે શ્રીમદ્દ ગદ્ય તેમજ પદ્યની રચના કરવી તે સાવ સ્વાભાવિક હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org