________________
પ્રકરણ ૨
ભાવનાબેધ પંદર-સોળ વર્ષની ઉંમર આસપાસ શ્રીમદ રાજચંદ્ર કેટલાયે આગમે, અન્ય જૈન ગ્રંથ તથા અન્ય ધર્મનાં પુરત કેનું અવલોકન કર્યું હતું, અને તેમની રુચિ જૈનધર્મ તરફ વિશેષ હતી તે તેમનાં લખાણે જોતાં સ્પષ્ટ થાય છે. તે સમયે આમ એક તરફ તેમનું શાસ્ત્રજ્ઞાન વધતું જતું હતું, તે બીજી તરફ અવધાનશક્તિ, સ્મરણશક્તિ વગેરે માટેની તેમની ખ્યાતિ પણ વધતી જતી હતી.
પોતાના શાસ્ત્રાભ્યાસને લાભ સામાન્ય જનને પણ મળી શકે એ હેતુથી વિ. સં. ૧૯૪૦માં તેમની સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે તેમણે “મોક્ષમાળા” નામના ગ્રંથની રચના કરી. તે પુસ્તક છપાવવા માટે નાણાંની જરૂર હતી, તેથી તેના ગ્રાહકે અગાઉથી નેધી નાણાંની સગવડ કરવાનું તેમણે વિચાર્યું. તેમની ખ્યાતિને લીધે “મોક્ષમાળા” માટે પહેલેથી પિસા આપે એવા અનેક ગ્રાહક મળ્યા, અને તે દ્વારા આ કાર્ય સુલભ બન્યું. પણ તે પુસ્તક છાપવા આપતાં તેમને ખ્યાલ આવ્યો કે તેને છપાતાં તે લાંબા સમય નીકળશે. તેથી અગાઉથી થયેલા ગ્રાહકેની જિજ્ઞાસા સંતોષવા તેમણે એક નાનું પુસ્તક વિ. સં. ૧૯૪રમાં લખ્યું. તે પુસ્તકને ઝડપથી છપાવી, તે જ વર્ષમાં તેને “મોક્ષમાળા”ના ગ્રાહકોને ભેટરૂપે આપ્યું. એ દ્વારા ગ્રાહકની જ્ઞાનપિપાસા સં'તેષવાને તેમણે એક સફળ પ્રયત્ન કર્યો. એ નાનું ભેટ પુરતક તે “ભાવનાબેધ.”પ તે સંબંધી વિ. સં. ૧૯૫૫માં શ્રીમદ લખે છે કે –
એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકની આકુળતા ટાળવા “ભાવનાબેધ” ત્યાર પછી રચી ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યું હતું.”
ગ્રાહકો નેધ્યા પછી લાંબા સમય સુધી પુરતક ન આપી શકાય તે તે અગ્ય ગણાય એ વિચારને પરિણામે આ પુસ્તકની રચના થઈ. આમ આ પુસ્તક પ્રામાણિકતા પ્રેરિત કર્તવ્યબુદ્ધિના પરિણામરૂપ રચાયું હતું. આ પુસ્તક રચવાની યોજના તેમના મગજમાં વહેલી આવી ગઈ હતી એમ કહી શકાય.
વૈરાગ્ય તરફ જીવને વાળતી તથા થયેલા વૈરાગ્યને દઢ કરતી બાર ભાવનાઓ શ્રી તીર્થકર પ્રભુએ સમજાવી છે. આ બાર ભાવનાઓ તે અનિત્ય, અશરણું, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મ દુર્લભ ભાવનાઓ છે. તે ભાવનાઓને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી હેમચંદ્રાચાર્ય ૫. “મોક્ષમાળા” કરતાં “ભાવનાબેધ” વાચક પાસે પહેલું પહોંચ્યું હોવાથી તેને અહીં
પહેલું સ્થાન આપ્યું છે. ૬. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org