________________
૫૮
શ્રીમની જીવનસિદ્ધિ શ્રીમદને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી થયાં હતાં. પ્રથમ પુત્ર છગનલાલને જન્મ વિ. સં. ૧૯૪૬માં થયો હતો. તેને શ્રીમદ્ ઘણું વખત છગન શાસ્ત્રી કહીને બોલાવતા. બાળવયથી જ છગનભાઈમાં ધાર્મિક સંસ્કાર સારા પ્રમાણમાં હતા. ૧૫મે વર્ષે તેઓ મૅટ્રિકમાં આવ્યા ત્યારે પેઢીના એક કેસ માટે તેઓ તેમના કાકા મનસુખભાઈ સાથે મુંબઈ આવ્યા. ત્યાં તેમને બેત્રણ વર્ષ રહેવાનું બન્યું, એ સમય દરમ્યાન તેમણે ધાર્મિક અભ્યાસ કર્યો. ૧મા વર્ષે તેમણે કાકા સાથે વેપાર શરૂ કર્યો, પણ જીવલેણ ક્ષયને હુમલો થતાં એ જ વર્ષમાં તેમને દેહાંત થયો. છગનભાઈને પોતાના પિતા માટે અત્યંત માન હતું. તેમણે પોતાની નિત્યનોંધમાં, પોતાને જીવવાની શા માટે જિજ્ઞાસા છે તે જણાવતાં લખ્યું હતું.
“એક ચીજ ફરીથી ક્યાંય પણ પિતા તરીકે દેખાશે નહિ અને તે–તે ધર્માત્મા પિતા શ્રી રાજચંદ્ર.”૮૦
અન્ય કેઈ કારણે નહિ, પણ પિતાની ધાર્મિક વૃત્તિ પિતામાં ઉતારવાની ઇચ્છાથી જ જીવવા ઈચ્છતા છગનભાઈની ધાર્મિકતા કેવી હોવી જોઈએ તેની તે કલ્પના જ કરવાની
છગનભાઈ પછી તેમનાં બહેન જવલબહેનને જન્મ વિ. સં. ૧૯૪૮માં થયો હતો. અને તે પછી બે વર્ષે શ્રીમદનાં બીજા પુત્રી કાશીબહેનનો જન્મ થયે હતો. વિ. સં. ૧૫રમાં શ્રીમદના બીજા પુત્રને જન્મ થયો હતો, તે પુત્ર તે બહુ નાની વયમાં મરણ પામ્યા હતા. શ્રીમદ્દના પરિવારમાં આજે–ઈ. સ. ૧૯૬૫માં–તેમનાં એક પુત્રી જવલબહેન હયાત છે.૧ - શ્રીમદનાં બીજા પુત્રી કાશીબહેનનું પણ ૩ર વર્ષની નાની વયે અવસાન થયેલું.
તેમને બે પુત્રે થયે
શ્રીમદનાં પત્નીએ પણ શ્રીમદના અવસાન પછી થોડા જ વખતમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. શેષકાળ તેમણે શ્રીમદે કહેલી માળા ફેરવવામાં જ ગાળે હતે.
શ્રીમદને તેમના ભાઈ મનસુખભાઈ પર ઘણે વિશ્વાસ હતો. તેથી તેમણે જ્યારે વેપારમાંથી નિવૃત્તિ લીધી ત્યારે પિતાને ભાગે આવતી સઘળી મિલક્ત તેમણે મનસુખભાઈને આપી હતી, અને વ્યવસ્થા પણ તેમને જ સેપી હતી.
શ્રીમદના અવસાન પછી તેમનાં સાહિત્ય અને પત્રોનું પ્રકાશન કરવામાં સૌથી મહત્ત્વનો ફાળા મનસુખભાઈને હતે. અંબાલાલભાઈની તથા અન્યની સહાય લઈ, વિ. સં. ૧૯૬૧માં
૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક થ ", પૃ. ૧૧.
૮૧. જવલબહેન વર્ષના અમુક ભાગ મુંબઈમાં તેમના પુત્ર સાથે રહે છે, અને બાકીને ભાગ વિવાણિયા, શ્રીમદ્દની જન્મભૂમિમાં ભક્તિભજન કરવામાં ગાળે છે. પોતાના પતિ ભગવાનલાલભાઈ મોદીએ વવાણિયામાં “શ્રીમદ્ રાજચંદ્ર”નું મંદિર બંધાવેલું છે, તેની વ્યવસ્થા પણ તેઓ સંભાળે છે. જવલબહેનને દેહાંત થયે તા. ૯-૩-૧૯૭૪, મહાવદ અમાસ ૨ ૦૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org