________________
૧. જીવનરેખા
બ્રાહ્મસમાજની અસર હિંદના બીજા ભાગોમાં પણ થઈ. મુંબઈ, ગુજરાત વગેરે જગ્યાએ તેણે “પ્રાર્થનાસમાજ”નું રૂપ લીધું. જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે અને ડે. ભાંડારકર તેના આદ્યસંસ્થાપક હતા. તેમણે પ્રાર્થનાનું મહત્વ વધાર્યું, અને સાથે સાથે સમાજસુધારે, કેળવણી વગેરે કાર્યો પણ ઉપાડવાં.
આર્યસમાજીએ બ્રાહ્મસમાજી કરતાં શેડા આગળ વધ્યા. તેમણે વેદધર્મ અને વૈદિક સંસ્કૃતિ એ જ સાચાં એવો પ્રચાર કર્યો. એના પ્રણેતા હતા. સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રથમ મુંબઈ અને પછી પંજાબમાં તેમણે “ આર્ય સમાજની સ્થાપના કરી. તેમણે નાતજાતના ભેદ, સ્ત્રીઓની ગુલામી દશા વગેરે હિંદુ ધર્મના સડાઓ દૂર કરવાની પ્રવૃત્તિ ઉપાડી
એ જ અરસામાં પૂર્વ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના પ્રયત્ન ચાલુ થયા હતા. તેઓને મન વેદની સંસ્કૃતિનું મૂલ્ય ઘણું હતું. છતાં દુનિયાના ધર્મો પ્રત્યે તેમને સદ્દભાવ હતો. રામકૃષ્ણના મઠા ઠેર ઠેર સ્થાપવાની હિલચાલ શરૂ થઈ હતી. રામકૃષ્ણના શિષ્યો પૈકી સ્વામી વિવેકાનંદ જગપ્રસિદ્ધ થયા હતા.
એ જમાનાની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં થિયોસેફીનું પણ સ્થાન છે. તેની થોડી શરૂઆત બળવા પછીના દશકામાં થઈ ગઈ હતી.
આ અરસામાં એટલે કે બળવા પછી લગભગ ૧૦-૧૨ વર્ષ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે હિંદના રાજકીય ક્ષેત્રમાં ભાગ લેનાર આપણ નેતાઓને કેળવણીકાળ ચાલતો હતો. ગુજરાતમાં સુધારકયુગ અને પંડિતયુગનો એ સમન્વય કાળ હતો. એવા સમયે, મહાત્મા ગાંધીજીના જન્મ પહેલાં લગભગ પોણા બે વર્ષે, કાઠિયાવાડના મોરબી નજીકના વવાણિયા બંદર નામના નાના ગામના એક વણિક કુટુંબમાં, વિ. સં. ૧૯૨૪ના કાર્તકી પૂનમ અને રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭ના રોજ શ્રીમદ રાજચંદ્રને જન્મ થયે હતો. આ ઉપરથી જોઈ શકાય છે કે શ્રીમદ્દને જન્મ ૧૮૫૭ના અતિહાસિક બળવા પછી દશ વર્ષે, સામાજિક, આર્થિક, ધાર્મિક વગેરે સુધારાના કાળમાં થયો હતો.૧
જન્મ, માતાપિતા, બાલ્યકાળ
પૂર્વના ભેગી જેવા આ મહાનુભાવને જન્મ માતા દેવબાઈની કૂખે વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ પંચાણભાઈ મહેતા હતું. શ્રીમદને એક નાના ભાઈ તથા ચાર બહેન હતાં, તેમાં એક બહેન મેટાં અને ત્રણ બહેન તેમનાથી નાનાં હતાં. ભાઈનું નામ મનસુખભાઈ તથા બહેનોનાં નામ અનુક્રમે શિવકુંવરબાઈ, ઝબકબાઈ, મેનાબાઈ અને જીજીબાઈ હતાં.
૧. આજથી લગભગ ૯૦૦ વર્ષ પહેલાં, વિ. સં. ૧૧૪૫માં, એટલે કે ગુજરેશ્વર કુમારપાલના સમયમાં, “કલિકાલસર્વજ્ઞ”નું બિરુદ ધરાવનાર મહાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને જન્મ પણ કાતકી પૂર્ણિમાએ ધંધુકામાં થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org