________________
૨. ભાવનાબેધ જળને ઘડે મૂક્યો ”; “ભજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતે”, “ભાઈ તે જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી-ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં જ વસ્ત્રો શરીર પર વિરાજે છે.” – આના જેવાં અનેક વાક્યોમાં જોવા મળે છે. નિર્દેશ હાસ્ય વેરતાં આ વાક્યો વાંચતાં આપણું મેં સહજ મલકી જાય છે. આમ દષ્ટાંતને રસિક બનાવવામાં તેઓ સફળ થયા છે.
આ દષ્ટાંત તેમની સ્વતંત્ર રચના હોય તેમ લાગે છે. જૈન સૂવગ્રંથોમાં તે જેવા મળતું નથી.૧૫
અશરણભાવના
સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર ધર્મ સિવાય બીજું કઈ નથી, તેમ વિચારવું તે અશરણભાવના. કર્તાએ સંસારની અશરણુતા બતાવતી ચાર પંક્તિઓ ઉપજાતિ છેદમાં આપી તેનો વિશેષાર્થ ગદ્યમાં સમજાવ્યો છે. તે પછી સંસારને શરણરૂપ માનવાથી સદાય અશરણુતા જ રહે છે, એ બંધ આપતું અનાથી મુનિનું ચરિત્ર તેઓએ અહીં દર્શાવ્યું છે.
મગધ દેશને રાજા શ્રેણિક ફરતાં ફરતાં પંડિકુક્ષ નામના વનમાં, એક તરુણ મુનિ તપ કરતા હતા ત્યાં જઈ ચડ્યો. તે મુનિની કાંતિથી પ્રભાવિત થવાથી, મુનિએ કરેલા ત્યાગનું કારણ જાણવાની જિજ્ઞાસા થવાથી, શ્રેણિકે મુનિને તે બાબત વિનયથી પૂછ્યું. કારણમાં મુનિએ પોતાની અનાથતા જણવી. એથી આશ્ચર્ય પામી, કેઈ નાથ ન હોય તે પોતે નાથ થશે એમ જણાવી શ્રેણિકે મુનિને મનુષ્ય સંબંધી અનેક પ્રકારના ભોગ ભેગવવાનું આમંત્રણ આપ્યું. તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે, “તું પતે અનાથ છે તો મારો નાથ કઈ રીતે થઈશ ?” આ ઉત્તરથી શ્રેણિકને આકુળતા થઈ કે , “હું નગર, વન, ઉપવન, સુંદર સ્ત્રીઓ, લક્ષમી વગેરેને ભક્તા છું; વળી અનેક નોકર, હાથી, અશ્વ વગેરેને માલિક છું, તે હું અનાથ કઈ રીતે !” આથી તે વિશે શ્રેણિકે મુનિને પ્રશ્ન કર્યો. આ પ્રશ્નના ઉત્તરમાં મુનિએ પિતાની અનાથતા કઈ રીતે હતી તેની વાત કહી.
મુનિ ધનસંચય નામના સમૃદ્ધ પિતાના પુત્ર હતા. અનેક પ્રકારનાં સુખ તેઓ માણતા હતા. યુવાવસ્થામાં એક વખતે તેમને આંખમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ, અને આખા શરીરમાં દાહવરની અસહ્ય વેદના પ્રસરી ગઈ. આ વેદના દૂર કરવા અનેક કુશળ વેદો આવ્યા, પણ તેમનાં ઔષધથી આરામ થ નહીં; એટલું જ નહીં, પિતાની સંપત્તિ, માતાની મમતા, સહદરના પ્રયત્નો કે પતિવ્રતા પત્નીની શુશ્રષા પણ એમને વેદનામુક્ત કરી ૧૫. આ આખું દાંત “મેક્ષમાળા”ના પાઠ ૪-૮૨માં “ભિખારીને ખેદશીર્ષક નીચે
કથારૂપે મળે છે. અહીં તે કથા પદ્યપંક્તિઓ, વિશપાથ, કથા અને પ્રમાણશિક્ષા – એ અનુક્રમમાં ગોઠવીને આપેલ છે. ત્યારે “મોક્ષમાળા”માં તે આડાઅવળા ક્રમમાં મળે છે. આમ આ આખી કથા “મોક્ષમાળામાંથી લેવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org