________________
૧. જીવનરેખા
શ્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકમ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અથે, ધનને અથે; ભેગને અથે, સુખને, સ્વાર્થને અથે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે, એમ નથી.”૭૯
વિ. સં. ૧૯૪૫થી ૧૯૪૮ સુધીના ત્રણ વર્ષના ગાળામાં સંસારને લગતા, તેનાથી કંટાળ્યા હોવાના ઉદ્દગારે શ્રીમદના લખાણમાં કેટલીક વાર જોવા મળે છે. તે પછી તે શ્રીમદ્દ એ વિશે ઉચ્ચાર સરખો પણ કરતા નથી તેમ કહી શકાય. પરાણે સંસારમાં રહેવું પડતું હતું તેને કંટાળે વ્યક્ત કરતાં વચને વિ. સં. ૧૯૪૮ પછીથી ભાગ્યે જ જોવા મળે છે. તેમની આંતરિક સ્થિતિ એટલી ઉચ્ચ થતી ગઈ હતી કે, પ્રારબ્ધ શાંત, સમતાભાવે
દવાનું સામર્થ્ય તેમણે મેળવી લીધું હતું. હા, બાહ્ય ઉપાધિ પ્રસંગેથી વર્તતા ખેદની વાત શ્રી ભાગભાઈના પત્રમાં તે પછી પણ કેટલાક સમય જોવા મળે છે, પરંતુ ત્યાંચે તેમણે અંતરંગમાં વર્તતા સમતાભાવની સ્પષ્ટતા તે કરી જ છે. સેભાગભાઈ પણ તે અરસામાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થતા હતા, તેથી તેમને આશ્વાસન આપવાના ઈરાદાથી પણ શ્રીમદ્દે કેટલીક વાર પિતાની મુશકેલી વર્ણવી હોય તેમ જણાય છે. કારણ કે એ પરિસ્થિતિમાં પોતાને વર્તતી શાંતિ જ વ્યક્ત કરી છે. આમ જોઈએ તે શ્રીમદને સંયમ દિવસે દિવસે વધતે ગયો હતો, પરિણામે તેમની ઉદાસીનતા એટલી બધી વધી ગઈ હતી કે કેટલીક વખત તેમનાં કુટુંબીજનોને તે લેશનું કારણ, શ્રીમદની અનિચ્છા હવા છતાં, બનતી.
શ્રીમદને આંતરિક અનિચ્છા હોવા છતાં લગભગ ૧૦ વર્ષ સુધી વિ. સં. ૧૫૫માં સ્ત્રી, લક્ષમીને ત્યાગ કર્યો ત્યાં સુધી – ગૃહસ્થાવાસ ભોગવવો પડ્યો હતો, તેમાંથી આવી પડેલી જવાબદારી અદા કરવા જતાં તેઓ પોતાની ધારી ઝડપથી નિગ્રંથમાર્ગમાં આગળ વધી શકતા ન હતા તે તેમને ખૂબ દુઃખરૂપ લાગતું હતું. તેને લીધે પોતે કરવા ધારેલું લોકકલ્યાણ પણ તેઓ કરી શક્યા ન હતા, જોકે તે વિશે તેઓ પાછળથી ઉદાસી ગયા હતા.
આ બધું હોવા છતાં શ્રીમદ્દે એ સાબિત કરી બતાવ્યું કે આમા ધારે તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. આત્મકલ્યાણ માટે સંસાર ત્યાગી શકાય તે ઉત્તમ, પણ નહિતર આત્મકલ્યાણ થાય જ નહિ તેમ એકાંતે નથી. સંસારમાં રહીને પણ આત્માને સાક્ષાત્કાર કરી શકાય છે – માત્ર તે માટે સાચા દિલનો પુરુષાર્થ જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્મકલ્યાણ કઈ રીતે કરી શકાય તે શ્રીમદ્ પોતાના જીવન દ્વારા બતાવ્યું છે.
૭૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org