________________
૯. રજનીશ, નેધથી ઇત્યાદિ
વિશેષ વિચારતાં આ નોંધ તેમણે તેમની ૧૫–૧૬ વર્ષની ઉંમરે કરી હોય તેમ કેટલાંક કારણથી સમજી શકાય છે. તે કારણે નીચે પ્રમાણે છે —
૨૩ વર્ષ આસપાસ તો શ્રીમદ્દનું વ્યક્તિત્વ ઘડાઈ ગયું હતું, અને આ લખાણમાં તેમના વ્યક્તિત્વની છાપ ઉપસાવે તેવું કઈ તત્ત્વ નથી. આથી જે વખતે ચેકસ વ્યક્તિત્વ બંધાયું ન હોય તે વખતનું આ લખાણ સંભવે છે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે ૧૫–૧૬ વર્ષની આસપાસના ગાળા શ્રીમદુના ધર્મમંથનને કાળ હતો. તે સમયમાં તેઓ જન તથા અન્ય ધર્મોના ગ્રંથે અવલકી રહ્યા હતા. અને તે બધાના સારરૂપ તેઓ જનદર્શન તરફ વળ્યા હતા. તેમના ધર્મમંથનના પરિપાકરૂપ આપણને તેમના તરફથી “મોક્ષમાળા” અને “ભાવનાબેધ” જેવાં પુસ્તકો તમના ૧૭મા અને ૧મા વર્ષે મળે છે. આ બંને પુસ્તકોમાં તેમને જૈનદર્શન તરફને છેક તથા તે જ ધર્મ શ્રેષ્ઠ છે એવી તેમની માન્યતા સ્પષ્ટ જોવા મળે છે. ઉદાહરણ તરીકે
મોક્ષમાળા”ના પાઠ ૮૫, ૮૬, ૮૭, ૯૪, ૯૫ વગેરે. એ જ રીતે “ભાવનાબેધ” કે “મોક્ષમાળા”માં તેમણે આપેલાં દષ્ટાંત, તત્ત્વવિચારણું વગેરે પણ જૈન ગ્રંથિમાંથી જ લેવાયેલ છે. તે પણ તેમને જૈન ધર્મ પ્રતિને રાગ સ્પષ્ટ કરે છે.
આમ ૧૭મા વર્ષ આસપાસ સ્પષ્ટ રીતે જૈનધર્મ તરફ વળ્યા પછી શ્રીમદ્દ વેદાંત તરફ જાય તે સંભવિત નથી. અને તેવું તેમના જીવનમાં બન્યું હોય તેવા કશે ઉલેખ પણ નથી મળતા.
શ્રીમદ્ ૨૩મી વર્ષગાંઠ પિતાની “સમુચ્ચયવયચર્યા” લખી છે. એ વાંચીએ છીએ ત્યારે તેઓ જૈન ધર્મમાં વધુ ને વધુ સ્થિર થતા જતા હતા, તેવી છાપ તેમાંથી ઊઠે છે.
આ નોંધબુક સિવાય તેમણે લખેલું ૨૩મા વર્ષનું લખાણ તપાસીએ તો પણ તેમની જૈનધર્મની દઢતા સ્પષ્ટ થાય છે. તેમણે તેમની રોજનીશી પણ ૨૩મા વર્ષે લખી છે, તેમાં પણ જેનધર્મના સિદ્ધાંતો દૃષ્ટિગોચર થાય છે, એટલું જ નહિ પણ તેમાં વેદાંતની વાતે જ નથી. વળી, ૨૩મા વર્ષે લખાયેલા પત્ર વાંચીએ છીએ ત્યારે પણ ઉપર મુજબનું જ જોવા મળે છે. આ પત્રોમાં “ભગવતીસૂત્ર”, “આચારાંગસૂત્ર” આદિ જૈન સૂત્રો કે ગ્રંથનાં ઉદાહરણે જોવા મળે છે. એ પ્રમાણે વેદાંતના “યોગવાસિષ્ઠ” જેવા કઈ કઈ ગ્રંથ વાંચવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે, પણ તે જગ્યાએ પોતાને કોઈ ધર્મ વિશે પક્ષપાત નથી એમ તેઓ સ્પષ્ટ કરે છે.
એ જ પ્રમાણે આ પત્રમાં જેન માર્ગના સિદ્ધાંતાની –નિયમોની – વાત જોવા મળે છે, તે વેદાંત વિશે એવી કઈ વિચારણા જોવા મળતી નથી. તીર્થકરે પ્રરૂપેલો ધર્મ બે પ્રકારે છે, ૧. આ નોંધના સમય બાબત “શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથના સંપાદકોને પુછાવતાં તેમણે લખેલું
કે તે લખાણને ૨૪મા વર્ષ પહેલાં મૂકવું ધારી, ૨૩મા વર્ષમાં મૂકેલ છે. તે પાછળ ઊંડી તરવવિચારણા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org