________________
૫. આત્મસિદિશાએ
કંથની બાહ્ય રચના એવા પ્રકારની એજ છે કે, વેદાંતાદિ દર્શનના અનુયાયીઓને પણ અનુકૂળ પડે. જોકે તેની આંતરરચના તે સંપૂર્ણ – અખંડાકારે – શ્રી વીતરાગમાર્ગ પ્રતિ જે સ્થિર થયેલી છે.”૨૪
માત્ર ૧૪૨ ગાથામાં રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર” કોઈ પણ મતમતાંતરના નિરૂપણ વિના, કદર્શનને સારા સમાવતી અને સરળ પદ્યમાં રજૂ થયેલી શ્રીમદ્દની અનુપમ કૃતિ છે. આ કૃતિ અંગેના શ્રી મુકુલભાઈ કલાર્થીના નિમ્ન અભિપ્રાય સાથે સૌ સંમત થશે કે –
“આવા ગૂઢ તાવને સરળ પદ્યમાં શબ્દારૂઢ કરીને સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પિતાની આન્નતિ સાધી શકે એવી સરળ પણ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આધુનિક યુગમાં કેવાં શાસ્ત્રો રચાવાં જોઈએ તેને યથાર્થ આદર્શ આ શાસ્ત્ર રચી શ્રીમદ્ રાજચંદ્ર રજૂ કર્યો છે.૨૫ તેમણે વધુમાં લખ્યું છે કે –
તત્ત્વજ્ઞાનના મહાન પ્રશ્નોને આવી સરળ ભાષામાં વ્યક્ત કરવા એ ખરેખર મહાપ્રજ્ઞાવંતનું કાર્ય છે. શ્રી રાજચંદ્રનાં બીજા બધાં લખાણ કરતાં “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના જુદી જ તરી આવે છે. ટૂંકા સરળ શબ્દો સહિત, નય કે ન્યાયનાં અટપટાં અનુમાન કે ખંડનમંડનની ફિલછતારહિત, સહુ કોઈ મુમુક્ષુ જીવને ભેગ્ય, શ્રેયસ્કર સામગ્રીથી સમૃદ્ધ એવે આ ગ્રંથ શ્રી રાજચંદ્રની આ ન્નતિ સાધવાના પરિપાક સમો છે.૨૬
મંગલાચરણ
આર્ય ગ્રંથકારની સનાતન શૈલી એવી રહી છે કે કોઈ પણ કૃતિના આરંભમાં મંગલાચરણની ચેજના કરવી. મંગલાચરણમાં કર્તા પોતે જેને પરમેપકારી ગણે છે તેવી વ્યક્તિને નમસ્કાર કરે છે. શ્રીમદ્દ પણ “આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આ જ શૈલીને અનુસરીને આરંભમાં શ્રી “સદ્દગુરુ ભગવાનને નમસ્કાર કરે છે.
જૈન દર્શનમાં સદ્દદેવ, સદ્દધર્મ અને સદ્દગુરુ એ ત્રણ પરમ ઉપકારી તત્ત્વ છે. તેમાં પણ સદેવ અને સદ્દધર્મની પ્રાપ્તિ સદ્દગુરુ દ્વારા જ થઈ શકે છે, અર્થાત્ તે બંનેની સહેલાઈથી પ્રાપ્તિ કરાવનાર સદગુરુ જ છે, તેથી તે વિશેષ ઉપકારી તત્વ છે. આમ સદ્દગુરુનું વિશેષ માહાસ્ય હોવાથી શ્રીમદ્ સદ્દગુરુને વંદન કરીને ગ્રંથારંભ કરે છે. કેવા ઉપકાર માટે તેમણે સદ્દગુરુને વંદન કર્યા છે, તે પહેલા દોહરામાં જુઓ –
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. '' ૧ ૨૪. “ આત્મસિદ્ધિ", સંપા. મ. ૨. મહેતા, પ્રસ્તાવના, પૃ. ૨. ૨૫-૨૬. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પ્રસ્તાવના, પૃ. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org