________________
२३२
શ્રી મદની જીવનસિદ્ધિ ત્યાર પછી અશરણભાવનામાં બતાવવામાં આવ્યું છે કે જીવ મૃત્યુ આગળ નિઃસહાય હોય છે. તેમાંથી છોડાવે એવું કોઈ શરણ તેને પ્રાપ્ત થતું નથી. પાપનો ઉદય હોય ત્યારે કેવી કેવી જાતની પરિસ્થિતિ જીવની થાય છે તે પણ દર્શાવ્યું છે.
પાપનો ઉદય થાય ત્યારે – - “ અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પિતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે ત્યારે મૂખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃતમાં પરિણમે છે.”૮૫
આ રીતે સંસાર પાપપુણ્યના ઉદયરૂપ છે, તે અશરણભાવનામાં બતાવ્યું છે. તે પરથી તેમાં સમજાવ્યું છે કે અશુભના ઉદય વખતે પિતાના ક્ષમાદિક ભાવ સિવાય બીજી કોઈ વસ્તુ શરણરૂપ થતી નથી. આથી તેમાં લખ્યું છે કે –
કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણું ગ્રહણ કરે, તે અશુભ કર્મની નિર્જરા થાય, અને ન બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકને ભય છેડી પરમ વૈર્ય ગ્રહણ કરો. પિતાને વીતરાગભાવ, સંતેષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કઈ શરણ નથી.”૮૬
આમ જીવની અશરણુતા સમજાવ્યા પછી, આ સંસાર કેવો છે તે દર્શાવતી સંસારભાવના આપી છે. સંસારનું સાચું સ્વરૂપ જાણવું અને વિચારવું તે સંસારભાવના. જીવ પોતાનાં કર્મ અનુસાર ચાર ગતિ – દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક – માં પરિભ્રમણ કરે છે. એ કઈ પ્રદેશ નથી કે જ્યાં જ એક યા બીજે રૂપે જન્મમરણ કર્યા ન હોય. જીવને તેના કમનસાર ઈદ્રિયોની પ્રાપ્તિ થાય છે. તે એકેદ્રિયથી પંચેન્દ્રિય સુધી ગણતાં પાંચ પ્રકારના જ થાય છે. આ પાંચ પ્રકારના જીવો ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આ ભમતા જીની સ્થિતિનું વર્ણન અહીં લેખકે આપેલ છે. પછી તેમણે જીવ અનંત દુખવાળા નિગદમાંથી નીકળ્યા પછીની તેની ભ્રમણની સ્થિતિ બતાવવા નરકના વર્ણનથી શરૂઆત કરી છે. નરકની ભૂમિના વર્ણનના થોડા ભાગને અનુવાદ થયો છે. અને બાકીના ભાગને અનુવાદ કરો રહી ગયું છે. શ્રીમદે કરેલે આ અનુવાદ લગભગ શબ્દશઃ છે. જુઓ –
इस शरीरकं ज्यों ज्यों विषयादिककरि पुष्ट करोगे त्यों त्यों आत्माका नाश करने में समर्थ होयगा. अक दिन भोजन नहीं द्योगा तो बडा दुःख देवेगा. जे जे शरीरमें रागी भये हैं ते ते संसारमें नष्ट होय आत्मकार्य बिगाडी अनंतानत नरक निगोदमें भ्रमे हैं।"८७ ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯. ૮૬. એજન, પૃ. ૨૦. ૮૭. “શ્રીરત્નાકરડશ્રાવકાચાર”, હિંદી ટીકા સાથે, પૃ. ૩૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org