________________
શ્રીમદની જીવનસિદ્ધિ જવામાં આવ્યું હતું. ત્યાં શ્રીમદના ચિત્રપટની સ્થાપના પણ છે. અને હાલમાં દરરોજ તેમાં સવારના નિયમિત સ્વાધ્યાય ભક્તિ પણ થાય છે. ૩. શ્રી રાજમંદિર આશ્રમ, રાજપુર. વિ. સં. ૧૯૫૮
સ્થાનકવાસી સંપ્રદાયમાં જૈન દીક્ષા પામેલા શ્રી રત્નરાજ સ્વામી શ્રીમદના જ્ઞાનની મહત્તા સાંભળી તેમને મળવા વિહાર કરતા કરતા વિ. સં. ૧૯૫૭માં મારવાડથી ગુજરાતમાં આવ્યા. પણ ત્યાં તો તેમને શ્રીમદ્દના દેહાંતના સમાચાર મળ્યા. આથી તેઓ શ્રી લાલજી મહારાજના સમાગમમાં આવ્યા, અને તેમના ભક્ત બની ગયા. તેમને શ્રીમદ્દનું સ્મારક કરાવવાની ઈચ્છા થતાં, શ્રી સિદ્ધપુર પાસેના રાજપુર ગામની નજીક “શ્રી રાજમંદિર આશ્રમ” નામની સંસ્થા સ્થપાવી, અને તેમના ત્યાં રહેવાથી તે સ્થળ ભક્તિ તથા સત્સંગનું ધામ બની ગયું હતું. ક, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સુણાવ, વિ. સં. ૧૯૬૯
વિ. સં. ૧૯૬૯માં પૂ. મુનિશ્રી લક્ષ્મીચંદજીના શુભ હસ્તે પેટલાદ પાસે આવેલા સુણાવ નામના ગામમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. મકાનમાં મેડા ઉપર ઘરદેરાસર છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે, અને નીચે ઉપાશ્રયમાં શ્રીમદનું ચિત્રપટ છે. પ. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, વડવા. વિ. સં. ૧૯૭૨
વિ. સં. ૧૯૭રના આ સુદ પૂનમે શ્રી પોપટલાલ મહેકમચંદભાઈ કે જેઓ તેમના પરિચિત વર્તુળમાં “ભાઈશ્રીના બહુમાન સૂચક નામથી ઓળખાય છે, તેઓની પ્રેરણાથી ખંભાત પાસે આવેલા વડવા' નામના સ્થળમાં, “શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપની રચના થઈ હતી. આ સ્થાનની સામે એક વાવ અને વડ આવેલા હતાં. વાવ હજુ પણ મોજૂદ છે. વડ થોડાં વર્ષોથી નથી. શ્રીમદ્ ત્યાં સં. ૧૯૫૨માં રહ્યા હતા. અને એમણે ઉપદેશ આપ્યો હતો. તેઓ જે સ્થળે રહ્યા હતા, ત્યાં વડ અને વાવ હોવાથી તે સ્થાનને વડવા – વડવાવ કહે છે. શ્રીમદ્દનાં વિચાર-મનનને અર્થે ભક્તિધામ તરીકે સૌ પ્રથમ બંધાયેલ આ સ્થળ ગણી શકાય. મંડપના મુખ્ય દરવાજાની આજુબાજુ નિવાસસ્થાને છે. મુખ્ય દરવાજા ઉપર પુસ્તક ભંડાર છે. અંદર જતાં સ્વાધ્યાય મંડપ આવે છે. તેમાં ડાબા હાથે જિનમંદિરનું પ્રવેશદ્વાર છે, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૨માં થઈ હતી. જમણે હાથે ગુરુમંદિર છે, જ્યાં શ્રીમદુની પ્રતિમાની સં. ૨૦૧૧ માં સ્થાપના કરવામાં આવી છે. તેની બાજુમાં સ્વાધ્યાય-મંડપ છે. આજે પણ શ્રીમદના આ તીર્થક્ષેત્રમાં અનેક મુમુક્ષુ ભાઈબહેને પધારી સ્વાધ્યાય સત્સંગ ભક્તિને લાભ લે છે. આ નિવૃત્તિ ક્ષેત્રના શાંત વાતાવરણમાં અનેક મુમુક્ષુઓ કૃપાળુદેવનાં દર્શન કરી સંતોષ અનુભવે છે. હાલમાં અહીં ભગવાન બાહુબલીની પ્રતિષ્ઠા પણ કરેલ છે. ૬, શ્રી રાજનગર સુબોધ પુસતકાલય, અમદાવાદ વિ. સં. ૧૯૭૫
શેઠ શ્રી જેસંગભાઈ ઉજમશીભાઈએ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર તેમના લધુબંધુ શ્રી જૂઠાભાઈના સ્મરણાર્થે સત્સંગ ભક્તિભાવ માટે એક સ્થાન બનાવ્યું હતું, અને તેમાં શ્રીમદના ચિત્રપટની સ્થાપના વિ. સં. ૧૯૭૫ના આ સુદ ૨ ને રોજ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org