________________
શ્રીમદની જીવનસિદ્ધિ તેના પેટાવિભાગ કઈ રીતે આવે છે તે વગેરે વિશેની વિચારણું તેમણે કઈ ગ્રંથના સાંકળિયારૂપે કરી હોય તેવું લખાણ પણ મળે છે. જૈન ધર્મમાં આવતી આઠ રુચક પ્રદેશની વાત, ચૌદપૂર્વ ધારી કંઈક જ્ઞાન ઊભું હોય તે પણ ક્યારેક નિગોદમાં જાય વગેરેને ખુલાસે તેમણે પત્રમાં કરેલો જોવા મળે છે. જોકે આ બધું મુમુક્ષુના પત્રોના ઉત્તરરૂપે આવે છે, છતાં તેમાંથી તેમને જૈનધર્મ તરફ ઝોક દેખાયા વિના રહેતો નથી. તેઓ એક પત્રમાં લખે છે કે –
“જૈનના આગ્રહથી જ મેક્ષ થાય છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં મોક્ષ છે એમ ધારણું છે, એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહિ સ્થભે એમ વિજ્ઞાપન છે.”
આ વચન શ્રીમદ્ વેદાંતી મનઃસુખરામ સૂર્યરામ ઉપર વિ. સં. ૧૯૪૬ના અષાડ વદિ અમાસના દિવસે લખેલ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે લોકોમાં તેમને જૈનધર્મ પ્રતિને ઝોક સ્પષ્ટ હોવું જોઈએ, નહિતર આ વચન લખવાને તેમને કઈ હેતુ ન હતું. શ્રીમદની અંતરંગ કક્ષા એવી હતી કે તેમને કઈ ધર્મ પ્રતિ હેષ ન હતે.
આમ, આ બધી રીતે તપાસતાં, આ લખાણ શ્રીમદ્ ૨૩મે વર્ષે લખ્યું હોય તેમ સંભવતું નથી. પણ તે લખાણ તેમણે સેળ વર્ષની વયે કે તે પહેલાં, પોતાના ધર્મમંથનના કાળમાં, લખ્યું હોય તે વિશેષ સંભવિત છે.
રોજનીશી
વિ. સં. ૧૯૪૬ના વર્ષ દરમ્યાન શ્રીમદ્દે પોતાના અંગત વિચારો રજૂ કરતું કેટલુંક લખાણ મિતિસાહિત કર્યું છે, જે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં અંક ૧૫૭ નીચે પ્રગટ થય છે. આ રોજનીશીના અમુક અમુક મિતિએ થયેલા લખાણનાં લગભગ ૧૮ જેટલાં પાનાં પ્રાપ્ત થાય છે. એ ઉપરાંતનાં કેટલાંક પાનાં એમાંથી કોઈએ ફાડી લીધાં હોય તેવા અનુમાનની નોંધ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં જોવા મળે છે. રોજનીશીમાંથી ફડાયેલાં પાનાંમાં શ્રીમદનું લખાણ હતું કે નહિ, તે પાનાં શ્રીમદે જ ફાડેલાં કે અન્ય કેઈ કારણસર ફાડી લીધેલાં, તે સમજી શકાતું નથી, કારણ કે આ લખાણ પૂર્ણ અનુસંધાનવાળ ન હોવાને લીધે તે પરથી કોઈ પણ અનુમાન કરવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં અન્ય ડાયરી વગેરે જોતાં એમ લાગે છે કે શ્રીમદ્ પોતે તો એ પાનાં ફાડયાં નહિ હોય, કારણ કે તેમને કશું પ્રસિદ્ધ કરવાની ઈચ્છા હતી. વળી, કોઈ વસ્તુ બને કે ન બને તે વિશે નિઃસ્પૃહ રહેવા જેટલો વૈરાગ્ય પણ તેમનામાં હતા. અને તેમના તે વૈરાગ્યની છાપ આ રાજનીશીના પ્રત્યેક પાનામાંથી ઊઠે છે.
રજનીશીને લગભગ બધે જ ભાગ મુંબઈમાં લખાયેલા જોવા મળે છે. આ માસનાં બેત્રણ લખાણ જ વવાણિયા થયેલાં છે. વિ. સં. ૧૯૪૬માં શ્રીમદે લખેલા પત્રો
૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org