________________
શ્રીમાન જીવનસિદ્ધિ ગણતરી નહતી. તેમનાં સુખ-સગવડ માટે કોઈ ઉપાય જાતા નહતા. અને વળી, સેનિકને વટલાવવા ગૌમાંસ ખવડાવવામાં આવે છે એવી અફવા ફેલાઈ હતી, તેને લીધે તે અસંતેષ આસમાને પહોંચ્યો હતે.
આમ બ્રિટિશ રાજશાસને વેરેલી ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય બરબાદીના પરિણામથી કેવી પ્રજાએ ઈ. સ. ૧૮૫૭માં બળવો પોકાર્યો. અનેક જગ્યાએ સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થયો. પણ પૂરી એક્તા, શક્તિ, અનુભવ વગેરેના અભાવથી તે દબાઈ ગયો. તેનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે સઘળો વહીવટ રણ વિકટેરિયાની હકુમત હેઠળ આવ્યો અને પ્રજાનાં દુઃખ દૂર કરવાને ઢંઢરે રાણીએ ઈ. સ. ૧૮૫૮માં પિટાવ્યો. આમ આ સમય રાજકીય અંધાધૂંધીને હતો. - આ રીતે અંગ્રેજોના અમલથી આપણું સમગ્ર રાષ્ટ્રજીવન ચૂંથાઈ ગયું હતું. પરંતુ બળવા પછી રાષ્ટ્રના ઘડતર માટે ચોગરદમ વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થવા લાગી હતી, અને એ છ એ અલી કેળવણીના પ્રતાપે રાષ્ટ્રના પુનરુત્થાનની શરૂઆત થઈ હતી. આગળ જતાં અગેન્દ્ર શાસને આપેલી કેળવણી હિંદને વરદાનરૂપ થઈ. - ઈ. સ. ૧૮૫૭માં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના થઈ, અને આપણુ યુવાને અંગ્રેજી કેળવણી પામીને બહાર નીકળવા લાગ્યા. ઈ. સ. ૧૮૫૭ આસપાસના સંક્ષાભકાળને એક દસકે વીત્યા પછી હિંદમાં સંસારસુધારે, દેશની આબાદી, કેળવણી અને ધર્મોદ્ધારનાં બીજ વવાવાની શરૂઆત થઈ હતી.
૧મી સદીના પૂર્વાર્ધમાં પ્રજા નિરક્ષર અને વહેમી બની ગઈ હતી. સામાજિક રૂઢિઓ એટલી પ્રબળ બની ગઈ હતી કે લોકો તેની વિરુદ્ધ જઈ શકતા ન હતા. તેઓ સંકુચિત દુનિયામાં વસતા હતા, અને કૂપમંડૂક જેવી એમની દશા હતી. તેમાંથી લોકોને છોડાવવા અંગ્રેજી સંસ્કૃતિને સંપર્ક પામેલા યુવાને કટિબદ્ધ થયા, અને સામાજિક ક્ષેત્રે સુધારાને પવન ફૂંકાયો. સં. ૧૮૨લ્માં સતી થવાનો રિવાજ રાજા રામમોહનરાયે બંધ કરાવ્યું. કન્યા-કેળવણ પર ભાર મુકાવા લાગ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રમાબાઈ રાનડે, નર્મદાશંકર, દાદાભાઈ, સયાજીરાવ ગાયકવાડ વગેરેએ કન્યા-કેળવણીને સારો પ્રચાર કર્યો.
સર જમશેદજી તાતા જેવાએ ઔદ્યોગિક ક્ષેત્રે પહેલ કરી. હિદની અઢળક લક્ષમી. પરદેશમાં ઘસડાતી જોઈ, હિંદમાં કારખાનાં નાખવાની તેમણે શરૂઆત કરીને લકમને દેશમાં જ રાખવાને પુરુષાર્થ ઉપાડ્યો.
ધર્મક્ષેત્રે પણ સુધારણાના પ્રયાસે ચાલુ થયા હતા. બ્રિટિશ અમલ દરમ્યાન લોકોમાં આવેલી સાંપ્રદાયિકતાની જડ કાઢવા રાજા રામમોહનરાય વગેરે આગળ આવ્યા. અંધશ્રદ્ધાળ લોકેએ અપનાવેલ કુરૂઢિઓ, વહેમે સામે તેમણે જેહાદ જગાડી અને સને ૧૮૨૮માં બ્રાહ્મસમાજની સ્થાપના થઈ. તેમાં શિક્ષિત બંગાળીઓ જોડાતાં, તે વિવિધલક્ષી સુધારાનું કેન્દ્ર બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org