________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી નોંધ
આ વચનામાં શ્રીમદની નિષ્પક્ષતા તથા સત્યના પ્રેમ જોવા મળે છે. મણિભાઈની ભૂલ અહીં વ્યક્ત કરી છે, છતાં તેમાં અંગત રાગ કે દ્વેષ કશું જોવા મળતું નથી. તેઓ તે સહજ રીતે જ અભિપ્રાય આપે છે.
ઉપદેશનાંધર્મમાં શ્રીમદે આનંદઘનજીના “અજિતનાથ સ્તવન બની “તરતમ યાગે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો.” એ પંક્તિ સુંદર રીતે સમજાવેલી છે. એ સમજાવ્યા પછી તેમણે મનસુખભાઈને ભલામણ કરી છે કે, “આનંદઘનજીની ચોવીશી મુખપાંઠ કરવા ચોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે, તેમ કરશે.”૯ આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્યના “ગશાસ્ત્ર”ના મંગલાચરણને બ્લેક, શ્રી સમંતભદ્રાચાર્યના “દેવાગમસ્તોત્રનું પ્રથમ પદ, “ગંધહસ્તી મહાભાષ્ય”નું પ્રથમ સ્તાત્ર વગેરેની સાથે સમજણ તેમણે આપેલી છે.
આમ શ્રી મનસુખભાઈ એ લખેલી નોંધ જોઈએ તો તેના મોટા ભાગ અધ્યયન યોગ્ય ગ્રંથાની સૂચિ, કેટલાક ગા વિશેને શ્રીમદ્દને અભિપ્રાય, કે કેટલાંક પ્લેકે ન પદની સમજણ વગેરે ગ્રંથાને લગતી જ માહિતી આપવામાં રોકાયેલે છે.
તેમ છતાં તેમાં તત્કાલીન પ્રસંગો વિશેના તેમના કેટલાક અભિપ્રાય પણ જોવા મળે છે; જેમ કે –
વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યા છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગના મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય સેવન, શુદ્ધ સાત્ત્વિક આહારપાન અને નિયમિત વર્તન છે.”૧૦
ઇનાકયુલેશન” – મરકીની રસી. રસીના નામે દાક્તરાએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે. હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપજે છે. પૂર્વ પાપાનુબંધી પુણ્ય ઉપામ્યું છે, તે યુગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પણ પરિણામે પાપ વહેરે છે તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દરઢ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા તે પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.૧૧ શ્રીમદ આધ્યાત્મિક દૃષ્ટિથી રસીની ખૂબ વિરુદ્ધ હતા તે ઉપરનાં અવતરણથી જોઈ શકાય છે.
આ ઉપરાંત આત્મારામજી,૧૨ ચંદ્રસૂરિ ૧૩ આનંદઘનજી,૧૪ હેમચંદ્રાચાર્ય ૧૫ વગેરે વ્યક્તિઓ વિશે પણ લખ્યું છે. તેમાં પણ આનંદઘનજી અને હેમચંદ્રાચાર્યની આત્માર્થતા બાબતમાં તે લગભગ નાના લેખ જેવું વ્યવસ્થિત લખાણ “ઉપદેશનેધ”માં જોવા મળે છે. તે બંનેએ લોકો પર કઈ રીતે કયા પ્રકારનો ઉપકાર કર્યો છે તે સવિગત જણાવેલ છે.
૮. ૯. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ, આવૃત્તિ ૧, પૃ. ૬ ૬૪. ૧૦. એજન, પૃ. ૬૦૦. ૧૧. એજન, પૃ. ૬૬૯-૭૦. ૧૨. ૧૩, ૧૪, ૧૫. એજન, પૃ. ૬ ૬૪ થી ૬૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org