________________
શ્રીમદ્દન જીવનસિદ્ધિ ૧. “યત્નાથી ચાલે; ૨. યત્નાથી ઊભે રહે; ૩. યત્નાથી બેસે; ૪. યત્નાથી શયન કરે; પ. યત્નાથી આહાર લે, ૬. યત્નાથી બોલે, તે ૭. પાપ કર્મ ન બાંધે.” ૧૨
"सब्वे जीवावि इज्छति, जीवित न मरिजिज । તષ્ઠા પurળવટું ઘોર, નિuથા વનયંતિ || ૧ ૩
“સર્વ જી જીવિતને ઇચ્છે છે, મરણને ઇરછતા નથી; એ કારણથી પ્રાણીને ભયંકર વધુ નિર્ગથે તા. 71
આ નમૂનાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે સામાન્ય રીતે શબ્દોમાં વધારે કે ઘટાડો કર્યા સિવાય મૂળ ગાથાના ભાવને તેઓ કેટલી સચોટતાથી ઉતારી શક્યા છે ! આ સંગ્રહ છૂટક ગાથાઓના સંગ્રહરૂપ હોવા છતાં મૂળ અર્થ માગધીમાં જે રહસ્ય છે તેને ટૂંકમાં સરળ ભાષામાં એવી રીતે ગુજરાતીમાં આપ્યું છે કે તે એક સ્વતંત્ર પ્રબંધ જ લાગે.
*પંચાસ્તિકાય ૧૫
- શ્રી “જિનાગમ”માં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેલાં છે. તે પાંચે અસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવતાં બેત્રણ પત્રો શ્રીમદ વિ. સં. ૧૯૫૨ના શ્રાવણ માસમાં લખ્યા હતા. આ પત્રો ચકકસ કોના પર લખાયા છે તે જાણે શકાતું નથી, પણ કોઈ મુમુક્ષુએ એ વિશે પ્રશ્ન પુછાવેલ તેના ઉત્તરમાં આ પત્ર લખાયા હોવાનું જણાય છે. તે પ્રશ્ન પૂછનારની રીત, તે પૂછનારની યોગ્યતા, શ્રીમદે આપેલા ઉત્તરની શૈલી વગેરે જોતાં તે પત્ર શ્રી સભાગભાઈ ઉપર લખાયા હોય તેવું અનુમાન થાય છે. તે પત્રમાં આ અસ્તિકાય સમજાવતાં શ્રીમદ્દે લખ્યું છે કે –
* જીવ, પુદગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ” એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય” કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જે કે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણથી માંડીને અસખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે. જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. “ધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશ પ્રમાણે,
અધર્મ દ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય” અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે ૧૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૧૮૫. ૧૩. “દશવૈકાલિકસૂત્ર', અ. ૪, ગાથા ૧૧. ૧૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૧૮૬. આંક ૬૦. ૧૫. એજન, પૃ. ૫૮૬, આંક ૭૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org