________________
પ્રકરણ ૧ જીવનરેખા
આગણુસમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ સત્તાને ઘણે ઝડપી વિકાસ થયો. માત્ર વેપાર અર્થે હિંદમાં આવેલી અંગ્રેજ પ્રજાએ ભારતના રાજકારણમાં પણ પ્રવેશ કર્યો, અને પોતાની સત્તા ઝડપથી વધારવા માંડી. એ અરસામાં ઇંગ્લેંડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી હતી, તેથી તેને માટે જરૂરી કાચો માલ મેળવવા તથા કારખાનામાં ઉત્પન્ન થયેલો માલ ખપાવવા તેમને માટે હિંદ જેવું સંસ્થાન હોવું ખૂબ જરૂરી હતું. બીજી બાજુ હિંદના રાજવીઓમાં સંપ અને મુત્સદ્દીગીરીનો અભાવ નજરે પડતું હતું. ટૂંકા સ્વાર્થની જ નજરે જોતા રાજવીઓએ દેશનું હિત વિસારે પાડયું હતું. તેથી તેઓને અંદર અંદર લડાવી મારી પોતાની સત્તા વધારવાનું કામ અંગ્રેજો માટે સહેલું બની ગયું.
લડ ડેલહાઉઝીએ ખાલસાનીતિ અખત્યાર કરીને બ્રિટિશ સામ્રાજ્યની સત્તા ઘણું વધારી દીધી, પણ તેમ કરતાં કરતાં તેણે દેશી રાજાઓને પાયમાલ કર્યા, તથા તેમના હક ડૂબાડડ્યા; જેથી તેઓમાં અસંતોષ વ્યાપ્યા.
બીજી બાજુ આ વેપારી પ્રજાએ પોતાની સત્તાને ઉપયોગ ભારતનો વેપાર આંચકી લેવા માટે કર્યો. હિંદમાંથી જ સસ્તા ભાવે કાચો માલ લઈ, તેને પોતાનાં કારખાનાઓમાં શુદ્ધ બનાવી અથવા તેમાંથી ચીજવસ્તુઓ તૈયાર કરી હિંદને જ વેચવા દ્વારા એણે હિંદના હુન્નર–ઉગેનો નાશ કર્યો. પરિણામે લાખ કારીગરો બેકાર બન્યા અને ભૂખમરા આદિને લીધે પ્રજામાં પણ અસંતેષ વ્યા.
વળી, આર્થિક ક્ષેત્રે થયેલી પોતાની બરબાદીને ખ્યાલ પણ હિંદને હવે સવિશેષપણે આવવા લાગ્યું હતું. કારીગરોની રેજી તૂટતાં, તેઓ ખેતીવાડી તરફ વળ્યા. ત્યાં પણ ભારે મહેસૂલ આદિને કારણે તેમને મુશકેલીઓ નડતી હતી. વળી કાચો માલ બ્રિટન જતે, અને તૈયાર થયેલ માલ ત્યાંથી અનેકગણી કિમતે હિંદમાં પાછો આવતે. એ રીતે હિંદની અઢળક લક્ષમી બ્રિટનમાં ખેંચાઈ જતી હતી. આમ આર્થિક ક્ષેત્રે પણ આ સમય હિંદને શેષણકાળ જ હતો.
વળી, હિંદમાં ઇંગ્લેંડથી ધર્મપ્રચારકે આવીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવા લાગ્યા, અને હિંદીઓને ધર્મ પરિવર્તન કરવા સમજાવવા લાગ્યા. ધર્મ પર થયેલું આ આક્રમણ લોકોને વસમું લાગ્યું, અને અંગ્રેજો ધર્મ પરિવર્તન કરાવવા માટે જ હિંદમાં આવ્યા છે તેવી ભયની લાગણી લોકમાં પેસતાં, તેમને પણ અસંતોષ વળે.
આ બધાં ઉપરાંત લશ્કરમાં ઘણે વિશેષ અસંતોષ હતો. હિંદી સૈનિકેની કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org