________________
૧. જીવનરેખા
ઘણું મન થાય છે, પણ ભગવાને પટ આપ્યું છે તે ખાવાનું માગે છે, તે શું કરીએ?” શ્રીમદે તેમને કહ્યું, “તમારા પેટને અમે જવાબ દઈએ તો ?” આમ કહી શ્રીમદે, જેમને ત્યાં પોતે ઊતર્યા હતા તે ઝવેર શેઠને કહ્યું કે, “તમે જે ભેજન લેતા હે તે પ્રાગજીભાઈને બે વખત આપજે, તથા પાણીની મટકી પણ આપજે. તેથી ઉપાશ્રયના મેડા પર બેઠા બેઠા ભક્તિ કરી શકે.” આટલું જણાવ્યા પછી તેમણે પ્રાગજીભાઈને કહ્યું કે, “આની સાથે એક શરત છે: તમારે બધે સમય ભક્તિ કરવી; બહાર વરઘોડો નીકળે, બરોઓ ગીત ગાતાં નીકળે તે જોવા ન ઊઠવું. કોઈ આવે તો તેની સાથે ભક્તિ કરવી પણ સંસારની કાંઈ પણ વાત ન કરવી. ” “ એ રીતે તો ન રહી શકાય” એમ પ્રાગજીભાઈએ જણુવ્યું. તે વિશે શ્રીમદે કહ્યું કે, “જીવને ભક્તિ કરવી નથી તેથી પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો? જીવ એ જ રીતે છેતરાય છે અને ભક્તિ કરતો નથી.”૧૮૭
૩૦. દેહ અને આત્મા – એક વખત શ્રીમદ્ કાવિઠા આવ્યા ત્યારે ત્યાંની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ તેમને બે સાંભળવા આવ્યા હતા. તેઓને શ્રીમદ્દે પ્રશ્ન કર્યો કે, “તમારા એક હાથમાં છાશથી ભરેલો લોટ અને બીજા હાથમાં ઘીથી ભરેલો લોટે હાય, અને માર્ગમાં જતાં કોઈને ધક્કો વાગે તે તમે કયા હાથને લોટે જાળવશે?” ગિરધરભાઈ નામના એક વિદ્યાર્થી એ જવાબ આપ્યો કે, “ઘીને લોટ સાચવીશું.” શ્રીમદે તેને પૂછયું, “એમ શા માટે? ઘી અને છાશ બંને એકમાંથી જ ઉત્પન્ન થાય છે ને ?” ગિરધરભાઈએ જવાબ આપ્યો, “છાશ ઢોળાઈ જાય તે બીજા ઘણા ભરી આપે, પણું ઘી ઢોળાઈ જાય તે કઈ ફરીથી ન ભરી આપે.” એ દૃષ્ટાંત પરથી શ્રીમદે બધાંને સમજાવ્યું કે, “છાશની માફક આ દેહ છે, તેને જીવ સાચવે છે; અને ઘીની માફક આ આત્મા છે, તેને જાતે કરે છે. એવી અવળી સમજણવાળે આ જીવ છે. પણ આત્માને જે ઘીની માફક કીમત 1ણે તે આત્માને પણ સાચવે. અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતે કરે, કારણ કે દેહ તે એની મેળે મળવાનો છે, કર્મ બાંધ્યા એટલે તે ભોગવવા માટે દેહ તે મફતમાં જ મળવાનો છે.” વગેરે.૧૮૮
૩૧. આખી મુંબઈ સ્મશાન – એક વખત મુંબઈમાં શ્રીમદ ફરવા ગયા હતા. સ્મશાન આવ્યું ત્યારે તેમની સાથેના એક ભાઈએ પૂછયું, “આ શું છે ?” “સ્મશાન.” એટલે શ્રીમદે કહ્યું, “અમે તો આખી મુંબઈને સ્મશાન જોઈ એ છીએ.”૧૮૯
૩૨. મરણને ભય કેવો? – કરછના વતની પદમશીભાઈએ શ્રીમદને એક વખત પૂછ્યું, “સાહેબજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તો તેને શું ઉપાય?” શ્રીમદે પૂછયું,
મુખ્ય ભય શેને રહે છે ?” “મરણનો.” તે માટે શ્રીમદે કહ્યું, “મરણ તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મરણું તો નથી. તે પછી એને ભય રાખવાથી શું ફાયદો ? એ રીતે મન દઢ રાખવું.”૧૯૦
૧૮૭. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ", પૃ. ૧૦૭. ૧૮૮. એજન, પૃ. ૧૦૮. ૧૮૯. ૧૯૦. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, અવૃત્તિ ૪, પૃ. ૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org