________________
શ્રીમદની જીવનસિદ્ધિ
જનધમ
આત્માને સાચી રીતે ઓળખનાર તથા ઓળખાવનાર તે જન ધર્મ છે. તેમાં ધ્યાન સૂમ બાધ છે. તેના સિદ્ધાંત પવિત્ર છે. અને તેને આશય પ્રત્યેક જીવનું કલ્યાણ કરવાને છે. તેના જેવી તત્વની સમજ સૂક્ષમતાથી બીજા કોઈ ધમે આપી નથી, એ વગેરે કારણોને લીધે શ્રીમને જૈન ધર્મ ઉત્તમ જણ હતા. તેમાં જે ગૃહસ્થના, મુનિના આચારવિચાર બતાવાયા છે, તેવા કલ્યાણકારી અન્ય કઈ ધર્મમાં નથી. તેના જેવું ત્યાગનું નિરૂપણ, સત્ય, અહિંસા આદિનું નિરૂપણ બીજા કેઈ ધર્મમાં એવી ઝીણવટથી થયેલ નથી. વળી, જનનાં આત્માથી, મતાથી, સદ્દગુરુ, અસદ્દગુરુ, મુનિ, પંચમહાવ્રત, નવ તવ, છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય વગેરેનું એટલી સારી રીતે નિરૂપણ થયેલ છે કે તેથી ઉત્તમતા જણાયા વિના ન રહે. આમ અનેક કારણો જુદી જુદી જગ્યાએ દર્શાવી શ્રીમદે જૈનધર્મની ઉત્તમતા બતાવી છે.
જૈન માગ પ્રગટ કહેવાને યોગ્ય કાણ?૮ ૮
જૈન માર્ગ સમજે તથા સમજાવવું કઠણ છે તેથી તે પ્રવર્તાવનારની ઘણી વિશેષ યોગ્યતા હોવી જોઈએ. જે માર્ગ સર્વજ્ઞ તીર્થકર પ્રભુએ પ્રવર્તાવ્યો છે, તે માર્ગ પ્રવર્તાવવા માટે તેમના જેટલા નહિ, પણ અન્ય ધર્મ કરતાં ઘણું વિશેષ ગુણ પ્રવર્તાવનામાં લેવા જોઈએ.
શ્રીમદે જેમને જ્ઞાની પુરુષ ગણ્યા છે તે જ્ઞાનીનાં સર્વ લક્ષણે ધરાવનાર તથા સર્વસંગપરિત્યાગી હોય તે જ તેમની દષ્ટિએ આ માર્ગ પ્રવર્તાવવાને ગ્ય છે. આવા પુરુષને વિશે સહજસ્વરૂપ આત્મજ્ઞાન હોય, કષાયની મંદતા હોય, રાગદ્વેષનું અતિ અલ્પત્વ હોય, કેઈમાં પણ મમત્વ કે અહંભાવ ન હોય, દહપ્રતિ પણ મમત્વ ન હોય, વિશુદ્ધ પરિત્યાગ હાય, પંચમહાવ્રતનું પાલન હોય, પરિષહ કે ઉપસર્ગમાં પણ સમતા હોય; એવાં અનેક ગુણે અને લક્ષણે ધરાવનાર આ માર્ગ પ્રગટ કહેવાને ગ્ય શ્રીમદે ગણેલ છે. એટલે કે તેરમે ગુણસ્થાને વર્તતા એવા સગી કેવળી માર્ગ ઉપદેશવા માટે શ્રેષ્ઠ છે અને તેમની ગેરહાજરીમાં છÈ કે સાતમે ગુણસ્થાને વર્તતા એવા નિગ્રંથ મુનિને તેમણે માર્ગ પ્રવર્તાવવાને યોગ્ય ગણ્યા છે.
તે દૃષ્ટિએ જોતાં પિતાને સર્વસંગપરિત્યાગ થયો ન હતોતેથી તેઓ પિતાને માર્ગ પ્રવર્તાવવાને અયોગ્ય ગણતા હતા, અને તે ત્યાગ થયા પછી જ માર્ગ પ્રકાશવાન તેમણે નિર્ણય લીધો હતો. પણ જે વેદોક્ત માર્ગ પ્રકાશ હાય તો તેમને પિતાની યથાયોગ્યતા લાગતી હતી.
શ્રીમની દૃષ્ટિએ જનધમની વર્તમાન સ્થિતિ૮૫
શ્રીમદ્દ તીર્થકર પ્રભુએ પ્રવર્તાવેલા માર્ગની વર્તમાન સ્થિતિ ઘણી ખેદજનક લાગતી હતી. એ માર્ગમાં દિગંબર, તાંબર, સ્થાનકવાસી, લંકાગ, તપાગચ્છ, ઢુંઢિયા આદિ અનેક ફાંટા પડી ગયા છે, અને તેઓ બધા એકબીજાનું ખંડનમંડન કરવામાં જ સમય
૮૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૧૭૦, ૫૪૮, ૭૦૮, ૮૩૭ વગેરે. ૮૫. એજન, આંકઃ ૪૦, ૧૬૯, ૨૦૭, ૪૦૩ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org