________________
શ્રીમદની જીવનસિદ્ધિ “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉલ્ય પ્રયોગ
અપૂર્વ વાણી, પરમકૃત, સદગુરુ લક્ષણ યોગ્ય.” આ રચનામાં જગતના મતભેદની વિચારણાથી શરૂ કરી, શ્રીમદ આત્મય અને મોક્ષમાર્ગની વાત પર આવે છે. તેમાં મોક્ષમાર્ગનાં અનિવાર્ય તત્વ સદગુરુનાં લક્ષણે આપવાં શરૂ કર્યા છે, પણ ત્યાંથી આ કાવ્ય અપૂર્ણ રહેલ છે. તેમ છતાં આ કાવ્યની મળતી અગિયાર પંક્તિઓ પરથી શ્રીમદે કરવા ધારેલી તર્કબદ્ધ ગૂંથણીનો આપણને ખ્યાલ આવે છે. લેકસ્વરૂપ રહસ્ય૩૫
લોકનું સ્વરૂપ સમજાવતું “લોકસ્વરૂપ રહસ્ય” નામનું કાવ્ય જુદા જુદા પાંચ વિભાગમાં શ્રીમદ્ ૨૩ મે વર્ષે રચ્યું છે. સવૈયામાં રચાયેલા આ કાવ્યમાં સૃષ્ટિ કયા પ્રકારે છે, જીવ શા કારણથી સુખી કે દુઃખી થાય છે, એ તત્ત્વવિચારણાના પ્રશ્નો રજૂ કરી, તેનું સમાધાન પણ આપ્યું છે.
પહેલો વિભાગ ચાર પંક્તિનો, બીજો બે પંક્તિનો, ત્રીજે ચાર પંક્તિન, ચોથે બાર અને પાંચમે ચાર પંક્તિને એમ કુલ ૨૬ પંક્તિનું આ કાવ્ય છે.
બે પગ પહોળા કરીને કમરે હાથ રાખીને ઊભેલા પુરુષ જેવો આ લોક લાગે છે, એમ પુરુષાકાર લોકનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. આ ઉપમા શા માટે આપી છે, તેનું સાચું રહસ્ય શું છે તે વિશે શ્રીમદે પહેલા ભાગમાં પ્રશ્ન કર્યો છે અને પછી બે પંક્તિમાં જ્ઞાન, દર્શન તથા શરીરની દૃષ્ટિએ એમ જ છે એવું સમાધાન પણ કર્યું છે. શરીરની આકૃતિ જેવો આ લેક હોવાથી શરીર જે કહ્યો, અને આત્માના ગુણ જ્ઞાનદર્શન છે, તેમાં આલોક ઝળકે છે તેથી અધ્યાત્મ રીતે પણ આલોક પુરુષાકાર કહેવાય. જુઓ તેમની પંક્તિઓ –
“શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શન કે ઉદ્દેશ
જેમ જણાવો સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ." આમ પુરુષાકાર લોક છે તેમ બાહ્ય તેમ જ આંતરદષ્ટિથી સમજાવી આત્મિક સુખ મેળવવાની ભાવના જણાવી છે.
લકનું સ્વરૂપ જાણવા પહેલાં શું કરવાથી પિોતે સુખી કે દુઃખી થાય છે, પિતે કેણ છે, એ વગેરે વિશેની વિચારણું જરૂરી છે, તેમ બીજા ભાગમાં જણાવ્યું છે.
“શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિોતે દુખી ?
પોતે શું ? ક્યાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ.” ૩૫. શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આવૃત્તિ પૃ. ૨૧૧, અંક ૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org