________________
શ્રીમદની જીવનસિદ્ધિ શ્રી મહીપતરામ રૂપરામ જનધર્મને દેશની અધોગતિ કરનાર માનતા હતા. તે વિશે તેમને એક વખત શ્રીમદ્દ સાથે વાતચીત થઈ. શ્રીમદ્દ તર્ક પૂર્ણ દલીલથી, જૈનધર્મ દેશની બરબાદી નહિ પણ આબાદી કરનાર છે તે સાબિત કરી બતાવ્યું, અને મહીપતરામે તે કબૂલ પણ કર્યું. એ રસિક પ્રસંગ વિશે પણ આપણે મનસુખભાઈની નોંધમાંથી જ જાણી શકીએ છીએ.
આ બધા ઉપરાંત બીજા કેટલાક પ્રસંગેની નોંધ પણ મનસુખભાઈએ કરી છે, જેમાંથી આપણને શ્રીમદુની વિશિષ્ટ શક્તિઓને પરિચય થાય છે, અને સાથે સાથે મનસુખભાઈમાં શ્રીમદ્દ માટે રહેલી ભક્તિ પણ જોવા મળે છે.
મનસુખભાઈની ચીવટ આદિને લીધે શ્રીમદ્દન તેમના પર સારે વિશ્વાસ હતા. તેથી ઘણી વખત શ્રીમદ્દ કેઈ ગ્રંથનું ભાષાંતર આદિ કાર્ય કરવાનું પણ તેમને પતા. શ્રીમદ તેમને કહેતા –
“વદર્શનસમુચય, યોગદષ્ટિસમુચ્ચયનાં ભાષાંતર કરવા યોગ્ય છે. તે કરશે. આનંદઘનાવીશીના અર્થ વિવેચન સાથે લખશા.૧૩
“શાંતસુધારસ વાંચ્યું? તેનું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો.”૧૪
આપ્તમીમાંસા, યોગબિંદુ ઉપમિતિભવપ્રપંચ કથાનું ગુજરાતી ભાષાંતર કરશે. યોગબિંદુનું ભાષાંતર થયેલ છે, ઉપમિતિભવપ્રપંચનું થાય છે, પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, તે કરશે. ધીમે ધીમે થશે.”૧૫
આમ ઘણુ ગ્રંથોનું ભાષાંતર, વિવેચન આદિ કરવાનું શ્રીમદે તેમને સોંપ્યું હતું, તે શ્રીમને તેમના પર વિશ્વાસ બતાવે છે. પરંતુ આ બધામાંથી માત્ર “શાંતસુધારસ”નું જ ભાષાંતર મનસુખભાઈ એ કર્યું છે, બાકીનાં તેઓ કરી શક્યા ન હતા.
શ્રીમદ મનસુખભાઈ પર કેવો વિશ્વાસ હતું તે તો આપણને તેમણે તેમને સાંપલા “મેક્ષમાળા”ના બીજી આવૃત્તિના પ્રકાશનના કાર્યમાં જોવા મળે છે. જ્યારે “મોક્ષમાળાની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની હતી ત્યારે તે વિશેને સર્વ ભાર પૂર્ણ વિશ્વાસ સાથે શ્રીમદ્ મનસુખભાઈને સેપ્યો હતો. એ પ્રસંગે શ્રીમદ્દે તેમને લખ્યું હતું કે –
મોક્ષમાળા માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાકયાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશો. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.”૧૬
મોક્ષમાળા વિશે જેમ તમને સુખ ઊપજે તેમ પ્રવત.”૧૭ ૧૩. “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા” પૃ. ૧૫૯. ૧૮. એજન, ૫. ૧૫૯. ૧૫. એજન, ". ૧૬૧-૬૨. ૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃતિ, આંક ૯૨૧. ૧૭. એજન, આંક ૯૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org