________________
શ્રીમદ્દન જીવનસિદ્ધિ તેને નિર્ણય થઈ શકતો નથી. વળી, શ્રીફને બધાં શાસ્ત્રો વાંચવાં પણ નહોતાં પડતાં એમ એમણે પોતે જ જણાવ્યું છે, અને તે કથાઓની બાબતમાં પણ તેટલું જ સાચું છે એમ તેમના શબ્દો જોતાં જણાય છે. જુઓ –
એક શ્લેક વાંચતાં અમને હજારે શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપગ ફરી વળ છે.”પર
“ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ૫૩
સૂત્ર અને તેનાં પડખાં બધાં જણાયાં છે.”૫૪ વગેરે. આમ શાસ્ત્રજ્ઞાન લેવા જેને શાસ્ત્રને આશરો નથી લેવો પડતો, તેણે અમુક ચોક્કસ વસ્તુ કયા ચોકકસ ગ્રંથને આધારે લીધી હશે તે જાણવું કેટલું મુશ્કેલ છે તે અહીં સમજી શકાશે. કેટલીક કથા તેમની સ્વતંત્ર રચના હેય તેમ પણ જણાયું છે. વળી બધામાંથી કેટલીક કથા કે કેટલાંક દષ્ટાંતાં “ભાવનાબેધ”માં પણ હોવાથી ત્યાં તપાસાઈ ગયાં છે, તેથી તેનો અહીં માત્ર નિર્દેશ જ કર્યો છે.
મેક્ષમાળામાં સૌથી પહેલી કથા ૫, ૬, ૭ એ ત્રણ પાઠમાં “અનાથી મુનિ”ની જોવા મળે છે. “માનવદેહ” નામના ચોથા પાઠના અનુસંધાનમાં તે દેહની સાચી ઉપયોગિતા જણાવતું “અનાથી મુનિ”નું ચરિત્ર અહીં અપાયું છે.૫૫
આ પછી ૧૭માં પાઠમાં શ્રીમદે “બાહુબળ”ની કથા આપી છે. આદિ તીર્થકર શ્રી ઋષભદેવે તેમના બે પુત્ર ભરત તથા બાહુબળને રાજ્ય સેપી સર્વસંગપરિત્યાગ કર્યો. પાછળથી ચક્રવતી પદ માટે બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું. તે વખતે નાનાભાઈ બાહુબળને મટાભાઈ સાથે લડવું એગ્ય ન લાગતાં, મુનિ વેશ ધારણ કરી બાહુબળ જંગલમાં ચાલ્યા ગયા. દીક્ષા લીધા પછી તેમને પિતા તેમજ અન્ય દીક્ષિત ભાઈઓને મળવાની ઈચ્છા થઈ પણ ઉંમરમાં પિતાથી નાના અને દીક્ષાએ મોટા ભાઈઓને વંદન કરવું પડે તે ન રચતાં તેઓ બીજી જગ્યાએ જઈ ઉગ્ર તપ કરવા લાગ્યા. આમ તેમનામાં થોડો “અહમ” રહી ગયો. તે માન તેમની બે બહેને બ્રાહતી અને સુંદરીના “મદોન્મત્ત હાથી પરથી હેઠા ઊતરે” એ વચનથી તૂટયું. અને તે પછી પિતાને ભાઈઓને વાંદવા જવા બાહુબળ જેવો પગ ઉપાડ્યો કે તરત જ તેમને કેવળજ્ઞાન પ્રગટયું. “માન ન હતું તે અ જ મોક્ષ હોત” એ ઉક્તિને સાર્થક કરતું તથા માનની ભયંકરતા બતાવતું દૃષ્ટાંત શ્રીમદે અહીં સરળ ભાષામાં રજૂ કર્યું છે. જન સમાજમાં ખૂબ પ્રચલિત થયેલી બાહુબળની આ કથા શ્રીમદે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના પહેલા પર્વના પાંચમા સર્ગમાંથી અથવા બીજા કોઈ ચરિત્રગ્રંથમાંથી ટૂંકાવીને લીધી હોય તે સંભવ છે.
પર. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૪. ૫૩. એજન, પૃ. ૨૬૫. ૫૪. એજન, પૃ. ૨૫૦. પપ. આ કથાના વસ્તુ માટે જુઓ “ભાવનાબધ”ના પ્રકરણમાં “અશરણભાવના”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org