________________
૧. જીવનરેખા
२७ તે એ પ્રસંગનું મહત્ત્વ દર્શાવે છે. વળી છાપાંમાં એ વિશે માત્ર સમાચારો કે લેખો જ નહિ, અગ્રલેખે પણ આવ્યા હતા, જે શ્રીમદ્દની એ શક્તિથી તેઓ કેટલા પ્રભાવિત થયા હશે તે દર્શાવે છે. “મુંબઈ સમાચાર પત્રે પોતાના તા. ૫-૧૨– ૧૮૮૬, માગશર સુદ ૮, સં. ૧૯૪૩ના અંકમાં નીચે મુજબ અગ્રલેખ આપ્યો હતો :
“અદૂભુત સ્મરણશક્તિ તથા કવિત્વશક્તિ ધરાવનાર એક જવાન હિંદની અત્રે પધરામણી અને તેના તરફથી થતા શતાવધાનના પ્રયોગ.
“મોરબીથી કવિ શ્રી રાયચંદજી રવજીભાઈ નામનો માત્ર ૧૯ વરસની વયનો એક હિંદુ ગૃહસ્થ અત્રે આવી સ્મરણશક્તિ તથા કવિત્વશક્તિનાં જે અદ્દભુત કો કરી દેખાડે છે, તેનાથી વાંચનારાઓને અમે વાકેફ કરતા રહીએ છીએ. એવી મહાન શક્તિના પુરુષે એકથી વધારે આવી ગયા છે, અને ખુદ મુંબઈમાં શીઘ્રકવિ પંડિત ગટુલાલજી તેવી શક્તિ ધરાવનાર તરીકે જાણીતા છે, પણ હમણું આવેલો સદરહુ પુરુષ તેઓ કરતાં ચડતી શક્તિને કહેવાય છે, એટલે બીજાઓ જ્યારે અછાવધાન એટલે એકી વેળા આઠ પ્રકારના પ્રયોગ કરી બતાવે છે, ત્યારે આને શતાવધાની એક પ્રયોગો કરી દેખાડનારે સમજવામાં આવે છે. તેમનામાં રહેલી શક્તિની માટી ખૂબી એ છે કે, તેઓ એક વેળા અનેક બાબત પોતાના મનમાં યાદ રાખી તથા રચી શકે છે, અને તે બાબત જેમ સહેલી, તેમ કવિતા, ગણિત અને ભાષાના સરખી અઘરી પણ હોય છે. ગમે તેવા કઠણ છંદમાં તેઓ બોલ બેલતાં કવિતા રચે છે, ગમે તેવી અજાણું અને પારકી ભાષામાં કહેલા ઉલટપાલટ શબ્દોનાં વાક્યોને સરખાં ગોઠવી આપે છે, અને તે સઘળું એકબીજાની સાથે વચ્ચે વચ્ચે કરે છે.
એ શક્તિઓ ખરે જ અદ્દભુત અને અસાધારણ છે. અને તે કેમ ખીલે છે તથા કામે લાગે છે તેની તપાસ કરવાની તથા તેને લાભ લેવાની તજવીજ કરવી જોઈએ. આટલું તે ખરું છે કે એવી શક્તિ કુદરતની એક બક્ષીસ માત્ર છે, અને તે કઈ જ ભાગ્યશાળી ગૃહસ્થને અર્પણ થયેલી હોય છે, પણ તે ખીલી કે વધી શકે નહિ અને માણસજાતના કારોબાર તથા વ્યવહારમાં આવી શકે કે નહિ તે નક્કી કરવાની જરૂર છે. કેટલીક તરફથી એવું માનવામાં આવે છે કે તે તેના ઉપયોગમાં આવી શકે નહિ, અને જે લેવા માંગે છે તેનું બળ ઓછું થતું જાય. આમાં કેટલી સચ્ચાઈ રહી છે તે પણ શેધી કાઢવું જોઈએ. આવા પુરુષે અત્યાર સુધી હિંદુ કેમમાંથી જ મળી આવે છે. મોહમેડન, પારસી વગેરે કામમાંથી મળી આવતા નથી તેનું કારણ શું ? શુ એવા પુરુષે ચોકકસ જાતમાં જ જન્મે છે ? અથવા વંશપરંપરા ઉતરે છે ? સર્વ બાબતેની તપાસ કરતાં અગત્યના ખુલાસા મળશે ...૨૪
The Times of India એ પિતાના તા. ૨૪-૧-૧૮૮૭ના અંકમાં બીજી એક સભા વિશે આ પ્રમાણે નોંધ લખી હતી –
૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, ભાગ ૧, પૃ. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org