________________
શ્રીમદની જીવનસિદ્ધિ શક્યા નહીં, એ જ એમનું અનાથપણું હતું. એથી સંસારથી તેઓ ખેદ પામ્યા અને વેદનામુક્તિ થાય ત્યારે સંસારત્યાગ કરવાને તેમણે નિર્ણય કર્યો. દૈવગે એ વેદના દૂર થતાં સર્વ છોડી આત્મસાધના માટે તેઓ ચાલી નીકળ્યા. અને પછી તેઓ આત્મા તથા પરમાત્માના નાથ થયા. આમ પોતાને આત્મા જ સુખદુઃખને કર્તા ભક્તા છે, તે સમજાવી સંસારમાં રહેલી અનાથતા મુનિએ શ્રેણિકને પ્રત્યક્ષ કરી બતાવી. સાચી શરણતા સમજ્યા પછી રાજાએ મુનિને ભેગ માટે કરેલા આમંત્રણ માટે પશ્ચાત્તાપ કર્યો અને ક્ષમા યાચી. પછી મુનિની રજા લઈને તે પોતાના રાજ્યમાં ગયો.
“પ્રમાણશિક્ષા”માં શ્રીમદ્દ બોધે છે કે આ કથા પરથી સંસારની અશરણુતા સ્પષ્ટ થાય છે. આત્માએ તે મુનિના કરતાં અનંત દુઃખ સહ્યાં છે. પણ સાચું ન સમજાયું હોવાને લીધે. તેનાથી છૂટાયું નથી. તેમ દુઃખથી છૂટવા શ્રીમદ્ કહે છે -
“સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણુતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સે. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે.”૧૬
“ઉત્તરાધ્યયન” નામના જૈન સૂત્રના વીસમા અધ્યયનમાં આવતી આ કથા શ્રીમદે અહીં આપી છે. આ અધ્યયનના પહેલા સાડત્રીસ અને પાછળના બે એમ કુલ ઓગણચાલીસ શ્લોકમાં અપાયેલી કથાને સરળ ભાવાનુવાદ રૂપે તેમણે અહીં રજૂ કરી છે. અને તેમાં ક્યાંક ક્યાંક થોડુંક પિતાનું કથન ઉમેરી તેને રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તે તેમની શિલીને સુંદર નમૂને પૂરો પાડે છે.
શ્રેણિક રાજા ફરવા નીકળે છે તે વન નંદનવન જેવું જ હતું, એમ એક જ ગાથામાં મૂળ સૂત્રમાં જણાવાયું છે. ઉદાહરણ તરીકે તેનો ત્રીજો શ્લેક જુઓ –
“नाणादुमलयाइण्णं नाणापकिखनिसेवियं ।
नाणाकुसुमसंछन्नं उज्जाणं नन्दणोवमं ॥"१७ શ્રીમદ્દ એ વનનું ચિત્રાત્મક વર્ણન કરતાં લખ્યું છે કે –
વનની વિચિત્રતા મનેહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કેમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં, નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં, નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જળનાં ઝરણું ત્યાં વહેતાં હતાં, ટૂંકામાં સૃષ્ટિસૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ૧૮ ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૦. ૧૭. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ર૦, લેક ૩, પૃ. ૧૬૩. ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org